Abtak Media Google News
  • હિરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઈન્ક્રેડિબલ એરોસીટી પ્રાઈમ વિલામાં ટુ-થ્રી બિએચકે વિકેન્ડ વિલા, રીવરફ્રન્ટ વ્યુ, કલબ હાઉસ સહિતની એમીનીટીસ મળશે
  • ઈન્ક્રેડિબલ ગ્રુપે હિરાસર એરપોર્ટ નજીક ત્રણથી વધુ રેસીડેન્સિયલ, કોમર્શિયલ પ્રોજેકટ પૂર્ણ કર્યા

રાજકોટને સૌરાષ્ટ્રનુય પાટનગર ગણવામાં આવે છે રાજકોટનો દિન-પ્રતિદિન વિકાસ થઈ રહ્યો. અને  રીયલ એસ્ટેટ ક્ષેત્રે રાજકોટ હરણફાળ ભરી રહ્યું છે.  ત્યારે યશકલગી સમાન હિરાસરમાં  ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થતા હિરાસરનો વિકાસ  ઝડપભેર થઈ રહ્યો છે.  હિરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ આસપાસ ઘણા સારા પ્રોજેકટસ આવી રહ્યા છે. અને તેના કારણે  ભાવમાં ઘણો ઉછાળો આવ્યો છે.

રીયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતા ઈન્ક્રેડિબલ ગ્રુપ દ્વારા  હિરાસર  એરપોર્ટ નજીક જ ત્રણથી વધુ  રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોજેકટ સફળતાપૂર્વક  પરિપૂર્ણ કર્યા છે. ત્યારે ઈન્ક્રેડિબલ ગ્રુપ આગામી સમયમાં ઈન્ક્રેડિબલ એરોસીટી પ્રાઈમ  વિલા જેવા પ્રિમીયમ પ્રોજેકટનું  બોલીવુડ અભિનેતા  સુનીલ શેટ્ટીના હસ્તે લોન્ચીંગ  કરવામાં આવ્યું છે. ઈન્ક્રેડિબલ ગ્રુપ બેસ્ટ એમીનીટીસ આપવા માટે જાણીતું છે.

Actor Sunil Shetty At The Launch Of Incredible Aerocity Prime Villa
Actor Sunil Shetty at the launch of Incredible Aerocity Prime Villa

રાજકોટ ઈન્ક્રેડિબલ ગ્રુપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પત્રકાર પરિષદને સંબોધતા  જણાવ્યું હતુ કે અમે હિરાસર  એરપોર્ટ નજીક ત્રણથી  વધુ રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોજેકટ પૂરા કર્યા છે. ત્યારે એરોસીટી પ્રાઈમ વિલામાં બાઉન્ડ્રી પેક સાથે કલબ હાઉસ, એન્ટ્રીગેટ, સિકયુરિટી કેબીન, રીવરફન્ટ વ્યુ, રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ સાથેની તમામ સુવિધાઓ મળી રહેશે.

વધુ માહિતી આપતા અતુલ ભાઈ એ જણાવ્યું હતું કે  ઇનક્રેડીબલ એરોસીટી પ્રાઈમ વિલા માં 177 વાર માં  ટુ બી એચ કે અને 263 વાર માં થ્રી બી એચ કે વિકેન્ડ વિલા બનશે… અમે બજાર ભાવ કરતાં ઓછા ભાવે મળી શકશે…

