Abtak Media Google News

વિકાસને વેગવંતો બનાવવા તથા બેરોજગારીને નાથવા મંત્રી મંડળની બે સમિતિઓની રચના કરતા વડાપ્રધાન મોદી

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં વિકાસ અને બેરોજગારી હટાવવાનું વચન આપીને બહુમતિ સાથે સત્તામાં આવેલી મોદી સરકાર આ વચનોને પુરા કરવા એકશનમાં આવી ગઇ છે. ભારતીય અર્થતંત્રમાં જોવા મળતી મંદી અને દેશમાં બેરોજગારીના વધતા સ્તરની ચિંતિત બનેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે બે નવી કેબીનેટ કમીટીઓની રચના કરી છે. આ બન્ને કમીટીમાં નિયુકત કરાયેલા મંત્રીઓ વડાપ્રધાન મોદીની સીઘ્ધી નજર હેઠળ દેશના આર્થિક વિકાસને ગતિ આપવા નવા રોકાણ માટે યોગ્ય વાતાવરણ બનાવવા તથા રોજગારીના નવા અવસરો વધારવા પોતાના સુચનો આપશે.

Advertisement

વિકાસ અને રોકાણ વધારવા બનાવવામાં આવેલી પાંચ સભ્યોની કેબીનેટ કમીટીમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સિતારમન, માર્ગ પરિવહન મંત્રી નીતીન ગડકરી અને રેલવે મંત્રી પિયુસ ગોયલની નિમણુંક કરવામાં આવી છે. જયારે રોજગારી અને કૌશલ વિકાસ માટે દસ સભ્યોની કેબીનેટ કમીટી બનાવવામાં આવી છે જેમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સિતારમન, રેલવે મંત્રી પિયુષ ગોયલ, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશંક, પેટ્રોલીયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાન, કૌશલ વિકાસ મંત્રી સંતોષ ગંગવાર તથા શહેરી વિકાસ રાજયમંત્રી હરદીપસિંહ પુરીની આ કમીટીમાં નિમણુંક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, નવી બનેલી મોદી સરકાર સામે અર્થતંત્રમાં જોવા મળતી મંદી મોટી સમસ્યા તરીકે ઉપસી આવી છે. ગત નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ ના ચોથા કવાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ ધટીને ૫.૮ ટકા પર આવી ગયો હતો. જેને લઇને ગત આખા નાણાકીય વર્ષનો આર્થિક વિકાસ દર ઘટીને ૬.૮ ટકા પર આવી જવા પામ્યો હતોે. જે ગત મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં સૌથી ઓછો વિકાસ દરનું સ્તર છે. મોદી સરકારે ૨૦૧૮-૧૯ ના નાણાકીય વર્ષ માટે જીડીપીનો વિકાસ દર ૭.૨ ટકા રાખવાનો લક્ષ્ય રાખ્યો હતો. આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ૦.૦૪ ટકા પાછળ રહી જવા પામ્યું હતું. જેથી વડાપ્રધાન મોદીએ વિકાસના એન્જીનને ફરીથી દોડતું કરીને નવા રોકાણને લાવવા તેમની અઘ્યક્ષતામાં ખાસ કેબીનેટ સમીટીની રચના કરી છે.

તેવી જ રીતે રોજગારીનું નિર્માણ કરવા અંગેના આવેલા આંકડાઓએ પણ મોદી સરકારે ચિંતામાં મુકી દીધી હતી. ૩૦ મે એ મોદી સરકારના શપથ ગ્રહણના એક દિવસ બાદ આવેલ. પીરીયોડીક લેબર ફોર્સ સર્વે (પીએલ એફએસ) ના વાર્ષિક આંકડાઓમાં દેશમાં બેરોજગારી દર ૬.૧ ટકા હોવાનું બહાર આવ્યું હતું. આ બેરોજગારી દર ના આંકડા જુલાઇ ૨૦૧૭થી જુલાઇ ૨૦૧૮ વચ્ચેના જાહેર થયા હતા. આ બેરોજગારી દરની ટકાવારી છેલ્લા ૪પ વર્ષમાં સૌથી વધારે હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં રોજગારી વધારવા લેવા જરુરી પગલાઓની માહીતી મેળવવા ખાસ કેબીનેટ સમીતીની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.

