Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા તથા દેશ માં મોંઘવારી સતત વધતી જઈ રહી છે પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વધારો થઈ રહ્યો છે તેવા સંજોગો માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શહેર પ્રમુખ તથા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવી અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના મધ્યમાં આવેલ આ મેગા મોલ ખાતેથી આ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોંઘવારીના માર સામે ભાજપ પક્ષ સામે અનેક પ્રકારના સવાલો ઉભા કર્યા હતા.

પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવોના કારણે આંબેડકર ચોક ખાતેથી સાયકલ રેલી દ્વારા વિરોધ પ્રદર્શન વેળાએ અટકાયત કરાઇ

ત્યારે આ રેલી શરૂ થયા બાદ આંબેડકર ચોક વિસ્તારમાં આવેલી પહોંચતા સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તથા જિલ્લા પોલીસ દ્વારા આ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કોંગ્રેસના અંદાજિત 50 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા હાલમાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે.

વિરોધ પ્રદર્શન નોંધાવી રહેલા કોંગ્રેસી કાર્યકરોને આંબેડકર ચોકમાં અટકાયત કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે ખાસ કરી ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી પણ આ રેલીમાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસની કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવતા હાલમાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે અવાજ ઉઠાવવા પણ હવે ગુનો હોય તેવા આક્ષેપો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા છે જ્યાં સુધી સરકાર મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો નહીં કરે ત્યાં સુધી અમે આવા કાર્યક્રમો આપતા રહેશો તેવું કોંગ્રેસના કાર્યકર્તાઓએ અટકાયત બાદ જણાવ્યું છે

સાયકલ રેલીમાં ધારાસભ્ય નૌશાદ સોલંકી જોડાયા

સુરેન્દ્રનગરના મેગા મોલ ખાતે યોજવામાં આવેલી સાયકલ રેલી તથા મોંઘવારીના માર સામે સરકાર સામે વિરોધ પ્રદર્શન નોંધાવતી રેલીમાં ખાસ પાટડી દસાડા ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી પણ જોડાયા છે અને સરકાર દ્વારા જે મોંઘવારી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને રસોડા ચલાવવામાં અત્યંત સંઘર્ષ કરવો પડી રહ્યો છે તેવી પરિસ્થિતિ સામે વિરોધ પ્રદર્શન નોંધાવવા માટે વિરોધ પક્ષના ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી પણ આ રેલીમાં જોડાઈ અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે આગામી દિવસોમાં જ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ અને ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે તો અનેક વિરોધ પક્ષ તરીકે કાર્યક્રમો કોંગ્રેસ આપશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.