Abtak Media Google News

દેણુ કરીને ઘી પીવાય… કયારે…?

મોદી સરકારની ફીસ્કલ ડેફીસીટ પરની માસ્ટર સ્ટ્રેટેજી રંગ લાવી… મજબૂત આંતરમાળખાકીય સુવિધા, સ્ટાર્ટઅપને સહાય અને રોકાણના રસ્તા મોકળા થતા સરકારી આવક અને ખર્ચ વચ્ચેનું અંતર ઘટયું…!!

સરકારે પણ દેવું કરીને ઘી પીધું…. ખાદ્ય પર ધ્યાન કેન્દ્રીત કરી સુવિધાઓ વિકસાવી અને જીએસટી પેટે ડબલ આવક ઉભી કરી

દેવું કરીને પણ ઘી પીવું જોઈએ..!! પણ ક્યારે..?? કહેવાય છે ને કે માંદગીમાંથી બેઠા થઈ વિકાસની રાહે ચડવું હોય તો દેવું કરીને પણ આગળ વધવું જોઈએ. તાજા માજા અને તાકાતવાન થવા માટે ઉછીના રૂપિયા લઈ પણ ઘી પીવું જોઈએ. પણ ઘી પીને જો તાકાતવાનની જગ્યાએ સુસ્ત થઈ બેઠા રહીએ તો દેવું કાળ પણ બની શકે..!! આમ, ઉછીના નાણા વડે જો આગળ વધ્યા અને બાદમાં વ્યાજ સહિત મૂડી પરત કરી દઈએ તો ઉછીના લીધેલાં નાણાંનો સદુપયોગ થયો ગણાય પરંતુ જો આમ ન થાય તો દેવાળું ફૂંકાઈ જાય..!!

ટૂંકમાં સમજ્યા વગર કરેલું દેવું ક્યારેક દવા પીવડાવવાનો વારો પણ લાવી શકે..!! આજ વાત મોદી સરકારની આર્થિક રણનીતિ પર પણ લાગુ પડે છે. જેનો મુખ્ય પાયો છે રાજકોષીય ખાદ્ય. કેન્દ્ર સરકારનું છેલ્લાં 2 વર્ષનું બજેટ રાજકોષીય ખાદ્ય પર આધારિત રહ્યું છે, રાજકોષીય ખાધની આ રમત અર્થતંત્ર માટે ખૂબ જરૂરી છે. અને ભારતની આ રાજકોષીય ખાદ્યની ઘટતી ગણતરી દેશના અર્થતંત્રને વધુને વધુ મજબૂતાઈ પુરી પાડી રહી છે.

રાજકોષીય ખાદ્ય એટલે સરકારની આવક અને ખર્ચ વચ્ચેનું અંતર. અને અર્થતંત્રમાં આવક હમેંશા ખર્ચ કરતા વધુ હોય તો જ હકારાત્મક પાસું ગણાય. પણ દેવું કરીને ધી પીવાયની જેમ…. ઉછીના નાણાં લઈ તેનો સદુપયોગ કરી બળવાન થવું પણ એક માસ્ટર સ્ટ્રેટેજી છે. મોદી સરકારે પણ આ સ્ટ્રેટેજી અપનાવી દેવું કરીને ઘી પીધું છે. બજેટમાં રાજકોષીય ખાધની મોટી જોગવાઈ કરી આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવી છે, નવા નવા સ્ટાર્ટઅપ વધુને વધુ ઊભા થાય તે માટે સહાય આપી છે.

નાના એકમો-ઉદ્યોગકારોને આર્થિક સહાય મળી રહે તે માટે યોજનાઓ બહાર પાડી છે. એમાં પણ આ કોરોનાકાળમાં ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે જે ફેરફારો થયા છે તેના પગલે હોસ્પિટાલિટી વધુ મજબૂત બની છે. આ તમામ વિકાસ કામોને પગલે સરકારને વળતરમાં જીએસટી પેટે બમણી આવક મળી રહી છે. જેના પગલે સરકારની આવક અને ખર્ચ વચ્ચેનું અંતર સતત ઘટી રહ્યું છે. જે અર્થતંત્ર માટે એક મોટા હકારાત્મક પાસા સમાન છે.

