Abtak Media Google News

મહીલા સશકિતકરણ પખવાડીયા અંતર્ગત યોજાયેલી આ શિબિરમાં ૪૦૦ જેટલા વિઘાર્થીઓને માઇન્ડ ટ્રેનરે જ્ઞાન પીરસ્યુ

સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ ગ્રામ્ય પોલીસ અને વિઘાર્થી કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ પ્રમુખ અમિતભાઇ ભાલારાના સંયુકત ઉપક્રમે ગોંડલ શહેરના સહજાનંદ કોલેજ ખાતે મહિલા સશકિતકરણ પખવાડીયા નીમીતે નારી નિડરતા સેમીનાર યોજાયો હતો.

Advertisement

આ કાર્યક્રમમાં વિશેષ ઉ૫સ્થિત તરીકે ધારાસભ્ય ગીતાબા જાડેજા અને ડીએસપી બલારામ મીણા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આશરે ૪૦૦ જેટલા વિઘાર્થીઓએ પોતાની રીતે સશકત કઇ રીતે બનવું અને પોતાના પરિવારને કંઇ રીતે આગળ લાવવો જેનું જ્ઞાન જાણીતા માઇન્ડ ટ્રેનર ડો. અજયસિંહ જાડેજા પાસેથી મેળવ્યું હતું આ તકે સ્ત્રી સશકિતકરણ પખવાડીયા નીમીતે નારી નિડરતા સેમીનારના મુખ્ય મહેમાનોમાં ગીતાબા જાડેજા-ધારાસભ્ય, બલરામ મીણા, અશોકભાઇ પીપળીયા, રીનાબેન ભોજાણી, અર્પણાબેન આચાર્ય, અલ્પેશભાઇ દોંગા, શિવભદ્રસિંહ એસ. ઝાલા, દિવ્યેશભાઇ વી. ધોણીયા ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય વકતા ડો. અજયસિંહ જાડેજા સ્ત્રીસશકિતકરણ નીમીતે પખવાડીયા યોજાયેલ આ કાર્યક્રમના એચ.એમ.જાડેજા, શ્રુતિબેન મહેતા, કે.એન. રામાનુજ, એ.એમ. ઠાકોર, સી.એમ. વાંછાણી, રીનાબેન માલવીયા, સુલેખાબા યુ. જાડેજા સહીતનાઓ એ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.