Abtak Media Google News

સુપ્રિમ કોર્ટની કોલેજીયન દ્વારા 13 રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ, 28 ન્યાયધીશોની અરસ પરસ બદલીની ભલામણ: ગુજરાત હાઇકોર્ટના ન્યાયધીશ અને રાજકોટના પૂર્વ યુનિટ જજ પરેશ ઉપાધ્યાયની મદ્રાસની હાઇકોર્ટ ખાતે ભલામણ

ગુજરાત હાઇકોર્ટ સાથે લાંબા સમય સુધી ફરજ બજાવ્યાની સાથે-સાથે અને માર્ગદર્શક ચુકાદાથી દેશ વ્યાપી ધોરણે જાણીતા બનેલા ગુજરાત સાથે લાંબો ધરોબો ધરાવતા અને હાલ ત્રિપુરા હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયધીશ તરીકે સેવા આપતા ન્યાયમૂર્તિ અકીલ કુરેશીને ગુજરાતના પડોશ રાજસ્થાનના હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમવાની સુપ્રિમ કોર્ટની કોલેજીયન કેન્દ્ર સરકારને ભલામણ કરી કે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રામનનાએ હાઇકોર્ટના આઠ ન્યાયમૂર્તિઓને વિવિધ રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેની નિમણૂંકો અને મુખ્ય પાંચ ન્યાયમૂર્તિઓની બદલીઓ તેમજ 28 ન્યાયમૂર્તિઓની અરસ પરસ બદલીની કરવાની કવાયત વચ્ચે ગુજરાત સારી ફરજ બજાવી ગયેલા અકીલ કુરેશી અને ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવતા અને રાજકોટના યુનિટ જજ પરેશ ઉપાધ્યાયને મદ્રાસ ખાતે બદલી કરવાની ભલામણ કરી છે.

સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દેશમાં એક સાથે આઠ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી છે. ઇતિહાસમાં પ્રથમવાર જ્યારે કોલેજિયમે એક સાથે આટલા મુખ્ય ન્યાયમૂર્તિઓની નિમણૂકને મંજૂરી આપી છે. આ સિવાય કોલેજિયમે હાઈકોર્ટના બે ડઝન જેટલા જજોની બદલી માટે પણ મંજૂરી આપી દીધી છે.

મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણાની અધ્યક્ષતામાં ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠ અને કોલેજિયમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથોસાથ વિવિધ હાઇકોર્ટના ચાર મુખ્ય ન્યાયમૂર્તિઓની પણ બદલી કરવામાં આવી હતી.  મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત આ કોલેજિયમમાં જસ્ટિસ યુ.યુ. લલિત અને એ.એમ. ખાનવિલકર પણ છે.

ન્યાયાધીશોની નિમણૂક અને બદલીનો નિર્ણય મેરેથોન બેઠક બાદ લેવામાં આવ્યો હતો. આ અંગે ગુરુવાર અને શુક્રવારે એક બેઠક યોજાઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોલકાતા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલને અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે બદલી કરવામાં આવી છે.

ત્રિપુરા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અકીલ કુરેશીની રાજસ્થાન હાઇકોર્ટમાં બદલી કરવામાં આવી છે.  આ ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા, મેઘાલય, ગુજરાત અને મધ્યપ્રદેશ હાઈકોર્ટને પણ નવા મુખ્ય ન્યાયમૂર્તિઓ મળશે. તમને જણાવી દઈએ કે દેશની ઘણી હાઈકોર્ટ જજોની અછતનો સામનો કરી રહી છે.  અલ્હાબાદ હાઇકોર્ટમાં મંજૂર 160 ન્યાયાધીશોની સામે માત્ર 93 જજો સાથે કામ ચાલી રહ્યું છે. દેશભરમાં હાઇકોર્ટમાં જજોની ખાલી જગ્યાઓ ભરવા માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે અલ્હાબાદમાં 16 સહિત 12 હાઇકોર્ટમાં 68 જજોની નિમણૂક કરવા માટે કેન્દ્ર સરકારને નામો મોકલ્યા હતા. આ સાથે અલ્હાબાદ, રાજસ્થાન અને કોલકાતા સહિત આ તમામ 12 હાઇકોર્ટમાં ખાલી જગ્યાઓના કારણે મોટી સંખ્યામાં પેન્ડિંગ કેસોની મુશ્કેલી દૂર થશે.

અગાઉ એક જ સમયે સુપ્રીમ કોર્ટમાં નવ જજોની નિમણૂક કરવામાં આવી હતી.  એક સાથે આટલી મોટી નિમણૂંક બાદ આ પ્રથમ વખત શપથગ્રહણ સમારોહ યોજાયો હતો.  નવ નવા ન્યાયાધીશોમાં ત્રણ મહિલા ન્યાયાધીશોનો સમાવેશ થાય છે.  સીએજઆઈ રમણા સહિત સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 33 થઈ ગઈ છે, જ્યારે મંજૂર સંખ્યા 34 છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.