Abtak Media Google News

એસ.આર.પી. ટ્રેનીંગ સેન્ટરના એડી. ડીજીપી મનોજ અગ્રવાલ મોનીંગ વોકમાં નીકળ્યા ત્યારે સર્જાયો અકસ્માત: સગીર રીક્ષા ચાલક વિરૂઘ્ધ નોંધાતો ગુનો

મોઢા અને હાથમાં  ફેકચર થતાં ત્રણ દિવસ માટે તબીબી ઓબ્ઝર્વેશનમાં

ચોકી એસ.આર.પી. ટ્રેનિંગ સેન્ટરના એડી. ડીજીપી વહેલી સવારે જૂનાગઢમાં મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા તેવી વેળાએ એક સગીર વયના રીક્ષા ચાલકે તેમને હડફેટે લેતા, એડી. ડીજીપીને હાથની કલાઈ, કોણી અને મોઢા ઉપર ઇજાઓ થવા પામી હતી, તથા ચશ્મા પણ તૂટી જતા સગીર તથા રીક્ષાના માલિક સામે ફરિયાદ નોંધાય છે.

ગઈકાલે સવારે જુનાગઢના ચોકી ગામે આવેલા એસઆરપી ટ્રેનિંગ સેન્ટરના એડી. ડીજીપી મનોજ અગ્રવાલ જુનાગઢ ખાતે આવેલ પોતાના બંગલેથી બિલખા રોડ ઉપર મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. ત્યારે યોગીજી મહારાજ સર્કલ પાસે એક રીક્ષા ચાલકે મનોજ અગ્રવાલને અડફેટે લેતા તેના હાથની કલાઈ, કોણી તથા મોઢા ઉપર મુંઢ ઇજાઓ થઈ હતી અને તેમના ચશ્મા તૂટી જવા પામ્યા હતા.

બાદમાં રીક્ષા ચાલકની પૂછપરછ કરતા રીક્ષા ચાલક 17 વર્ષનો સગીર હોવાનું અને ભંગાર વીણવાનું કામ કરતો હોવાની સાથે તેમના શેઠ નઝીર નુરમહંમદ મલેકે શહેરમાં અલગ અલગ ભંગારના ડેલાથી ભંગાર ભરીને શેઠના ડેલે ખાલી કરવાનું કામ સોપતા આ સગીર વયનો રીક્ષા ચાલક પોતાના માલિકની રીક્ષા લઈને નીકળ્યો હોવાનું સામે આવતા ટ્રેનિંગ સેન્ટરના પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ સામતભાઈ અણીયાળીયાએ જુનાગઢ સી ડિવિઝન પોલીસમાં અતુલ રીક્ષાના માલિક નઝીર નુરમહંમદ મલેક અને સગીર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 279, 337, 427 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.