Abtak Media Google News

હરિયાણામાં ભાજપ અનુ. જાતિ મોરચાની રાષ્ટ્રીય

ભારતીય જનતા પાર્ટી અનુ. જાતિ મોરચાની રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરમાં હરિયાણાના ગુરુગ્રામ ખાતે ભા. જ. 5.ના રાષ્ટ્રીય મહામંત્રી સી. ટી. રવિ અનુ. જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્ય ભાજપના રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતિષજીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન થયું અને આ શિબિર 24 થી 26 સુધી ચાલશે.સમગ્ર ભારતમાંથી દરેક પ્રદેશના મોરચાના પ્રમુખ મહામંત્રી અને રાષ્ટ્રીય કાર્યકારીણીના સદસ્યો આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે.

Advertisement

ગુજરાત રાજ્યમાંથી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શંભુનાથજી મહારાજ, ભાનુબેન બાબરીયા, દર્શનાબેન વાઘેલા, અનુ. જાતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પદયુમન વાજા, મહામંત્રી ગૌતમભાઈ ગેડિયા, વિક્રમભાઈ ચૌહાણ આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. તેમ પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.