હિરાસર એરપોર્ટ નજીક અમે  2016થી  જગ્યાની ખરીદી કરવા માટે આગળ આવ્યા  હતા. અને એરપોર્ટના નિર્માણ બાદ જગ્યામાં એપ્રીએશન સારૂ મળ્યું હતુ. હિરાસર નજીક ઈન્ક્રેડિબલ એરોસિટી, ઈન્ક્રેડિબલ પ્રાઈમ રેસીડેન્સીયલ, પ્લોટીંગ પાડેલ હતા. ત્યારબાદ એરો કોમર્શિયલ પાટર્સ કોમર્શિયલ પ્લોટીંગ બનાવ્યા હતા. ત્યારે આજે જાણીતા અભિનેતા સુનીલ શેટીના વરદ હસ્તે ઈન્ક્રેડિબલ એરોસીટી પ્રાઈમ વિલાનું લોન્ચીંગ કરેલું છે જેમાં ટુ બીએચકે અને થ્રી બીએચકેનાં વિકેન્ડવિલા એરપોર્ટ ટુરીઝમને આકર્ષિત કરે તે પ્રકારના ફોરેન કલ્ચરની થીમ ડેવલોપ કરવા જઈ રહ્યા છીએ. ભવિષ્યમાં કોર્પોરેટ હોટેલ બ્રાન્ડ સાથે એસોસીએટ કરી ઈન્વેસ્ટરોને બેનીફીટ આપવાનો પ્રયાસ કરીશું. ફોરેન ડાયરેકટર ઈન્વેટમેન્ટ લાવવું હોય તો  તેમની જરૂરત મુજબ અમે પ્રોજેકટને ડીઝાઈન કર્યો છે.

ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક છે તો  ફોરેન્સ વધુ આવશે તેથી અમે દુબઈ,  લંડન  સહિતના દેશોમાં જઈને પ્રોજેકટનું  પ્રમોશન કરીશું માર્ચ  2026 સુધીમાં પ્રોજેકટ પૂર્ણ થઈ જશે. પ્રોજેકટને લગતી માહિતી મેળવવા 1010, ધ સ્પાયર, શીતલ પાર્ક  150 ફૂટ રીંગરોડ પર મુલાકાત લઈ શકાય છે. તથા  9313637413, 9054891011 પર સંપર્ક કરી શકો છો.

હવે ભારત દરેક ક્ષેત્રમાં આગળ છે: સુનીલ શેટ્ટી

પત્રકાર પરિષદમાં સુનીલ શેટ્ટીએ વાતચીત કરતા જણાવ્યું હતુ કે અત્યારે તો  ચૂંટણીની ગરમી છે અને રહેવી પણ જોઈએ બધાએ વોર્ટતો કરવો જ જોઈએ. આજે હું  રાજકોટમાં ઈન્ક્રેડિબલ ગ્રુપના ઈન્ક્રેડિબલ એરોસીટી પ્રાઈમ વિલાના લોન્ચીંગમાં આવ્યો છું મને પ્રોજેકટ ખૂબજ પસંદ આવ્યો છે. હિરાસર એરપોર્ટ નજીક ઘણી  ઓપોચ્યુનીઝ છે. ગુજરાતનો ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે. ફકત ઉદ્યોગો જ નહી તમામ બાબતોમાં ગુજરાત આગળ વધી રહ્યું છે.

મુંબઈ કરતા રાજકોટમાં  ઘણી તક છે.એવું હું કહીશ પહેલા આપણે  ઈટલી સહિતના દેશમાં પ્રોડકટસ માટે જતા હતા આજે ગુજરાતમાં ઘણી મોટી ફેકટરી, ઉદ્યોગો જોઈને દંગ રહી ગયો ભારતનો દરકે ક્ષેત્રમાં ગ્રોથ થયો છે. યુપીમાં હમણાંજ  રામ મંદિરનું નિર્માણ થયું છે. જેનાં કારણે સપીરીચ્યુઅલ ટુરીઝમને બુસ્ટ મળ્યું છે. વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત આગળ છે. જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીનો  સિરામીક, અમદાવાદ અને ગાંધીનગર, રાજકોટના ઉદ્યોગો મોખરે છે. હવે ભારતમાં રોકાણ કરવાનું   વધી રહ્યું છે. હું હંમેશા સારા કાર્યો કરતો રહ્યું છું મારી ભૂલોમાંથી શિખ્યો છું. મહેનત કરતો રહ્યો છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.