Abtak Media Google News
  • ઝઘડાનું નાટક કરી ત્રણ શખ્સો રૂા.5 લાખની રોકડ સાથેનું એક્ટિવા લઇ ભગા ગયા’તા: ચુનારાવાડ ચોકમાંથી ચારેયની એસઓજીએ ધરપકડ કરી એક્ટિવા અને રોકડ કબ્જે કર્યા
  • સીસીટીવી ફુટેજ મેળવી પોલીસની વિવિધ ટીમ પગેરૂ દબાવી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

શહેરના રાજનગર ચોક પાસે ગઇકાલે સમી સાંજે એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સોએ જંતુનાશક દવાની ફેકટરીમાં કામ કરતા કર્મચારી સાથે ઝઘડનાનું નાટર કરી રૂા.5 લાખની રોકડ સાથેના એક્ટિવાની લૂંટ ચલાવ્યાની ચકચારી ઘટનાનો ભેદ ઉકેલવા રાતભર સમગ્ર શહેરની પોલીસ દ્વારા દોડધામ કરી સીસીટીવી ફુટેજના આધારે પગેરૂ દબાવી લૂંટના ગુનામાં સંડોવાયેલા બે બાળ આરોપી સહિત ચાર શખ્સોને ચુનારાવાડ ચોકમાંથી ઝડપી લેવામાં એસઓજીને મહત્વની સફળતા મળી છે.

મવડી વિસ્તારમાં આવેલા ઉદયનગર શેરી નંબર 10માં માધવ એપાર્ટમેન્ટમાં રહેતા અને કોઠારિયા ચોકડી પાસે સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલસુફલામ કેપ્સ નામની જંતુનાશક દવાની કંપનીમાં પ્રોડકશન મેનેજર તરીકે નોકરી કરતા વિશાલભાઇ અનિલભાઇ ધોરેચાએ રાજનગર માયાણી ચોક પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ લાફા મારી રૂા.5 લાખની રોકડ સાથેનું એક્ટિવા લઇ ભાગી ગયાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વિશાલ ધોરેચા ગઇકાલે બપોરે જંતુનાશક દવાની ફેરટરી પર હતો ત્યારે ફેકટરી માલિક યોગેશભાઇ ગોધાણીએ ગોંડલ રોડ પર બોમ્બે હોટલ ચોક પાસે પ્લેનેટ આર્કેટ કોમ્પ્લેક્ષમાં આવેલી એનઆર આંગડીયા પેઢીમાંથી રૂા.5 લાખનું પાર્સલ લઇ માયાણી ચોકમાં આવેલા બેકબોન કોમ્પ્લેક્ષમાં દવાની બોટલમાં લગાવવાના સ્ટીકર લેવવા મોકલ્યો હતો.

વિશાલ ધોડેચા આંગડીયા પેઢીમાંથી રૂા.5 લાખનું પાર્સલ લઇ માયાણી ચોક પહોચ્યો ત્યારે કાળા કલરના એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સો પૈકી બે શખ્સોએ ઝઘડો કરી બે ઝાપટ મારતા વિશાલ ધોડેચાના ચશ્માં પડી જતા તે શોધી રહ્યો હતો ત્યારે ત્રણ શખ્સો પૈકી એક શખ્સ વિશાલ ઘોડેચાનું એક્ટિવા લઇ જતો રહ્યો હતો ત્યાર બાદ અન્ય બે શખ્સો પોતાના એક્ટિવા પર ભાગી ગયા અંગેની માલવીયાનગર પોલીસમાં માત્ર 30 જ સેક્ધડમાં ઝઘડાનું નાટક કરી રૂા.5 લાખની રોકડ સાથેનું પાર્સલની આશરે 25 થી 30 વર્ષની ઉમરના ગુજરાતી ભાષા બોલતા શખ્સોએ લૂંટ ચલાવી ફરાર થઇ જતા ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ.વાય.બી. જાડેજા, જે.વી.ધોળા, એસઓજી પીઆઇ જે.ડી.ઝાલા, માલવીયાનગર પી.આઇ. કે.એન.ભુકણ, પી.એસ.આઇ. મહેશ્ર્વરી, ડી.વી.ખેર અને મશરીભાઇ ભેટારીયા સહિતના સ્ટાફ માયાણી ચોકમાં બેકબોન ચોક ખાતે પહોચી સમગ્ર લૂંટની ઘટનાના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા લૂંટારા બંને એક્ટિવા લઇ ગુરૂકુળ બ્રીજ પહોચી વિશાલ ઘોડેચાના એક્ટિવાની ડેકીમાંથી રૂા.5 લાખનું રોકડ સાથેનું પાર્સલ લઇ એક્ટિવા રેઢુ મુકી ભાગી ગયાના ફુટેજ મળ્યા છે. લૂંટારા ગોંડલ રોડ પરની આંગડીયા પેઢીથી જ વિશાલ ઘોડેચાનો પીછો કરતા આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે સૌ પ્રથમ એક્ટિવા ગુરૂકુળ બ્રીજ પાસેથી શોધી કાઢી સીસીટીવી ફુટેજની મદદથી પગેરૂ દબાતા લૂંટના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સો ચુનારાવાડ ચોક નજીક થોરાળા પોલીસ મથકની સામે હોવાની એસઓજીના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણ મળેલી બાતમીના આધારે ચુનારાવાડ ચોકના મહેન્દ્ર ઉર્ફે લાલો દિનુ ગીડા, મોરબી પાસેના વાવડી ગામના ચિરાગ સંજય જાદવ અને બે બાળ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓએ લૂંટનો ગુનો કબુલ કરતા પોલીસે તેની પાસેથી લૂંટેલા રૂા.5 લાખ પુરેપુરા કબ્જે કર્યા હતા. લૂંટના ગુનામાં ઝડપાયેલા ચાર શખ્સો પહેલા એક બાળ આરોપી તાજેતરમાં જ માતાના પ્રેમીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.