Abtak Media Google News

બાર્સેલોનાના સ્ટ્રાઇકર લિયોનેલ મેસ્સીએ પાંચમી વખત યુરોપિયન ગોલ્ડન શૂઝ એવોર્ડ જીત્યો છે. મેસ્સીની ટીમ બાર્સેલોનાએ સ્પેનિશ લીગમાં પોતાની અંતિમ લીગ મેચમાં રિયલ સોચિદાદને ૧-૦થી પરાજય આપ્યા બાદ મેસ્સીને ગોલ્ડન શૂઝ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. મેસ્સીએ ગત વર્ષે પણ ગોલ્ડન શૂઝનો એવોર્ડ જીત્યો હતો. તે ઉપરાંત મેસ્સી ૨૦૦૯-૧૦, ૨૦૧૧-૧૨ અને ૨૦૧૨-૧૩માં પણ આ એવોર્ડ જીતી ગયો છે. મેસ્સી એક માત્ર ખેલાડી છે જેણે પાંચ વખત ગોલ્ડન શૂઝ એવોર્ડ જીત્યો છે.

ગોલ્ડન શૂઝ એવોર્ડ પોઇન્ટ સિસ્ટમના આધારે આપવામાં આવે છે. જે ખેલાડીએ ડોમેસ્ટિક લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય તેને લીગ જીતી હોય. આ ઉપરાંત તેણે ગોલ ઓછા કર્યા હોય પરંતુ નબળી ગણાતી લીગના ખેલાડી કરતાં ઓછા ગોલ કર્યા હોય તો પણ ગોલ્ડન શૂઝનો એવોર્ડ જીતી શકે છે. આ સિઝનમાં બેનિફિકાના જોનાસે ૩૪ ગોલ કર્યા હતા પરંતુ તેને ૫૧ પોઇન્ટ જ મળ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.