તાજેતરમાં રેટિંગ એજન્સી ફિચે તેનો અંદાજ રજૂ કર્યો છે કે જો ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય હાંસલ ન થયું હોય, તો પણ અપેક્ષા કરતાં વધુ સારી આવકના કારણે કેન્દ્ર સરકાર રાજકોષીય ખાધને કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 6.6 ટકા પર રાખી શકે છે.

ફિચે કહ્યું છે કે ભારતના વિકાસના અંદાજ સાથે સંકળાયેલા જોખમો મધ્યમ ગાળામાં હળવા થઈ રહ્યા છે. આમાં, રોગચાળા પછી આર્થિક પ્રવૃત્તિ પુનઃસ્થાપિતનો સમાવેશ છે. ફિચ રેટિંગ્સ ડિરેક્ટર (એશિયા-પેસિફિક) જેરેમી ઝૂકે કહ્યું કે મેક્રો-ઈકોનોમિક અસંતુલન સર્જ્યા વિના દેવાના બોજને ઘટાડવા અને રોકાણ અને વૃદ્ધિના ઝડપી દરને ઘટાડવા માટે મધ્યમ ગાળામાં વિશ્વસનીય નાણાકીય વ્યૂહરચના અપનાવીને ભારત તેના આર્થિક દૃષ્ટિકોણને “સ્થિર” કરી શકે છે.

શું છે રાજકોષીય ખાદ્ય? અર્થતંત્ર માટે જરૂરી કેમ?

સરકારની આવક અને ખર્ચ વચ્ચેના તફાવતને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. આ ઉણપને પહોંચી વળવા માટે લોકો પાસેથી પૈસા લેવા પડે છે. મતલબ કે સરકાર જાહેર સાહસોમાં જનભાગીદારી વધારે,, અથવા દેવું કરીને ઘી પીવાની સ્ટ્રેટેજીની જેમ ખર્ચને વધવા દઈ જઈ રોકાણ કરી આવકના નવા સ્ત્રોત ઉભા કરે. જે અર્થતંત્ર માટે ખાસ જરૂરી છે. અર્થતંત્રમાં તરલતા માટે આ પ્રકારની વ્યૂહરચના પણ

જરૂરી છે. નોંધનીય છે કે ફિચ અને અન્ય બજાર વિશ્લેષકોના મતાનુસાર કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને જીડીપીના 6.6 ટકા સુધી લાવવામાં સફળ થશે. તેની પાછળ મહેસૂલ વસૂલાતનો ફાળો અપેક્ષા કરતાં સારો રહેશે. જણાવી દઈએ કે આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં રાજકોષીય ખાધનો આંકડો આ બજેટ અંદાજના 35 ટકા સુધી પહોંચી ગયો હતો.

ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઈન્કમ

કોરોના મહામારીની નકારાત્મક અસરો પાછળ છોડી ભારતીય અર્થતંત્ર પુરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે ત્યારે આમાં સરકારની રાજકોષીય ખાધ ઉપરની વ્યૂહરચના મહત્વનો ફાળો ભજવી રહી છે. હાલ થ્રી આઈ અર્થતંત્રના ટકાઉ વિકાસ અને વૃદ્ધિ માટે મહત્વના બન્યા છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનકમનો સમાવેશ છે. સરકારે રાજકોષીય ખાધ થકી આંતર માળખાકીય સુવિધાઓ ઊભી કરી જેના મારફત વળતર પેટે સરકારને ઘરેલુ તેમજ વિદેશી ભંડોળ મળતું થયું જેના પરિણામે સરકારની આવક સતત વધતી થઈ.

