Abtak Media Google News

પ્રસંગમાં  આવેલા 2500 લોકોએ બિરયાની અને દુધીનો  હલવો  ખાધા બાદ   15 બાળકો સહિત 200ની  તબીયત  લથડતા હોસ્પિટલમાં ખસેડાયા

અમરેલીના રાજુલાના ડુંગર ગામે ફૂટ પોઈઝનીંગની  ઘટના સામે આવી છે. સિંધી સમાજના લગ્ન પ્રસંગમાં નોનવેઝ બિરયાની અને દુધીનો હલવો  2500 લોકોએ ખાધા બાદ એકાએક 200થી વધુ લોકોની તબીયત લથડતા તેને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ  અને  હોસ્પિટલે દોડી જઈ  આગળની  કાર્યવાહી હાથ ધરી છે.

ડુંગર ગામે સંધી સમાજ દ્વારા ભોજન સમારંભમાં નોનવેજ બિરયાની અને દૂધનો હલવો બનાવવામાં આવ્યો હતો. 2500 વધુ લોકોનું ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો અને લોકોએ ભોજન લીધું હતું. 200 જેટલા લોકોને  ફૂડ પોઇઝનીંગની અસર થતા દોડધામ મચી જવા પામી હતી રાજુલા સરકારી હોસ્પિટલના ડોક્ટરોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યા હતા અને અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી સીંગ સાહેબ પણ અહી ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમજ બ્લોક હેલ્થ ઓફિસર ડો કળસરિયા પણ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા ડુંગર પોલિસ સ્ટેશન ના   સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યાથી રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે જરૂરી કાર્યવાહી કરવા અને નિવેદન લેવા માટે આવી પહોંચ્યાં હતાં

આ ઘટના મા 200 ઉપરાંત જેમા મોટી ઉંમરના   સ્ત્રી પુરૂષો થી લઈ ને 1 વર્ષ થી લઇ 15 વર્ષ સુધીના 23 બાળકો અને એક માત્ર 9 મહિનાનું નાનુ બાળક તેમજ મહિલાઓને પણ અસર થઈ છે આ ઘટનાની જાણ થતા રાજુલા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ સહિત કર્મચારીઓ દોડી ગયા હતા અને ડુંગર પી એચ સી સેન્ટર ખાતે દર્દીઓને સારવાર આપવાનુ શરૂ કરાયું હતું આ ઉપરાંત 108 અને ખાનગી વાહન મારફતે રાજુલા વિક્ટર સાવરકુંડલા મહુવા શહેર આસપાસની હોસ્પિટલોમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.