Abtak Media Google News

તમિલનાડુ રાજયના શિવાકાશી સ્થિત ૮૬૦ ફેકટરીઓ દેશભરમાં ફટાકડાનો ૮૫% જથ્થો પૂરો પાડે છે: આ ફેકટરીઓના બંધનું એલાન કરાતા ૮ લાખ લોકોની રોજીરોટી પર અસર

તમિલનાડુના શિવાકાશીની ૮૬૦ કરતા વધારે ફટાકડા ફેકટરીઓ અનિશ્ચિતકાળના બંધનું એલાન કર્યું છે. ફેકટરીસ સંચાલકો પર્યાવરણ સંરક્ષણ કાયદામાં છૂટની માંગ કરી રહ્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં આ અંગે દાખલ અરજી પર જલદી સુનાવણીની પણ માંગ કરી રહ્યા છે. જેમાં વાયુ પ્રદુષણને રોકવા માટે દેશભરમાં ફટાકડાના નિર્માણ , વેચાણ અને સંગ્રહ સામે પ્રતિબંધ લાદવાની માંગ કરાઈ છે.

ફટાકડા નિર્માતાઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં પડતર રહેલી આ અરજીઓને કારણે ડીલર ચૂકવણી નથી કરી રહ્યા તેમને ભયય છે કે સુપ્રીમ કોર્ટ જો ફટાકડા પર બેન લગાવી દેશે તા તેમના નાણાં ડૂબી જશે.

શિવાકાશીની આ ફેકટરીઓ બંધ થવાના કારણે ૮ લાખ લોકોની રોજીરોટી પર અસર પડી છે. દેશભરમાં ફટાકડાનો ૮૫% જથ્થો શિવાકાશીથી પૂરો પડાય છે. આમ શિવાકાશીએ ફટાકડા ઉત્પાદનનું હબ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.