નવસારીના ખારેલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતથી મુંબઈ તરફ ફૂલ સ્પીડમાં જતી કાર ડિવાઈડર કુદાવીને સામેના ટ્રેક પર ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી. એક્સિડન્ટ એટલો પ્રચંડ હતો કે કારમાં સવાર તમામ પાંચેય યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.કારના પતરા વચ્ચેથી મૃતદેહોને કાઢવાની કામગીરી હાથ ધરવી પડી હતી.

 નવસારી નજીક ખારેલ હાઈ વે પર ઈન્ડિગો માંઝા નંબર (જીજે 5 સીએન 0289)નો પ્રચંડ એક્સિ઼ડન્ટ સર્જાયો હતો. સુરત પાસિંગની કારમાં તમામ મૃતકો સુરતના વતનીઓ હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે.

અકસ્માતનાં પગલે આસપાસનાં લોકોનાં ઘટનાસ્થળે ટોળા ઉમટી પડ્યા હતાં અને 108 પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.