Abtak Media Google News

ગુજરાતના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી 1લી મેના દિવસે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં થનાર છે, ઉપરાંત ટાઉન હોલ સર્કલથી સાત રસ્તા સર્કલ સુધી માર્ગ પર પરેડ સહિતના આયોજનો કરાયા છે, અને સમગ્ર કાર્યક્રમને આખરી આપવા માટે ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાથો સાથ ફાઇનલ પરેડ પણ યોજાઇ રહી છે.

Advertisement

દરમિયાન આજે સવારે જામનગર જિલ્લાના પોલીસ તંત્ર, હોમગાર્ડ, જીઆરડીના જવાનો, એસએસબીના જવાનો તેમજ એસઆરપી વગેરેની ટીમ દ્વારા ફાઈનલ રિહર્સલ ના ભાગરૂપે ની પરેડ યોજાઇ હતી, અને ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધીમાં અનેક જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી.

આ ઉપરાંત આ પરેડ દરમિયાન એસએસબી ના જવાનો સહિતના કાફલા દ્વારા બાઈક પર હેરત ભર્યા પ્રયોગો નું પણ નિદર્શન કરાયું હતું.

Img 20230427 Wa0007

બાઈક રાઈડરો દ્વારા ગૌરવ પથ માર્ગ પર અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, અને ચાલુ બાઇક પર હેરત ભર્યા પ્રયોગો સાથેનું ફાઇનલ રિહર્સલ કરાયું હતું. તેને જોવા માટે અનેક લોકો ગૌરવ પથ માર્ગ પર જોડાયા હતા.

જોકે આજે વહેલી સવારથી ટાઉનહોલ સર્કલથી સાત રસ્તા સર્કલ સુધીનો માર્ગ પબ્લિકની અવરજવર માટે બંધ કરાયો હતો, અને સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.