દર મહિને GST આવક 1 લાખ કરોડને પાર…

સરકારની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- જીએસટીની આવક સતત વધતી જઈ રહી છે. આ ઇન્ક્રીઝ ટ્રેન્ડ ગત ઓગસ્ટમાંથી શરૂ થયો હતો. ફિચના રિપોર્ટ અનુસાર, સરકારે તાજેતરમાં પેટ્રોલ-ડીઝલ તેમજ ખાદ્યતેલોની ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે પરંતુ આ ઘટાડા છતાં સરકારની જીએસટીની આવક રેકોર્ડ તોડશે. કેન્દ્રની મોદી સરકારે હાલમાં જ પેટ્રોલ-ડિઝલ પરની એકસાઈઝ ઘટાડીને તથા કેટલીક આયાત જકાત ઘટાડા તેથી કેન્દ્રની સીધા તથા આડકતરા વેરાની કુલ આવકમાં

રૂા.75000 થી રૂા.80000 કરોડની ઘટ જવાની સંભાવના વચ્ચે પણ ચાલું નાણાકીય વર્ષ 2021-22માં કેન્દ્રની વેરા આવક તેના લક્ષ્યાંક કરતા પણ વધુ હશે તે નિશ્ચિત બની રહ્યું છે. કારણ કે, પેટ્રોલ-ડીઝલ, ખાધતેલોમાં આયાત-જકાતથી નજીવો ઘટાડો થશે તો સામે નવા સ્ટાર્ટઅપ, નવા એકમો ધમધમતા તેના ટેક્સ થકી થતી આવક અનેક ગણી વધી છે.ઓકટોબર સુધીમાં સીધા કરવેરાની આવક રૂા.6 લાખ કરોડ જેટલી રહી છે અને જીએસટીનું માસીક કલેકશન રૂા.1.15 લાખ કરોડ સરેરાશ આ નાણાકીય વર્ષમાં રહેવાની ધારણા છે અને તેથી એકંદરે માર્ચના અંતે સરકારે જે કુલ વેરા આવકની ગણતરી રાખી હતી તેના કરતા પણ વધુ આવક થવાની શકયતા છે.

અર્થતંત્રનું બેરોમીટર શેર બજાર પણ જવાબદાર, ગ્લોબલ IPO માર્કેટ 45 લાખ કરોડને પાર

દેશમાં કૌશલ્યવાન નવાણીયાઓ ફૂલી ફાલી રહ્યા છે. નવા નવા સ્ટાર્ટઅપ ઉભા થયા છે. જેમનું બીએસઇ, એનએસઇ પર લિસ્ટિંગ વધી રહ્યું છે. આમ, આ કારણોસર અર્થતંત્રનું બેરોમીટર ગણાતા એવા શેરબજારનો ઈન્ડેક્સ પણ વોલેટાઈલ ઝોનમાં થઈ વધી રહ્યો છે. ગ્લોબલ આઇપીઓ એક પછી એક રેકોર્ડ તોડી રહ્યા છે. કોરોના હળવો થતા

લોકડાઉન ખુલતા સમગ્ર વિશ્વમાં તરલતાની સ્થિતિમાં સુધારો થયો છે અને શેરબજારો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી રહ્યા છે. જો દુનિયાભરના ઈંઙઘ માર્કેટની વાત કરીએ તો કંપનીઓના વધતા વેલ્યુએશનના કારણે વૈશ્વિક ઈંઙઘ માર્કેટે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ કેલેન્ડર વર્ષના અંતમાં હજુ 6 અઠવાડિયાથી વધુ સમય બાકી છે, ત્યારે અત્યાર સુધીમાં 2850થી વધુ વ્યવસાયિક એકમો, સ્ટાર્ટઅપએ ઈંઙઘ દ્વારા 600 બિલિયન એટલે કે રૂપિયા 45 લાખ કરોડ કરતાં પણ વધુ રૂપિયા એકત્ર કર્યા છે. અગાઉ વર્ષ 2007માં આઈપીઓ માર્કેટમાં સોદાની સંખ્યા અને રકમના સંદર્ભમાં વિક્રમ સર્જાયો હતો. જે હવે તૂટી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.