Abtak Media Google News

વચનેષુ કિમ દરિદ્રતા

કોંગ્રેસનું પાંચ કરોડ ગરીબોને વર્ષે ૭૨ હજાર રૂપિયાનું આપવાનું વચન: ભાજપનું ખેડૂતોના ખાતામાં ૬ હજાર રૂપિયા જમા: પ્રજા બનશે આળસુ અને અર્થતંત્ર પર ઘેરી અસરોની દહેશત

ભારતની કમજોરી કે કમનશીબી કહેવી કે દરેક રાજકીય પક્ષો પોતાના વોટ બેન્ક સિકયોર કરવા દેશને પાયમાલી તરફ ઘસેડી રહ્યા છે.તાજેતરમાં જ ખેડુતોના દેવા માફી, ગરીબોની યોજનાઓ અને લોકોને ઘરે બેઠા નાણાં આપી સુખી બનાવવાની જે યોજનાઓ રાજકીય પક્ષો આપી રહ્યા છે તે ખરેખર દેશને પાયમાલી તરફ અને આગામી પેઢીને આળસુ, નમાલી અને નકામી બનાવી દેશે. વાત કરીએ તો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પાંચ કરોડ ગરીબી રેખા નીચે જીવતા લોકોને વાર્ષિક ૭૨ હજાર રૂપિયા આપવાનું જે વચન આપી રહ્યા છે.

જો કોંગ્રેસ સતા ઉપર આવે અને વચન પૂર્ણ કરવાની વાત કરવામાં આવે તો દેશના શું હાલ થાય અને તેની અસરો આગામી દિવસોમાં શું થાય તે નીચેના આંકડાઓ ઉપરથી સાબિત થઈ શકે તેમ છે. હાલમાં સરકારી રેવન્યુની મુખ્ય આવક ડાયરેક ટેકસ અને ઈનડાયરેક ટેકસની રેવન્યુથી જનરેટ થાય છે. હાલમાં ડાયરેક અને ઈનડાયરેક ટેકસ બંનેને જોડવામાં આવે તો વાર્ષિક ૨૦ લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જમા થાય છે અને દેશની ૧૩૦ કરોડની આબાદીની સામે સરકારને રેવન્યુની આવક સીમીત રહેલ છે.

જો ૭૨ હજાર રૂપિયા આપવામાં આવે તો આપણે પ્રજાને આળસુ અને માયકાંગલી બનાવીશું અને દેશમાં નિષ્ઠાવાન અને દેશની ઉન્નતિમાં જે ભાગીદાર બની રહ્યા છે તેઓ લોકો વધારે માયકાગલા અને નકામા બની જશે અને જેની સીધી અસર આવતા દિવસોમાં દેશે ભોગવવી પડે. દેશની સરહદ ઉપર -૩૦ ડિગ્રી ટેમ્પરેચરમાં જવાનો જે ફરજ બજાવી રહ્યા છે તેઓને વધારાનું ભથ્થુ ૧૦૦ રૂપિયા પ્રતિદિન મળે છે. આનો મતલબ એ થયો કે દેશની સુરક્ષા કરતા જવાનો કરતા આળસુ લોકોને રાજકારણીઓ ૨૦૦ રૂપિયા આપી દેશની બરબાદી નોતરી રહ્યા છે.

ભારત ખેતીપ્રધાન દેશ છે અને હજી પણ ૬૫ ટકા લોકો ખેતીની આવક ઉપર નિર્ભર રાખે છે ત્યારે ખેતીને વધુ સક્ષમ બનાવવા ઉત્પાદકતા વધારવા અને ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી શકે તે તરફ પગલા લેવાની જગ્યાએ ખેડુતોના દેવા માફી કે ખેડુતોના ખાતામાં ૬ હજાર રૂપિયા ભરવાની જે યોજનાઓ છે તે નિષ્ઠાવાન અને જે સમયસર દેણુ ભરે છે અને જે દેશની ઉન્નતિમાં કામ કરે તેવા ઉઘ્ધમપ્રેમી ખેડુતોને આપણે નારાજ કરી રહ્યા છીએ.

કોઈપણ દેશની ઉન્નતિ માટે મુડીવાદી એટલે કે કેપીટાલીઝમ પણ ખુબ જ જરૂરી છે. કારણકે દેશનાં વિકાસમાં, ઈન્ફ્રાસ્ટ્રકચરમાં અને જીડીપીનાં ગ્રોથમાં મુડીવાદી પણ ખુબ જ જરૂરી છે. વિશ્વના વિકસિત દેશો કેપીટાલીઝમને લઈને જ સુખી-સંપન્ન બન્યા છે ત્યારે આપણે ડેવલ્પીંગ ક્ધટ્રીમાંથી વિકાસશીલ બનવાની જગ્યાએ જો આળસુ, બેકાર અને નકામા લોકોને વધારે પ્રોત્સાહિત કરશી તો ઉઘ્ધમપ્રેમી પ્રજાની મહેનત એળે જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.