Abtak Media Google News

રાજયનાં ૪૩,૩૭૭ કેન્દ્રો ખાતે યોગ દિવસની ઉજવણી થશેગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગ બાળકો પણ લેશે ભાગ

આવતીકાલે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમા યોગ દિવસની ઉજવણી થશે. ગુજરાતનાં ૧.૨૫ કરોડ લોકો કાલે યોગદિવસની ઉજવણીમાં ભાગ લેશે તેવું શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.

Advertisement

તા.૨૧ જૂન યોગદિવસને અનુલક્ષીને રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં ખાસ આયોજનો કરવામાં આવ્યા છે. અનેક સંસ્થાઓ તેમજ આગેવાનો યોગ દિવસની ઉજવણીમાં હોશેહોંશે ભાગ લઈ રહ્યા છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ૭૫૦-૧૨૦૦ બાળકો સાયલન્ટ યોગ કરી વિશ્વ વિક્રમ રચશે.

રાજયમાં ૪૩,૩૭૭ સેન્ટર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. જેમાં ૪૦૮૨ ગર્ભવતી મહિલાઓ, ૮૭૩૨ દિવ્યાંગ બાળકો ભાગ લેશે. પતંજલી તથા શ્રીશ્રી રવિશંકર, બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય, સ્વામિનારાયણ સંપ્રદાય સહિતની સંસ્થાઓ યોગ દિવસને જાજરમાન બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.