Abtak Media Google News

ઉર્જામંત્રી પદ સંભાળવાનો કર્યો ઈન્કાર દેશની કથળતી સ્થિતિને લઈ ઉઠયા સવાલો

પાકિસ્તાન દેશની આર્થિક સ્થિતિ કથળતા અનેકવિધ પ્રશ્નો ઉમરાન ખાન સરકાર સામે ઉભા થયા છે. એમાં પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઉમરાન ખાને તેના નાણામંત્રી અશદ ઉમરને નાણામંત્રી પદ પરથી બદલી ઉર્જામંત્રી તરીકે પદભાર સંભાળવાનું કહ્યું હતું. આ તકે નાણામંત્રી અશદ ઉમરે ટવીટ કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન ઉમરાન ખાને તેમને જયારે ઉર્જામંત્રી બનાવવાની દરખાસ્ત કરી હતી જેનો તેના દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષમાંથી ૬ થી ૮ અબજ ડોલરના રાહત પેકેજના કરાર પર સહમત થયું છે. નાણામંત્રી અશદ ઉમરે પણ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આર્થિક સંકટ સામે ઝઝુમતા પાકિસ્તાન હવે રોકડની તંગીની સમસ્યાથી બહાર આવી જશે અને દેશની અર્થ વ્યવસ્થામાં પણ સુધારો થશે. પાકિસ્તાનના વડાપ્રધાન સત્તામાં આવ્યા બાદ અનેક દેશો પાસેથી નાણાકીય મદદ કરી હતી. આર્થિક અસમંજસનો સામનો કરી રહેલા પાકિસ્તાનની વહારે ચીન સીવાય અન્ય કોઈ દેશ સાથે આવ્યું ન હતું. ત્યારે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષમાં આ અંગેની અપીલ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી જેના કરાર પર પણ કર્યા છે.

અશદ ઉમરે ટવીટ કરી જણાવ્યું હતું કે, હજુ વૈકલ્પીક હોદ્દા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પાકિસ્તાન સરકાર કેટલાક સમયથી આર્થિક સંકળામણ અનુભવી રહ્યું છે ત્યારે સરકારી અધિકારીઓ પણ પોતાની જવાબદારીથી ભાગી રહ્યાં હોય તેવું જોવા મળી રહ્યું છે.

વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, તેઓ આવનારા સમયમાં કેબીનેટના કોઈપણ હોદા સંભાળશે નહીં ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ખરા અર્થમાં એક આશાનું કિરણ પાકિસ્તાનના વિકાસ માટેનું છે. ત્યારે તેને વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, જે કોઈ હવે પાક.નો નાણામંત્રીનો પદભાર સંભાળશે તેને પાકિસ્તાનની આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડશે.

પાક.માં બળજબરીથી થતાં ધર્માતરણના  મુદ્દે હિન્દુઓ આંદોલનના માર્ગે

પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓ પર ધર્માત્રણ અને બળબજરીથી યુવતીઓના લગ્ન જેવા સામાજીક અપરાધો સામે ઉગ્ર દેખાવો શરૂ થઈ ગયા છે. પાકિસ્તાનના પંજાબ પર ગરણાના રહીમ ખાન વિસ્તારમાં હિન્દુ લઘુમતી સમાજ દ્વારા સરકાર પાસેથી પાકિસ્તાનના હિન્દુઓને સંપૂર્ણ સુરક્ષા મળી રહે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. પંજાબના રહીમ ખાન ખાતે ગયા મહિને નયના નામની હિન્દુ છોકરીનું પરિવારની મદદથી તાહીર તમરી નામના યુવકે અપહરણ કરી તેને ધર્માત્રણ કરી લગ્ન કરી લીધા હતા.

આ મુદ્દાથી સમગ્ર પાકિસ્તાનમાં રોષ વ્યાપી ઉઠયો છે. ત્યારે ભોગ બનનાર નયનાના પિતાએ છ શખ્સો સામે પોતાની પુત્રીનું અપહરણ કરી ધર્માત્રણ કરાવી તે અંગેની ફરિયાદ દાખલ કરી હતી. છેલ્લા બે અઠવાડિયામાં આ અંગેનો મુદ્દો ખુબજ વકર્યો છે. જેને લઈ હિન્દુઓ રસ્તા પર ઉતરી રહ્યાં છે. હિન્દુ યુવતીઓના અપહરણ અને ધર્માત્રણની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

જો કે પોલીસે આંદોલનકારીઓને વધુમાં આશ્ર્વાસન આપતા જણાવ્યું હતું કે, તેઓને ખરા અર્થમાં ન્યાય મળશે. રહીમ યાર ખાનના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ તમામ લોકોને એક વિશ્ર્વાસ આપવામાં આવે છે કે, આવનારા દિવસોમાં તેમની સાથે ઘટતી ઘટનાઓ પર પૂર્ણ વિરામ મુકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.