Abtak Media Google News

પોઝીટીવ દર્દીનાં સંપર્કમાં આવેલા વ્યકિતને ટ્રેસીંગ કરાશે: કોરન્ટાઈન લોકોઉપર સેઈફ રાજકોટ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી દેખરેખ રખાશે

સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ કરનાર ૧૪૮૬૩, માસ્ક અને જાહેરમાં થુકનાર ૧,૪૨ લાખ લોકો દંડયા

શહેરીજનોની સુરક્ષા માટે ૧૮ ટીમમાં ૧૩૫૨ જવાનો ખડેપગે: પ્લાઝમાં ડોનેટ કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની અપીલ

સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે. જે અટકાવા માટે સરકાર સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડી અને કોરોના વાયરસની મહામારી ભારતમાં ફેલાતી અટકાવવા શહેર પોલીસ દ્વારા અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટની ખૂબજ મહત્વની ફરજ રહેલી છે.જે દરમ્યાન શહેરની જાહેર જનતા સ્વસ્થ અને સુરક્ષીત રહે જે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા કોરોના વાયરસની મહામારી ફષલાતી અટકાવવા માટે લાકે જાગૃતી સાથે સાથે લોકો સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે તે માટે પ્રયાસ કરી સાથોસાથ કડક કાર્યવાહી કરવામાં આવી રહેલી છે.

કોરોના વાયરસ જે લોકોથી લોકોમા ફેલાતો હોયજેમાં પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા મહાનગરપાલીકા સાથે રહી બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહેલ છે. સાથોસાથ લોકોએ પણ જાગૃત થઈ અને સાવચેત થતા કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવી શકાય છે.

સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસ તથા મહાનગરપાલીકાની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવેલ છે.જેમાંમ હાનગરપાલીકાના અધિકારી, કર્મચારીઓ તથા પોલીસના કુલ ૧૮ પો. સબ ઈન્સ. ઓની ટીમ બનાવવામાં આવેલ છે. જેટીમ દ્વારા કટેન્મેન્ટ ઝોનમાં કવોરન્ટાઈન કરવામાં આવેલ લોકોની સતત દેખરેખ રાખવામાં આવે છે.તેમજ કવોરન્ટાઈન નો ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ કવોરન્ટાઈન થયેલ લોકોનાં મોબાઈલ ફોનમાં સેફ રાજકોટ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમના ઉપર દેખરેખ રાખવામાંઆવી રહેલ છે.હાલ સુધીમાં કુલ ૭૦૬૮ વ્યકિતના મોબાઈલ ફોનમા સેફ રાજકોટ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેની દેખરેખ રાખવામાં આવી રહેલ છે.

કોરોના વાયરસ પોઝીટીવ આવેલ વ્યકિતના કોના કોના સંપર્કમાં આવેલા હતા તે બાબતે શહેર પોલીસની એક ટીમ બનાવી સંક્રમીત થયેલ વ્યકિતના મો.નં. આધારે તેના કોન્ટેકમાં કોણ કોણ આવેલ છે તે લોકોની ઓળખ કરવામાં આવીરહેલ છે. જેથી માહિતી મહાનગરપાલીકાને આપવામાં આવે છે તેમજ તેમના મો.ફોનમાં મેસેજ કરી તેઓના મોબાઈલમાં સેફ રાજકોટ એપ્લીકેશન ડાઉનલોડ કરવા સુચના કરવામાં આવે છે.એ રીતે હાલ સુધી કુલ ૧૨૩૬૦ લોકોને કોન્ટેક ટ્રેસીંગ કરવામા આવેલ છે.

પોલીસ દ્વારા હાલ કુલ ૧.૩૫૨ પોલીસ અધિકારી, કર્મચારી, હોમગાર્ડ તથા ટીઆરબી ના જવાનો કોરોના વાયરસની મહામારી અટકાવવા માટે ખડેપગે ફરજ બજાવી રહેલ છે. શહેરમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ તથા જાહેરનામા નો ભંગ કરનાર વિરૂધ્ધ કુલ ૧૪૮૬૩ કેસો કરવામાં આવેલ છે. તેમજ જાહેરમાં માસ્ક નહી પહેરનાર તથા જાહેરમાં થંકનાર કુલ ૧૪૨૦૦૬ લોકોને દંડ કરવામાંઆવેલ છે.

જાહેર જનતાની સુરક્ષા માટે તત્પર રહેલ છે. પોલીસ ડીપાર્ટમેન્ટમા પણ કોરોના વાયરસની મહામારી ની અગત્યની ફરજ દરમ્યાન પોલસી અધિકારી, કર્મચારીઓ કોરોના વાયરસના સંક્રમણમાં આવેલા જે પૈકી ૨૮ દિવસ અગાઉ સ્વસ્થ થયેલ અધિકારી તથા કર્મચારીઓ દ્વારા કોરોના વાયરસના સંક્રમણમાં આવેલ દર્દીની સારવાર માટે ડી.સી.બી. પો.સ્ટે.ના પો.સબ ઈન્સ. એચ.બી. ધાંધલ્યા તથા પો.હેડ કોન્સ. સુભાષભાઈ સોંડાભાઈ દ્વારા પ્લાઝમાં ડોનેટ કરવામાં આવેલ છે.

