Abtak Media Google News

ફેશન એક એવી વસ્તુ છે જેને તમે સરળતાથી કેરી કરીને ખુબજ સ્ટાઈલીશ અને આકર્ષક લાગી શકો છો. સમયાંતરે ફેશનમાં પરિવર્તન આવ્યા જ કરે છે. બદલતી ઋતુ અને તહેવારોને ધ્યાનમાં રાખીને હંમેશા ફેશન કરવી જોઈએ. સાથે સાથે તમને શુ કમ્ફર્ટ છે તે પણ જોવુ જોઈએ.

ઘણીવાર કંઈ પણ સમજ્યાવીના કોઈ ફેશન કરવાથી સારા લાગવાની જગ્યાએ તમે હાસ્યાસ્પદ લાગો છો. સમય લોકેશન અને વાતાવરણને ધ્યાનમાં રાખીને ફેશન કરવી જોઈએ. સાથે સાથે તમે જે કપડાનો શેડ પહેરોછો તેનાથી પણ તમારી પર્સનાલીટી અંકાતી હોય છે.

વાઇટ અને બ્લેક પ્રિન્ટવાળાં કપડાં પસંદ કરતાં પહેલાં ખૂબ કાળજી રાખવી. વાઇટ-બ્લેકમાં પ્રિન્ટના પુષ્કળ ઑપ્શન હોય છે, પરંતુ અમુક પ્રિન્ટ પહેરવાથી આંખ ખેંચાય છે અને આ શું પહેર્યું છે એવું લાગે છે. જેમ કે વાઇટ-બ્લેક પોલ્કા ડોટવાળું ટોપ સારું લાગી શકે, પરંતુ જો તમે વાઇટ-બ્લેક પિન સ્ટ્રાઇપ પહેરો તો એ પ્રિન્ટની નીટનેસ નથી આવતી અને જો વાઇટ-બ્લેક પિન સ્ટ્રાઇપ પહેરવી હોય તો એને બ્રેક કરવા માટે ગોલ્ડન અથવા રેડ  કલરના આઉટફિટનો ઉપયોગ કરવો જેમ કે વાઇટ-બ્લેક પિન સ્ટ્રાઇપવાળું શર્ટ અથવા ટોપ અને એની સાથે ગોલ્ડન અથવા રેડ સ્કર્ટ એક અલગ લુક આપી શકે. ક્યારેય વાઇટ-બ્લેક પ્રિન્ટવાળાં આખાં કપડાં ન પહેરવાં. એટલે કે ટોપ અને બોટમ એક જ પ્રિન્ટનાં ન પહેરવાં. હંમેશાં લુક બ્રેક કરવો. એટલે કે જો ટોપ પ્રિન્ટેડ હોય તો બોટમ પ્લેન રાખવી, જ્યારે બ્લેક ફેબ્રિક પર વાઇટ પ્રિન્ટ હોય છે ત્યારે એક સટલ લુક આપે છે અને વાઇટ ફેબ્રિક પર બ્લેક પ્રિન્ટ હોય છે ત્યારે બ્લેક કલર વધારે દેખાય છે અને એમાં પણ જો રનિંગ જ્યોમેટ્રિક પ્રિન્ટ હોય તો ભૂલભુલૈયા જેવી ફીલ આવે છે. રનિંગ જ્યોમેટ્રિક પ્રિન્ટ એટલે પ્રિન્ટ ક્યાં શરૂ થાય અને ક્યાં પૂરી થાય એનો ખ્યાલ નથી આવતો. જો તમારે આખો વાઇટ-બ્લેક પ્રિન્ટવાળો ડ્રેસ પહેરવો હોય તો તમે ઍબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટવાળો ડ્રેસ પહેરી શકો. જો તમારે વાઇટ-બ્લેક કોમ્બિનેશનમાં સ્ટ્રાઇપ પહેરવી જ હોય તો તમે બોલ્ડ સ્ટ્રાઇપ પહેરી શકો. બોલ્ડ સ્ટ્રાઇપ એક અનોખો લુક આપે છે. બોલ્ડ સ્ટ્રાઇપવાળી સાડી પણ સારી લાગી શકે.

ગરમીમાં આખાં વાઇટ-બ્લેક કપડાં ન પહેરવાં, મિક્સ-મેચ કરી પહેરવામાં આવે તો સારાં લાગી શકે. જેમ કે જો તમે વર્કિંગ મહિલા છો અને તમારે મીટિંગમાં જવાનું છે તો તમે બ્લેક સ્કર્ટ સાથે બેજ શર્ટ પહેરી શકો. તમારે ક્યાં જવાનું છે એના પર આધાર રાખે છે કે તમારે કેવાં કપડાં પહેરવાં. જેમ કે જો તમારે ઉનાળામાં શોપિંગ કરવા જવાનું હોય તો બ્લેક જીન્સ ન પહેરવું, પરંતુ એના બદલે બ્લેક પલાઝો પહેરી શકાય અને એની સાથે વાઇટ ઍન્ડ બ્લેક પ્રિન્ટવાળું ક્રોપ ટોપ સ્માર્ટ લુક આપી શકે.

