Abtak Media Google News
  • ગુજરાત ભ્રમણમાં દેશી ટારઝનનો રાજકોટમાં ગાયને રાષ્ટ્ર માતાના દરજ્જો મળે મુહિમ સાથે પ્રચાર
  • રાજકોટની શાળા-કોલેજોમાં યુવાઓને દેશી ટારઝને બ્રહ્મચર્ય અને ગૌ ભક્તિનું જ્ઞાન પિરસ્યું
  • 13 વિશ્વ રેકોર્ડ દેશી ટારઝનની ઉપલબ્ધિ: દિનચર્યામાં સવારે દંડ બેઠક, લોટી દંડ બેઠક અને યોગ નિત્યક્રમ

ભારત ભૂમિમાં ગૌ માતાના ભક્તો દેશના ખૂણે ખૂણે છે.એવાજ એક ગૌ માતાના ભક્ત સંજય પહેલવાન એટલે દેશી ટારઝનની ઉપમાં હાંસલ કરી છે.છેલ્લા 16 વર્ષથી ગૌ માતાને રાષ્ટ્ર માતાનું સન્માન મળે એ મુહીમ સાથે જીવનને સમર્પિત કર્યું છે. જે સંદર્ભમાં ગુજરાત ભ્રમણમાં દેશી ટારઝન નીકળ્યા છે ગુજરાતના લોકોને ગૌભક્તિ ચરિત્ર અને બ્રહ્મચર્યની સાચી સમજણ પૂરી પાડવાના શુદ્ધ ઉદ્દેશ્યથી પ્રચાર કરી રહ્યા છે. જય અંતર્ગત દેશી ટારઝન રાજકોટમાં આવી પહોંચ્યા હતા રાજકોટની શાળા કોલેજોમાં યુવાનોને ચરિત્ર બ્રહ્મચર્ય અને ગૌભક્તિનું જ્ઞાન પીરસ્યું હતું. રાજકોટના ગૌભક્ત અર્જુનભાઈ આંબલીયા અને તેમના સાથિ મિત્રો સાથે મળી રાજકોટની તમામ શાળા કોલેજોમાં  ગૌ ભક્તિના મુહીમનો પ્રચારક કરી રહ્યા છે.

દેશી ટારઝને 13 વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા છે વિશ્વ ફલકે પોતાનો ડંકો વઘાર્યો છે લોકોને બ્રહ્મચર્ય ચારિત્ર અને ગૌભક્તિના જ્ઞાન વિશે જાગૃત કરવાના કાર્યોને હાથ ધર્યા છે.

દેશી ટારઝન નું માનવું છે કે બ્રહ્મચર્ય અને ચરિત્રમાં અદભુત તાકત છે.સામાન્ય માણસથી 500 દંડ લાગતા નથી.દેશી ટારઝને 1 લાખ 50 હજાર ડન માર્યા છે.રાજસ્થાન થી અયોધ્યા પ્રભુ શ્રીરામના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સમય દેશી ટારઝન સપાટા દંડ મારત પહોંચ્યા હતા.તદુપરાંત ઘણા રેકોર્ડ દેશી ટારઝનના નામે છે જેવા કે,9 કલાકમાં 11 હજાર સપાટા,1 કલાકમાં 30 હજાર નોન સ્ટોપ દંડના રેકોર્ડ છે.

રાજકોટમાં ગૌભક્તિ અને બ્રહ્મચર્ય,ચરિત્રનો પ્રચાર કરવા દેશી ટારઝન નીકળ્યા છે.અર્જુનભાઈ આંબલીયાનો દિલ્હી જંતર મંતર ખાતે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એ મુહિમમાં  ભેગા થયા હતા.અને ત્યારથી બંને સંપર્કમાં છે.ગાય માતાને રાષ્ટ્રમાતા નો દરજ્જો મળે એની ભારત યાત્રા નીકળવાના છે. એ પહેલા યુવાનોને દેશી ટારઝન ગૌભક્તિ,બ્રહ્મચર્ય અને ચરિત્રના જ્ઞાન પીરસવા માંગે છે.

યુવાનોમાં ચરિત્ર,ગૌભક્તિ,બ્રહ્મચર્યના જ્ઞાન પાઠવવામાં જીવન સમર્પિત: દેશી ટારઝન

સંજય પહેલવાન એટલે કે દેશી ટારઝનને જણાવ્યું કે,હરિયાણા પલવલના નાનકડા ગામમાં મારો જન્મ થયો છે. ગુરુકુલ આશ્રમમાં મારું બાળપણ વિતાવ્યું છે.ઉતરાખંડના આશ્રમમાં મારી યુવાવસ્થા વિતાવી છે.હિમાચલના જંગલોમાં 16 વર્ષ રહ્યો છું.શ્યામ વન લ,હનુમાન પર્વત ઉપર મારુ જીવન વ્યતિત થયું છે.દેશી ટારઝન નામ જંગલમાં રહું છું એ પરથી  પડ્યું છે.મારૂ દિનચર્યા સવારે બ્રહ્મ મુહુર્તમાં જાગુ છું.કસરત કર્યા બાદ 11 વાગે અખાડો ખોલું છું.રસાચળ કર્યા બાદ 2 કલાક પ્રભુના ભજન કરું છું.ત્યારબાદ ગૌમુત્ર અને દૂધનું સેવન કરું છું.સપાટે,દંડ બેઠક,લોટી દંડ બેઠક,યોગ,પ્રાણાયામનો નિત્યક્રમ અભ્યાસ કરું છું.યોગથી પરમાત્માની અનુભૂતિ થાય છે અને સપાટા દંડ બેઠકમાં તાકાત મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.