Abtak Media Google News

ઈડિયટ બોકસ !!!???

સાંપ્રત સમયમાં ટીવી જોનાર વર્ગમાં ૪૩ ટકાનો જોવા મળ્યો વધારો

હાલ લોકડાઉનમાં અનેકવિધ લોકો ઘરમાં લોક થઈ ગયા છે. તેઓ તેમનો સમય પસાર કરવા માટે અનેકવિધ પ્રવૃતિઓ પણ કરતા નજરે પડે છે જેમાં  સૌથી વધુ વિશ્ર્વાસપાત્ર માધ્યમ હોય તો તે ટેલીવિઝન છે તેમ અનેકવિધ લોકો દ્વારા જાણવામાં આવી રહ્યું છે. લોકો જયારે કોઈપણ પ્રવૃતિથી કંટાળી જતા હોય ત્યારે તેઓ ટીવી જોવાનું વધુ પસંદ કરે છે અને લોકોનું માનવું છે કે, માહિતી અને મનોરંજન માટે ટીવી સૌથી વિશ્ર્વાસપાત્ર માધ્યમ છે. હાલના કોરોનાનાં કહેર વચ્ચે લોકો ટીવી ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને તેના પર ભરોસો પણ મુકી રહ્યા છે. ઘણા લોકો ટીવીનું ભવિષ્ય આંધળુ હોવાનું જણાવે છે પરંતુ વૈશ્ર્વિક આપતિનાં સમયમાં લોકો જો કોઈ માધ્યમ ભરોસો મુકતા હોય તો તે ટીવી હોવાનું સામે આવ્યું છે.

બાર્ક ઈન્ડિયાનાં જણાવ્યા મુજબ ત્રીજી એપ્રિલ સુધી ટીવીનાં વપરાશકર્તા ૧.૨૭ ટ્રિલિયન મિનિટનો આંકડો સામે આવ્યો છે કે જે ૪૩ ટકાથી વધુ હોવાનું સામે આવ્યું છે. સર્વે આધારે આ આંકડો લોકડાઉન પૂર્વેનો હતો પરંતુ લોકડાઉનમાં આ આંકડો ખુબ જ આગળ વઘ્યો છે. જયારે વિડીયો સ્ટ્રીમીંગની સર્વિસમાં ઘટાડો જોવા મળ્યો છે જે માત્ર ૧૨ ટકા જ રહેવા પામ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ટીવી જોનાર વર્ગમાં અનેકગણો વધારો પણ નોંધાયો છે જેમાં નોનપ્રાઈમ ટાઈમ સમયમાં લોકો સૌથી વધુ ટીવી જોતા હોવાનું પણ સામે આવ્યું છે. ઘણાખરા તજજ્ઞો દ્વારા એ વાત પણ સામે આવે છે કે, હાલ ટીવી ચેનલોનાં માલિકો આવનારા એક સપ્તાહ માટેનો જ પ્લાન કરતા હોય છે ત્યારે લોકડાઉન બાદ ફરીથી ટીવી જોનાર લોકોની સંખ્યામાં વધારો થશે.

હાલનાં સમયમાં ચેનલો ક્ધટેન્ટ ઉપર નહીં પરંતુ લોકોને સ્પર્શતી વિગતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેથી લોકોને પોતિકુ લાગે. કહેવાય છે કે ટેલીવિઝન ઈઝ ધ ઈડિયટ બોકસ પણ આ યુકિત ઉપર હવે પ્રશ્ર્નાર્થ મુકવામાં આવ્યો છે જેનું એકમાત્ર કારણ એ છે કે લોકો હવે ટેલીવિઝન ઉપર સૌથી વધુ મદાર રાખે છે અને ભરોસો પણ સૌથી વધુ ટીવી પર જ જોવા મળી રહ્યો છે. આ સમયમાં જે રીતે રામાયણ, મહાભારત જેવી સીરીયલોનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે તેનાથી લોકોને ઘણોખરો ફાયદો પણ પહોંચ્યો છે અને લોકડાઉનમાં જે માનસિક અવસ્થા બગડી હોય તેનામાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.