Abtak Media Google News

ગૌતમ ગંભીર, જેમણે તાજેતરમાં રમતના તમામ  પ્રકારના મેચમાંથી તેમની નિવૃત્તિની જાહેરાત કરી હતી, તેમણે ઓસ્ટ્રેલિયામાં 2012 ની સીબી શ્રેણી દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમ.એસ. ધોનીની પસંદગી નીતિમાં પોટ શોટ લીધો હતો.

ગંભીરે 2012માં થયેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસની એક ઘટનાનો ઉલ્લેખ કરતાં ધોનીની કેપ્ટનસી અને યોજનાઓ પર પ્રશ્નો ઊઠાવ્યા. ગંભીરે જણાવ્યું કે એક મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે એને ખબર પડી કે 2015 વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી 2012માં જ થઇ ગઇ હતી. 

એક મીડિયા સાથે વાતચીત દરમિયાન 2012માં ઓસ્ટ્રેલિયામાં થયેલી સીબી સીરિઝ દરમિયાન પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નિર્ણય પર ખુલીને ચર્ચા કરી. 

ગંભીરે એ પ્રવાસને યાદ કરતા જણાવ્યું કે આ સીરિઝમાં ધોનીએ સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ અને ગંભીરને એક સાથે નહીં રમવા દેવાનો નિર્ણય કર્યો હતો કારણ કે એ 2015ના વર્લ્ડ કપ માટે યુવાઓને તક આપવા ઇચ્છતો હતો. 

ગંભીરે જણાવ્યું ટ્રાઇ સીરિઝમાં ધોનીએ કહ્યું હતું કે અમે ત્રણેય એક સાથે રમી શકીશું નહીં કારણ કે 2015 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યું છે. મને લાગે છે કે કોઇ પણ ક્રિકેટર માટે આ તગડો ઝટકો હોત.

ગંભીરએ જણાવ્યુ હતું કે જો તમે સારી બેટિંગ કરી રહ્યા છો અને તે દરમિયાન જો ઉમરને વચ્ચે લાવવામાં આવે તો તે ખોટી વાત છે. જો કોઈ ખરાબ રીતે રમેતો ઠીક વાત છે તે સમયે ગંભીર, સહેવાગ તેમજ  સચિન ભારતના ટોપ બેટ્સમેનો હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.