બ્લેક & વાઇટ ડેનિમ : 

Follow-This-Fashion-Concept-To-Look-Trendy-And-Glamorous
follow-this-fashion-concept-to-look-trendy-and-glamorous

બ્લેક ડેનિમ હોવું જ જોઈએ. બ્લેક ડેનિમ સાથે બ્લેક શર્ટ  સારાં લાગે જ છે, પરંતુ બ્લેક ડેનિમ સાથે કોઈ પણ કલરનું ટોપ સારું લાગી શકે. બ્લેક ડેનિમની ખૂબી એ છે કે એ કેઝ્યુઅલ અને ફોર્મલ બન્ને લુક આપી શકે. જો ફોર્મલ લુક જોઈતો હોય તો બ્લેક ડેનિમ સાથે બ્લેક કલરનું શર્ટ સારું લાગી શકે. એને ટક-ઇન કરવું. બ્લેક બેલ્ટ પહેરવો. હેરમાં હાઈ બન લેવો અથવા તો સોફ્ટ કર્લનો લુક આપવો અને પગમાં હાઈ-હીલ્સ પહેરવી. જો બ્લેક ડેનિમ સાથે કેઝ્યુઅલ લુક આપવો હોય તો બેજ કલરનું ઑફશોલ્ડર ટોપ પહેરી શકાય.

વાઇટ ડેનિમ ઘણા ઓછાની પસંદ હોય છે. વાઇટ ડેનિમ પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. વાઇટ કપડાંમાં ગરમી ઓછી થાય છે, પરંતુ જે ફિગર હોય છે એ જ દેખાય છે. જેમ કે બ્લેક કપડાં પહેરવાથી થોડા પાતળા લાગવાનો આભાસ થાય છે. વાઇટ ડેનિમ યુવતીઓ પર વધારે સારું લાગે છે. વાઇટ ડેનિમ ડિનર-ડેટ માટે એક પર્ફેક્ટ આઉટફિટ છે. એની સાથે ફ્લોરલ પ્રિન્ટનું ટોપ પહેરી શકાય.

બ્લેક & વાઇટ સાડી :

Follow-This-Fashion-Concept-To-Look-Trendy-And-Glamorous
follow-this-fashion-concept-to-look-trendy-and-glamorous

જો વાઇટ પ્લેન સાડી પહેરવી હોય તો સાવ પ્લેન સાડી ન પહેરવી, પરંતુ કોઈ ટેક્સ્ચરવાળી પહેરવી. એટલે કે વાઇટ સાડીમાં કોઈ પ્રિન્ટ હોવી જોઈએ. વાઇટ સાડી સિલેક્ટ કરતી વખતે ખૂબ કાળજી રાખવી. ચિકનની સાડી સરસ લાગી શકે. જો પ્લેન શિફોન કે ચિનોનની સાડી પહેરવી હોય તો એમાં થોડા બદલ નાખવા. વાઇટ સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ સારું લાગી શકે. બ્લેક સાડી પહેરવી હોય તો કાંજીવરમ પહેરી શકો જેમાં થોડો ગોલ્ડનનો ટચ હોય. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો વાઇટ-બ્લેક સ્ટ્રાઇપવાળી  સાડી પહેરી શકો. આવી સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ સારું લાગી શકે.

બ્લેક & વાઇટ ટોપ :

Follow-This-Fashion-Concept-To-Look-Trendy-And-Glamorous
follow-this-fashion-concept-to-look-trendy-and-glamorous

વાઇટ ટોપ કોઈ પણ ડેનિમ પર સારું લાગી શકે. વાઇટ ટોપ એલિગન્ટ લુક આપે છે. જો તમારું વાઇટ ટોપ ટ્રાન્સપરન્ટ હોય તો તમે કોન્ટ્રાસ્ટ કલરની સ્પેઘેટી પહેરી અલગ લુક આપી શકો. વાઇટ ટોપમાં ખાસ કરીને પેડેડ બ્રા જ પહેરવી. બ્લેક ટોપ તમે ફોર્મલી પણ પહેરી શકો. જ્યારે બ્લેક ટોપ પહેરવામાં આવે છે ત્યારે નો-જ્વેલરી લુક તમે આપી શકો. બ્લેક ટોપ એક ક્લાસી વેઅર છે. બ્લેક ટોપ સાથે ઍક્સેસરી નહીં પહેરોતો ચાલશે, પરંતુ ભરપૂર કોન્ફિડન્સ હોવો જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.