Abtak Media Google News
  • પ્રાથમિક શિક્ષણ આપવા માટે “શિક્ષા રથ”નો નિર્ધાર કરતું જીનિયસ ગ્રુપ: પ્રથમ બેચમાં 30થી વધુ બાળકોએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું, આજથી બીજી બેચનો પ્રારંભ
  • ઉમ્મીદ શિક્ષા રથની બીજી બેચનો શુભારંભ ગેલેક્સી ગાર્ડન, અંબિકા ટાઉનશિપ ખાતે કરવામાં આવ્યો

સેવાકિય પ્રવૃતિઓમાં હંમેશા મોખરે રહેતા વી. એમ. મહેતા ફાઉન્ડેશન (જીનીયસ ગ્રુપ) દ્વારા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના સહયોગથી ભારતભરમાં પ્રથમ વખત શહેરની જુદી-જુદી બાંધકામ સાઇટ ઉપર કામ કરતા મજુરવર્ગના 04 થી 10 વર્ષની ઉંમરના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવા માટે “શિક્ષા રથ” લોકાર્પણનો નિર્ધાર જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશન્સના ચેરમેન ડી. વી. મહેતા દ્વારા કરવામાં આવ્યો છે. આ અભિયાનના પ્રથમ શિક્ષારથના માધ્યમથી 30 જેટલા બાળકોને સફળતાપૂર્વક પ્રાથમિક શિક્ષણ આપ્યા બાદ બીજી બેચની શરુઆત થવા જઈ રહી છે.

ઉમ્મીદ શિક્ષા રથની બીજી બેચનો શુભારંભ રાજકોટના  અગ્રણી  દિલીપભાઈ લાડાણી, વિનેશભાઈ પટેલ, આર. પી. જાડેજા,  પરેશભાઈ ગજેરા, જ્યોતીન્દ્રભાઈ મહેતા,  આનંદભાઇ પટેલ,  જે.બી કાળોતરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ જ એ છે કે રાજકોટમાં જે સાઇટ નિર્માણ પામનાર હોય તે સ્થળ ઉપર કામ કરતા કામદારોના સંતાનોને શિક્ષાનો લાભ મળતો રહે તે હેતુસર આ ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

 

જીનીયસ ગ્રુપ અને વી એમ મહેતા ફાઉન્ડેશન દ્વારા એક ખાસ પ્રકાશની બસની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે જેમાં સાઇટ પર કામ કરતાં કામદારોના સંતાનો સરળતાથી અભ્યાસ મેળવી શકે. કારણકે આજના સમયમાં શિક્ષણ મેળવવું ખૂબ જ અગત્યનું બની ગયું છે સામે શિક્ષણ પાછળ ખર્ચ પણ એટલો જ થતો હોય છે ત્યારે કામદારોના બાળકો ને યોગ્ય શિક્ષણ મળી રહે તે હેતુસર શિક્ષા રથ જીનિયસ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે જીનિયસ ગ્રુપના ડી બી મહેતા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે હાલ પ્રથમ બેચમાં 30થી વધુ બાળકોને શિક્ષણ સેવા પૂરી પાડવામાં આવી છે જ્યારે આજથી બીજી બેચનો પ્રારંભ થઈ રહ્યો છે. તેઓ અપીલ કરી હતી કે આ પ્રકાર ના બાળકો વધુને વધુ શિક્ષણ કાર્યમાં જોડાય અને શિક્ષા મેળવે તે ખૂબ જરૂરી છે.

આ સેવાકાર્ય સંસ્થા અવિરત ચાલુ રાખશે: ડી.વી મહેતા

જીનિયસ ગ્રુપના ડી વી મહેતાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં જે ક્ધસ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે તે મજૂરોના 6 થી 8000 બાળકો વસવાટ કરે છે ત્યારે તેઓને પ્રાથમિક શિક્ષણ યોગ્ય રીતે મળી રહે તે હેતુસર વી એન મહેતા અને જીનિયસ ગ્રુપ દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અને આ કાર્ય અવિરત ચાલુ રાખવામાં આવશે એટલું જ નહીં તેઓને એટલે કે બાળકોને સ્કૂલબેગ, ટુથ બ્રશ, પુસ્તકો સહિતની ચીજવસ્તુ પણ અપાશે. ચાલી રહી છે એવા કાર્યમાં સંસ્થા સાથે જોડાય તો ઝડપભેર બાળકોને શિક્ષિત કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.