• ૭ જીલ્લાઓમાંથી પસાર થશે ભારત જોડો ન્યાય યાત્રા: ૪૪૫ કિ.મી.નો પ્રવાસ કરશે  પાંચ લોકસભા ક્ષેત્રો આવરી લેશે

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીની  ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં  ૭મી માર્ચના રોજ બપોરે ૩ કલાકે દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે પ્રવેશ કરી રહી છે. ગુજરાત રાજ્યમાં  ભારત જોડો ન્યાય યાત્રા ૭ જીલ્લાઓમાંથી પસાર થશે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં ૪૪૫ કિ.મી.નો પ્રવાસ કરશે અને ૫ થી વધુ લોકસભા ક્ષેત્રો આવરી લેવામાં આવશે. તેમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યુ હતુ.

સમગ્ર દેશમાં ભાજપા જે એજન્ડા સાથે નિતિ અખત્યાર કરી રહી છે જેનાથી દેશને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકી દીધો છે. દેશમાં તમામ નાગરિકોને ન્યાય મળે ખાસ કરીને યુવાનો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિકોને ન્યાય મળે તે માટે મણિપુર થી મુંબઈ સુધીની ૬૭૦૦ કિ.મી. ની ભારત જોડો ન્યાય યાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે ત્યારે, ૬૭૦૦ કિ.મી. ની ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કાર્યકરો, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોંગ્રેસ પક્ષના શુભેચ્છકો દેશના નાગરિકો મોટી સંખ્યામાં આ ન્યાય યાત્રામાં જોડાઈ રહ્યાં છે.

અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ ને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ની શરૂઆત કરવામાં આવી છે. ભારત ના લોકો ને આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ યોજાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.