Abtak Media Google News

જમ્મુ-કાશ્મીર બોર્ડર પર ભારતીય સેના એ મોટી કાર્ય વાહી હાથ ધરી છે. જમ્મુ બોર્ડરના રાજૌરી એરિયામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ભારત તરફથી પાંચ પાકિસ્તાની સૈનિકોને  ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે.

580568 Indian Army File Photo 2રાજૌરી અને પૂંછ વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી સતત ગોળીબાર ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેવા ગામની આજુ-બાજુ પાક સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનની ઘણી પોસ્ટ પણ તોડી પાડવામાં આવી છે.બોર્ડર પર પાકિસ્તાન દ્વારા સતત નાપાક હરકત કરવામાં આવી રહી છે. બોર્ડર પર આતંકીઓની ધુસણખોરી કરાવવા માટે પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર કરવામાં આવતો હોય છે. ભારત પાકિસ્તાનને તેમની જ ભાષામાં જવાબ આપી રહ્યા છે.

નોંધનીય છે કે, તાજેતરમાં સરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા વિસ્તારોમાં રહેતાં લોકોની મુશ્કેલી ઓછી કરવા માટે 14,460 બંકરોના નિર્માણની મંજૂરી આપી છે. આ સિવાય જમ્મૂ-કાશ્મીર માટે બે નવી બોર્ડર બટાલિયન બનાવવા માટેની મંજૂરી પણ સરકારે આપી દીધી છે.

Indian Army

આ 14,460 બંકરોનું નિર્માણ સાંબા, જમ્મૂ, કઠુઆ, પૂંછ અને રાજૌરીમાં કરવામાં આવશે. આ પહેલાં 2016-17 દરમિયાન 3 કરોડ રૂપિયાના ખર્ચથી 60 બંકરો બનાવવા માટે પાયલટ પરિયોજનાને પણ મંજૂરી આપવામાં આવી હતી જે હવે પૂરી થઈ ગઈ છે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.