Abtak Media Google News

ગુજરાતીઓ એટલે હરવા ફરવાના અને સ્વાદ શોખીન પ્રજા અને તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં હોય એટલે કોણ જોવા ન જાય કે ન આવે !. ત્યારે કેવડિયાએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં સૌથી ચમકતા તારા સમાન છે અને દર વર્ષે કોઈપણ તહેવાર હોય સૌથી વધુ લોકો કેવડિયામાં જ ફરવા જતા હોય છે. આમ ગુજરાતની ચમકમાં વધારો કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની મુલાકાતનો આંકડો એસઓયુના સીઈઓ ઉદિત અગ્રવાલે રજૂ કર્યો છે. નર્મદાના એસઓયુ ખાતે 2023માં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે.

Advertisement

5 વર્ષમાં 1 કરોડ 75 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા:રજાઓના દિવસોમાં વધારાની 98 બસની સુવિધાઓ ઉપલબ્ધ

5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષે 50 લાખને પાર પહોંચ્યો છે. હજુ પણ આ વર્ષનો આજનો અને આવતીકાલનો દિવસ બાકી છે ત્યારે 29 ડિસેમ્બર 2023 સુધીમાં 50,29,147 પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાની માહિતી સામે આવી છે. આપને જણાવી દઈએ કે, 5 વર્ષમાં 1 કરોડ 75 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. 23 ડિસેમ્બર 2023થી અત્યારસુધી 4 લાખ કરતા વધારે પ્રવાસીઓ નોંધાયા છે.

પ્રવાસી વધવાના મુખ્ય કારણો પણ કેટલાક સામે આવ્યા છે. પ્રત્યેક વયજુથના પ્રવાસીઓ માટે અનેક પ્રવાસીય આકર્ષણો છે. ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો થયો છે. રાત્રિરોકાણ માટે પરંપરાગત આદિવાસી હોમ સ્ટેની સુવિધાઓમાં વધારો થયેલો છે. સાથો સાથ રજાઓના દિવસોમાં 98 બસની સુવિધાઓ ઉપલબ્ધ થયેલી છે. સ્વચ્છ અને સુઘડ કેમ્પસ છે અને સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા થકી આર્થિક અને સામાજિક વિકાસ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.