મોદી સરકારના આ બે કેબીનેટ સમીતી બનાવવાના પગલાની નિષ્ણાતોએ પ્રસંશા કરી છે. બેન્ક ઓફ અમેરિકાના ભારત ખાતેના વડા કાકુ નખાતે આ અંગે જણાવ્યું હતું કે આ બે કેબીનેટ સમીતીઓની રચનાથી દેશમાં એફડીઆર આકર્ષવા ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ અને રોજગારીના વિકાસના માર્ગો ને આકર્ષવા નવી સરકારની દઢ પ્રતિબઘ્ધતા સુચવે છે. મોદી સરકાર મેન્યુફેકચરિંગ સેકટરમાં વધુ રોકાણ કરાવવા માગે છે. મોદી સરકારે તેના પ્રથમ પાંચ વર્ષના કાર્યકાળ  દરમ્યાન કૌશલ્ય વિકાસ પર ભાર મુકયો હતો. તેમાં ઇચ્છીત પરિણામ મેળવવામાં નિષ્ફળતા મળતા વડાપ્રધાન મોદીએ નવા કાર્યકાળમાં કૌશલ્ય વિકાસ મંત્રાલયની જવાબદારી ડો. મહેન્દ્રનાથ પાંડેને સોંપી છે.

આરબીઆઇ રેપોરેટમાં મૂકશે કાપ ખેડૂતો સહિત ઉદ્યોગોને મળશે લાભો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની બીજી ઇનીંગના પ્રારંભમાં જ દેશ  સર્વાગી વિકાસ અને ખાસ કરીને આર્થિક ક્ષેત્રે ક્રાંતિકારી પગલાઓ લેવાનું શરુ કર્યુ છે. સરકારની પ્રથમ કેબીનેટમાં જ વડાપ્રધાન કિશાન યોજનામાં નાના સિમાંત ખેડુતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક મદદની યોજનાનો લાભ મોટા ખેડુતો સુધી વિસ્તારવાનું ઉપરાંત ખેત મજુરો અને નાના વ્યાપારીઓને વિમા કવચ જેવા ઉદાર ફેસલા બાદ રીઝર્વ બેંકે બજારની આર્થિક મંદીને ઘ્યાને લઇ ગઇકાલે સતત બીજીવાર વ્યાજદર ૦.૨૫ ટકા  નો ઘટાડો જાહેર કર્યો છે. જેનાથી રેપોટકેટ હવે છેલ્લા એક વર્ષની નિચલી સપાટીએ આવી ગયો છે.

જો કે આ કાપ રીઝર્વ બેન્કે આર્થિક નીતીને તટસ્થ રીતે જાળવી રાખવા અપનાવ્યું છે. ગર્વનર શકિતકાંતદાસની આગેવાનીમાં સિમિતિની બે દિવસથી ચાલી રહેલી બેઠક બાદ છ માંથી ચાર સભ્યોએ રેપોરેટદર ના ધટાડાનો પક્ષ લીધો હતો. બે સભ્યો એ રેપોરેટ યથાવત રાખવાનો પક્ષ રાખ્યો હતો. રેપોરેટ વ્યાજદરમાં ૦.૨૫ ટકા નો ધટાડો કર્યા બાદ છ ટકા સુધી આવી ગયો છે જેનાથી બેન્કોની રિઝર્વ બેન્ક પાસેથી લોન લેવાની પડતર ઘટી જશે અને તેનાથી આશા ઉભી થઇ છે કે બેન્ક આ સસ્તા દરની પડતર લોનનો લાભ તેના ગ્રાહકો સુધી પહોચાડશે. રેપોરેટના ધટાડાથી બેન્કોમાંથી મકાન દુકાન અને વાહન માટે લેવાનારી લોન સસ્તા દરે મળી  શકે છે. આ અગાઉ રિઝર્વ બેન્કે ફેબ્રુઆરી-૨૦૦૯ ના રોજ રેપોરેટમાં ૦.૨૫ ટકા નો ધટાડો કર્યો હતો. જેનાથી દર ૦.૨૫ ટકા પર આવી ગયો હતો. ગઇકાલે બીજીવાર ધટાડા બાદ રેપોરેટ દર ૬ ટકા સુધી આવી ગયો છે.

