Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે કાલે  યાજ્ઞિક રોડ સ્થિત  ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 યોજાશે.જેમાં જર્મની, ઈરાક, મલેશિયા, ઈઝરાઈલ, ઇટાલી, જોર્ડન, કોરિયા, લેબનોન, નેપાળ, નેધરલેંડ, યુ.કે., જોર્જિયા, ઇસ્ટોનિયા સહિતના દેશોના પતંગવીરો જોડાશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ  સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.

Advertisement

જર્મની, ઈરાક, મલેશિયા, ઈઝરાઈલ, ઇટાલી, જોર્ડન, કોરિયા, લેબનોન, નેપાળ, નેધરલેંડ, યુ.કે., જોર્જિયા અને ઇસ્ટોનિયા સહિતના દેશોના પતંગવીરો જોડાશે

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભારત દેશના બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ સહિતના રાજ્યોના પતંગવીરો જોડાનાર છે. કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા,સાંસદ  રામભાઈ મોકરીયા,  શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ,  રમેશભાઈ ટીલાળા,પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડના કમિશનર અને મેનેજીંગ ડીરેક્ટર ડો.સૌરવ પારધી,  શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા અને મહાપાલિકાના અધિકારી-કર્મચારી વગેરે ઉપસ્થિત રહેશે. કોર્પોરેશનના પદાધિકારીઓએ શહેરીજનોને આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોડાવા તેમજ નિહાળવા ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.