Abtak Media Google News

યુવા ભાજપની ટીમે સતત બીજા દિવસે જરુરીયાતમંદો માટે ભોજન વ્યવસ્થા કરી

રાજુલામાં આવેલ ઝુંપડપટ્ટીમાં ફુડપેકેટનું વિતરણ કરાયું હતું. આથી મેડીકલ તપાસ કરી વિનામૂલ્યે દવા પણ અપાઇ હતી. રાજુલામાં છેલ્લા ૧૦ દિવસથી પડી રહેલ વરસાદના કારણે ઝુંપડપટ્ટીઓમાં રહેતા ગરીબોની હાલત દયાજનક બની છે ત્યારે રાજુલાના શીરીશભાઇ પટેલ, દશરથભાઇ પટેલ,: સુનીલભાઇ જીગ્નેશભાઇ હનાણી, મહેશભાઇ ખુમાણ, ધીરુભાઇ જાલંધરા, ડો. હડિયા, પ્રધુમન સરવૈયા ઘનશ્યામભાઇ ખછીયા, પરષોતમભાઇ મેર, ડો. બલદાણીયા, ડો. છગનભાઇ આહીર સહીત આગેવાનો દ્વારા રાજુલા આસપાસના ઝુંપડાઓમાં રહેતા ગરીબોને ફુડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.અહીંના લોકોનું મેડીકલ ચેક અપ કરી જરુરીયાત મંદ તમામ લોકોને ફ્રી દવા પણ અપાઇ હતી.

આ ઉપરાંત સતત બીજા દિવસે યુવા ભાજપ ટીમ તથા મિત્રો દ્વારા જરુરીયાત મંદોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં જીલ્લા ભાજપના મહામંત્રી રવુભાઇ ખુમાણ, જીલ્લા ભાજપ બક્ષીપંચના મહામંત્રી ડો. હડીયા, છતડીયા ગામના સરપંચ વિરભદ્રભાઇ ડાભીયા, યુવા ભાજપના સાગરભાઇ સરવૈયા, સમીરભાઇ કનોજીયા, ચિરાગભાઇ જોશી, પ્રદીપભાઇ ટાંક, હીરેનભાઇ સોની, ચીરાગભાઇ મેવાડા, વીશાલભાઇ મકવાણા, સંજયભાઇ લાડવા જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.