જેથી કરી જાહેર જનતામાં પણ જાગૃતા ફેલાય અને કોરોના પોઝીટીવ આવેલ બાદ ૨૮ દિવસ અગાઉ સ્વસ્થ થયેલ લોકો દ્વારા પ્લાઝમાં ડોનેટ કરવામાં આવ્યે કોરોના વાયરસ સંક્રમીત દર્દને સારવાર માટે તે પ્લાઝમાં નોઉપયોગ થઈ શકે.

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પોલીસ આપની સુરક્ષા માટે કટીબદ્ધ છે જેથી વડીલો તથા બાળકોએ ઘરે રહો સ્વસ્થ રહો અને સુરક્ષીત રહો કોઈ ઈમરજન્સી કામ સીવાય બહાર નીકળવું નહી તેવી જાહેર જનતાને અપીલ કરી છે.

પટેલ સેવા સમાજ દ્વારા સંચાલિત ચેકઅપ કેમ્પનો ૨૬૮ લોકોએ લાભ લીધો

કોરોના મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય મહત્તમ સંખ્યામાં હેલ્થ ચેકઅપ છે ત્યારે આ માટે રાજકોટ મહાનગરપાલીકાએ હાથ ધરેલી વ્યાપક ચેકઅપની ઝુંબેશ અંતર્ગત પટેલ સેવા સમાજ સંચાલિત સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કેમ્પમાં ૨૬૮ લોકોએ પોતાના આરોગ્યની ચકાસણી નિષ્ણાંત તબીબો મારફતે કરાવી હતી ચકાસણી કરાવનારા લોકોને ઈમ્યુનિટી વર્ધક દવાઓ તથા જેમને અન્ય વધારાની દવાની જરૂર જણાય તેમને તે દવાઓ પણ સ્થળ પરથી જ નિ:શૂલ્ક આપવામા આવી હતી.

પટેલ સેવા સમાજ ઉપરાંત પટેલ પ્રગતિ મંડળ તથા ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ (ઉમિયાધામ)ના પ્રમુખ અરવિંદભાઈ પટેલે આરોગ્ય ચેકઅપ માટેની લોકોની જાગૃતિને બિરદાવીને જણાવ્યું હતુ કે, છેલ્લા પાંચ દિવસમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટની વિશાળ જગ્યામાં હેલ્થ ચેકઅપનો આ બીજો કેમ્પ આજે યોજાયો હતો. બે કેમ્પમાંકુલ ૬૫૩ લોકોએ પોતાના આરોગ્યની પ્રાથમિક ચકાસણી કરાવી હતી. તેમણે ઉમેર્યું હતુ કે, વર્તમાન સમયમાં અત્યંત જરૂરી સેવા સોશ્યલ ડીસ્ટસીંગના પૂરા પાલન સાથે લોકોએ ધૈર્ય અને હિંમતથી પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી. આપ્રકારની આરોગ્ય જાગૃતિ જ કોરોનાની મહામારીને નાથી શકવામાં મદદરૂપ થઈ શકશે.

રાજકોટ અને આસપાસનાં રહીશો વધુમા વધુ હેલ્થ ચેકઅપ કરાવે તેવો અનુરોધ કરતા અરવિંદભાઈએ જણાવ્યું હતુ કે, મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ધન્વંતરી રથ પણ ફરી રહ્યો છે. તેના કારણે રોગ પ્રસરે તે પહેલા જ તેને નાથી શકવામાં સફળતા વધુ મળે છે. સમાજમાં સેવા પ્રવૃત્તિના આધારે શાખ ધરાવતા સામાજીક અને સેવાકીય સંગઠનો આવા કેમ્પ માટે આગળ આવે અને મહાનગરપાલલિકાનો મહત્તમ ચેકઅપની ઝુંબેશમાં યોગદાન આપે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

કેમ્પમાં સુચારૂ સંચાલન માટે પટેલ સેવા સમાજ સંગઠન સમિતિના ચેરમેન મનીષભાઈચાંગેલાની આગેવાનીમાં સમર્પિત કાર્યકરો સર્વ કિશોરભાઈ ઘોડાસરા, કાંતીભાઈ મકાતી, રમેશભાઈ ઘોડાસરા, રમેશભાઈ વરાસડા, જગદીશભાઈ પરસાણીયા, મગનભાઈ વાછાણી, ડેનીશભાઈ કાલરીયા, વિનુભાઈ ઈસોટીયા, વિનુભાઈ લાલકીયા, કપિલભાઈ પરસાણીયા, કાંતીભાઈ વાછાણી, નરેન્દ્રભાઈ ડઢાણીયા, રીતેશભાઈ ઘરસંડિયા, વિજયભાઈ ગોધાણી, શિવભાઈ હિંગરાજીયા, જીલભાઈ ચનિયારા, હરિકૃષ્ણ આદ્રોજા, જેનીશભાઈ ઘેટીયા, ચંદ્રેશભાઈ અઘેરા, સમીરભાઈ પેશીવાડીયા તેમજ મહિલા મંડળના સદસ્યો હેતલબેન કાલરીયા, અંજુબેન કણસાગરા, હર્ષિદાબેન કાલરીયાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.