આ અગાઉ રેપોરેટ ૬ ટકા સુધી આવી ગયું હતું. રીઝર્વ બેન્કના સુત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મુદ્વા સ્થિતીને ૪ ટકા સુધી યથાવત રાખવાની મઘ્યવર્ગીય સ્થિતિના લક્ષ્યને પ્રાપ્ત કરવાની સાથે સાથે આર્થિક વિકાસ દરનો વેગ આપવા રેપોરેટમાં ધટાડો કરવામાં આવ્યો છે.

આ સાથે રિઝર્વ બેન્કે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનાના સમયગાળા માટે નાણાકીય સ્થિતિના વિકાસ દરના પૂર્વાનુમાનને ૨.૯ થી ૩ ટકા સુધી રાખ્યું છે. જેનાથી ખાદ્ય પદાર્થો અને ઇંધણના ઓછા ભાવ અને આગામી ચોમાસું  સારુ રહેવાની આશાને લઇને રાખવા માં આવ્યું છે. સૌથી પહેલા જાન્યુઆરી- ફેબ્રુઆરીની આર્થિક પરિસ્થિતિ માટે ઇંધણ નો ભાવ ધટાડો અને વરસાદ સારો રહેવા ના કારણે કેટલાક આશાવાદી લક્ષ્ય રાખવામાં આવ્યા હતા. હવે રીઝર્વ બેન્કે રેપોરેટ વ્યાજ દરમાં ધટાડો કરી અર્થતંત્રને જે રીતે વેગ આપવાનો પ્રયાસ કર્યો છે તેમાં સારા પરિણામ ની આશા સેવાઇ રહી છે.

બે તબકકામાં રેપોરેટના ધટાડાથી ૬ ટકા ના નીચા દર સુધી પહોચેલા રેપોરેટના દરના કારણે બેન્કોને સરેરાશ માજીનલ કોસ્ટમાં પણ ફેરફાર થયું છે તેમ છતાં જાન્યુઆરીથી એપ્રિલ-૨૦૧૯ સુધી માં માર્જીનલ કોસ્ટ ૧૦.૩૮ થી વધીને ૧૦.૪૨ સુધી પહોચ્યો છે. ૨૦૧૯ ના વર્ષ દરમિયાન ભંડોળના મુલ્યને ઉંચુ લાવવા માટે રેપોરેટ નો કાપ જરુરી હતો. ડીપોઝીટ નો રેટ લોન કરતા નીચો રહેશે.

નાણાકીય વર્ષ ૨૦૧૯ સુધીમાં થાપણ વૃઘ્ધિ નો ૧૦ ટકા નો દર ર૦ ટકા ની ઋણ વૃઘ્ધિથી નીચો રહેવા પામ્યો છે. એસબીઆઇ જેવી મોટી બેન્કોના થાપણદરો રપમાં નાક સુધી નીચે આવશે  બેન્ક ઓફ ઇન્ડીયા અને બેંક ઓફ બરોડા જેવી મોટી બેન્કોએ અગાઉ આર્થિક પ્રવાહી સ્થિતિની આકરી પરિસ્થિતિમાં ધિરાણના દર વધારીયા હતા. આર.બી.આઇ. હવે બેંકોની પ્રવાહી સ્થિતિના નિવારણ માટે ડોલરના ધસારા વચ્ચે સરકારી બોન્ડ પરત લેવાની દિશામાં આગળ વધીને ભંડોળ સસ્તુ કરવાના પ્રયાસો સ્થિતિમાં કેટલાક ક્ષેત્રોમાં ખરીદારોના ભંડોળ ધટશે.

નવી આર્થિક પરિસ્થિતિનો દેશના અર્થતંત્ર પર મોટા પ્રભાવ પડશે બેન્કીંગ અને તેના સંલગ્ન આર્થિક ક્ષેત્ર પર ઉંચા એન.પી.એ. આર્થિક મંદી નાદારીના મુદ્દાઓ જેવા નકારાત્મક પરિબળો પર અર્થતંત્ર પર અસર કરશે તેમ આર્થિક નિષ્ણાંત કુમારસિન્હાએ પોતાનો મત વ્યકત કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.