Abtak Media Google News
ડોલર સામે ન એકમાત્ર રૂપિયાનું પણ તમામ કરન્સીનું અવમૂલ્યન થઈ રહ્યું હોય, અબતકે 10 ઓક્ટોબરે જ પોતાની થિંક ટેન્ક મુજબ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે રૂપિયો તેની ધૂનમાં ચાલી રહ્યો છે, આગળ તો ડોલર વધી રહ્યો છે : આ વાતમાં નાણામંત્રીએ પણ સુર પુરાવ્યો

રૂપિયો નબળો નથી પડી રહ્યો, ડોલર મજબૂત થઈ રહ્યો છે!!! અબતકની તા.10 ઓક્ટોબરની આ હેડલાઈન નાણામંત્રી નિર્મલા સીતારમનનું નિવેદન બની છે. અમેરિકામાં પોતાના સંબોધનમાં દેશના નાણામંત્રીએ આ વાત કહી હતી.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું કહેવું છે કે ભારતીય રૂપિયો ગગડી રહ્યો નથી, પરંતુ ડોલર મજબૂત થઈ રહ્યો છે. નાણામંત્રી આ દિવસોમાં અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે.

વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે તેમને રૂપિયાની નરમાઈ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આ વાત કહી.નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક રૂપિયાના ઘટાડાને રોકવા માટે શ્રેષ્ઠ પગલાં લઈ રહી છે.

01 7

અબતક એક થિંક ટેન્ક ડેવલપ કરી તે પ્રમાણે અહેવાલો પ્રસિદ્ધ કરે છે. નાણા મંત્રીનું આ નિવેદન આવ્યું તે પૂર્વે અબતક દ્વારા તા.10 ઓક્ટોબરના રોજ રૂપિયો નબળો નથી પડી રહ્યો, ડોલર મજબૂત થઈ રહ્યો છે આ હેડલાઈન સાથે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં પુરાવા પણ રજૂ કરાયા હતા કે ભારતના અર્થતંત્રની સ્થિતિ બીજા દેશો કરતા ઘણી સારી છે. આ ઉપરાંત રૂપિયો તૂટે છે તે પોતાની નબળાઈના કારણે નથી તૂટી રહ્યો, પણ ડોલર મજબૂત થઈ રહ્યો છે. જેના કારણે વિશ્વની મોટાભાગની કરન્સીનું તેની સામે અવમુલ્યન થઈ રહ્યું છે. જેમાં રૂપીયો પણ સામેલ છે. તેમ અહેવાલમાં જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.