Abtak Media Google News
આસ્થા મેટરનીટી હોમ, ,અર્હમ હોસ્પિટલ, સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પીટલ,  સમર્પણ હોસ્પિટલ,  ડો.નિર્ભય શાહ હોસ્પિટલ પદ્મકુંવરબા હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ  અને કે જે પટેલ હોસ્પિટલમાં મોકડ્રીલ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા આજે  આસ્થા મેટરનીટી હોમ પેડક રોડ,અર્હમ હોસ્પિટલ  પંચવટી મેઇન રોડ, સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પીટલ  યુનિવર્સીટી રોડ,  સમર્પણ હોસ્પિટલ  ગાંધીગ્રામ,  ડો.નિર્ભય શાહ  જંકશન પ્લોટ, પદ્મકુંવરબા હોસ્પિટલ, ગુંદાવાડી, ગોકુલ હોસ્પિટલ કુવાડવા રોડ, અને કે જે પટેલ હોસ્પિટલ કોઠારીયા રોડ જેવી વિવિધ જગ્યાઓમાં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.

ઉપરોક્ત મોકડ્રીલ દ્વારા હોસ્પિટલના ડોકટર, નર્સિંગ સ્ટાફ તથા અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર, સ્ટેશન ઓફિસર  એફ.આઇ.લુવાની,  વાય ડી જાની,  આર.એ.વિગોરા,  ડી ડી ચાંચીયા, એ બી ઝાલા,  એસ આર નડીયાપરા,  એચ પી ગઢવી, તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન ડ્રાઇવર સહિતના સ્ટાફ દ્વારા આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને જાનમાલને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવ્યુ  હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.