Abtak Media Google News

સાગર સંઘાણી

કોઈ પણ પ્રેમી ઈચ્છે છે કે તેની પ્રેમ કહાનીને એક સુંદર અંજામ આપી શકે જામનગર જિલ્લાના આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે જેમાં ૨૦ વર્ષની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા જીવન ટુંકાવ્યું હતું . તેણીએ પોતાના પ્રેમીને વિડીયો કોલ કરીને કોલ ચાલુ રાખી આપઘાતનું પગલું ભરી લેતાં ભારે અરેરાટી પ્રસરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના લાલપુર તાલુકાની છે જ્યાં જોગવડ ગામમાં રહેતી અને બ્યુટી પાર્લરનું કામ કરતી ચાંદનીબેન ધર્મેશભાઈ પરમાર નામની ૨૦ વર્ષની કુંભાર જ્ઞાતિની અપરણીથી યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળાફાંસા ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી, પરંતુ ત્યાં તેણીનો મૃતદેહ જ પહોંચ્યો હતો.

આ બનાવ અંગે મેઘપર ગામમાં કેબલનો વ્યવસાય કરતા અને રિલાયન્સમાં મજુરી કામ કરતા તેણીના પિતા ધર્મેશ રમેશભાઈ પરમારએ પોલીસે જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.સી. જાડેજા ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા અને ચાંદનીબેનના મૃતદેહનો કબજો સંભાળી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.

પ્રેમીને વીડીયો કોલ કરીને નજર સામે જ કર્યો આપઘાત

પોલીસની પૂછપરછ દરમિયાન ચાંદનીબેન કે જેઓને જોગવડ ગામમાં જ રહેતા ધર્મરાજસિંહ માધુભા કેર નામના યુવાન સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો, અને ભવિષ્યમાં તેઓ બંને લગ્ન કરવાના પણ હતા. દરમિયાન ગઈકાલે ચાંદનીબેને બપોરના સમયે પોતાના પ્રેમી ધર્મરાજસિંહ ને વિડીયો કોલ કર્યો હતો અને પ્રેમી યુ સાથે ચાલુ વિડીયો કોલમાં વાતચીત કરીને આપઘાતનું કર્યો હતો. પ્રેમીની નજર સમક્ષ જ પંખામાં સાડી બાંધી ગળાફાંસા ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

આ બનાવ પછી ડગાઈ ગયેલા પ્રેમીએ સૌપ્રથમ ચાંદનીબેનના પિતાને ફોન કર્યો હતો, પરંતુ તેનો મોબાઇલ ફોન બંધ આવતો હતો. જેથી પોતાની માતાને ચાંદનીબેનના ઘેર તપાસ કરવા મોકલ્યા હતા, અને તમામ લોકોએ ચાંદનીબેનના દરવાજો ખોલતાં તણી લટકી રહેલી નજરે પડી હતી.
આ સમયે પ્રેમી યુવાન ધર્મરાજસિંહ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ચાંદની બેનને નીચે ઉતારીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ તેણીનું રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.સી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.