Abtak Media Google News

રૂસમાં યોજાનારા આગામી ફુટબોલ વિશ્વ કપ માટે શનિવારે (9 જૂન) ફીફાની ટિકિટ જારી કરવાના 1 કલાકની અંદર જ 1,20,000 ટિકિટો વેંચાઇ ગઈ અને હવે કેટલિક પસંદગીની મેચોની વધારાની ટિકિટ બચી છે. ફુટબોલ પ્રશંસકોને ટિકિટની ઉપલબ્ધતાની જાણકારી ફીફાડોટકોમ/ટિકિટ્સ વેબસાઇટ પર ટ્રાફિક લાઇટ જેવી સિસ્ટમથી આપવામાં આવશે, જ્યાં 15 જૂનથી ટિકિટનોનું વેચાણ શરૂ થશે.

વિશ્વકપ માટે ટિકિટોનું વેચાણ શરૂ થયા બાદ વિશ્વભરમાં ફુટબોલ પ્રશંસકોને 25 લાખથી વધુ ટિકિટ જારી કરવામાં આવી છે. જે પ્રશંસકોને ટિકિટ નથી મળી તેણે હજુ આશા છોડવી નહીં કારણ કે, વેબસાઇટ પર ટિકિટોના પુનઃવેચાણની સંભાવના છે. ટિકિટ મેળવનાર પ્રશંસક જો મેચ નહીં જોવાનું મન બનાવે તો તે આ વેબસાઇટના માધ્યમથી ટિકિટને વેંચી શકે છે. જે મેચોની ટિકિટ અત્યારે ઉપલબ્ધ નથી તે બાદમાં ઉપલબ્ધ થઈ શકે છે

ટિકિટોના પુનઃ વેચાણ માટે ફીફાડોટકોમ/ટિકિટ્સ વેબસાઇટ પર અલગથી એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે જેના માધ્યમથી ફીફાના નિયમો મુજબ તેમાં નોંધાવેલ નામોને બદલી શકો છો કે ફરી વહેંચી શકો છો. ફીફાએ કહ્યું કે, વિશ્વકપની ટિકિટો માટે ફીફાડોટકોમ/ટિકિટ્સ જ એકમાત્ર સત્તાવાર અને કાયદેસર વેબસાઇટ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.