Abtak Media Google News

સવારે આરતી ન થતા અન્ય સાધુએ તપાસ કરતા બેભાન હાલતમાં મળતા અનેક તર્ક વિતર્ક

જૂનાગઢ ભવનાથ ખાતે પંચાયતી ઉદાસીન બડા અખાડા ખાતે ગઈકાલે ૪ સાધુઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા સવારના સુમારે આજ વિસ્તારમાં પ્રગટેશ્વર મહાદેવની પૂજા કરતા મૌની બાપુ સવારે દર્શન કરવા નિત્યક્રમ મુજબ જતા ખૂલ્લા દરવાજા અખાડાના જોઈ આરતી પૂજા ન થવાનું માલુમ પડતા કંઈ અજુગજુ બન્યાની શંકા સેવાઈ હતી.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર નિયમીત અખાડાના દર્શને આવતા પ્રગટેશ્ર્વર મહાદેવ મંદિરના પૂજારી નિયત સમયે વહેલીસ વારના સુમારે દર્શન કરવા ગયા હતાનિત્ય ક્રમ મુજબ સવારે સાડાચારના સુમારે ભગવાનની આરતી પૂજા થતી હોય તેનો દર્શનાર્થી સાધુને ખ્યાલ હોય વાતાવરણ એકદમ શાંત દેખાતા અને આરતીપૂજા ન થઈ હોય તેવું વાતાવરણ લાગતા તેમજ અખાડાના દરવાજા ખૂલ્લા હોય દરવાજે ઉભા રહીને દરવાજો ખટખટાવતા કોઈ પ્રત્યુતર ન મળતા કંઈક અજુગતુ બન્યાની તેમને શંકા ઉપજી હતી અન્ય સાધુઓને બોલાવી તપાસ કરતા ચાર સાધુઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. અને રાત્રે આ સાધુઓ સાથે અન્ય સાધુઓને જોયેલા હોય જે ન દેખાતા તેમજ બેભાન અવસ્થામાં પડેલા સાધુઓના મોબાઈલ ફોન ન દેખાતા સાધુઓને કેફી પદાર્થ ખવરાવી ચોરી અથવા લૂંટ થયાની શંકાની વાતો વહેતી થઈ હતી બનાવના પગલે પોલીસ પણ દોડતી થઈ હતી.

આખરેચાર પૈકી કોઈ સાધુ ભાનમાં આવતા કોઈએ કશુ ન ખવડાવ્યાની કેપીયતોલીસને આપી હતી ત્યારે સૌએ નિરાંતનો શ્ર્વાસ ભર્યો હતો. રાત્રીનાં જમવામાં કંઈ ફૂડ પોઈઝનીંગ થઈ ગયું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલવા પામ્યું હતુ તમામ વસ્તુઓ સહી સલામત કોઈ લૂંટ કે કોઈ ચોરી ન થયાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.