Abtak Media Google News
  • ગરમીનો પારો ઉચકાતા રંગીલું રાજકોટ રક્ત રંજીત બન્યું!!

  • ગંજીવાડામાં માતાના પ્રેમીની કાકા-ભત્રીજા સહિત આઠ શખ્સે તલવારથી વેતરી નાખ્યો

  • જયુબિલી પાસે પૈસાની ઉઘારણીના પ્રશ્ર્ને પ્રૌઢનું ચાર શખ્સોએ મર્ડર કર્યુ

  • કોઠારિયા રોડ મારૂતિનગરમાં વૃધ્ધાનું ગળુ દાબી કરપીણ હત્યા

  • હુડકો ચોકડી પાસે  કાર પાર્કીંગના પ્રશ્ને પટેલ યુવકનું ઢીમઢાળી દીધું

રાજકોટમાં આકાશમાંથી અગન વરસા થતા ગરમીનો પારો ઉચકાતા ક્રાઇમ રેટમાં એકદમ વધી ગયો છે. છેલ્લા ચાર દિવસમાં મહિલા સહિત ચારની કરપીણ હત્યાની ઘટના બનતા રંગીલુ રાજકોટ રકત રંજીત બન્યું છે. ગંજીવાડામાં માતાના પ્રેમીની કાકા-ભત્રીજા સહિત આઠ શખ્સોએ તલવારથી હુમલો કરી વેતરી નાખ્યો છે. જ્યુબીલી પાસે ગુમાનસિંગ શોપિંગ સેન્ટર પાસે પૈસાની ઉઘરાણી કરી ચાર શખ્સોએ લાકડી અને ધોકાથી પ્રૌઢનું ઢીમઢાળી દીધું છે. હુકડો ચોકડી પાસે કાર પાર્કીંગના પ્રશ્ર્ને પટેલ યુવકની લોથ ઢળી છે. અને કોઠારિયા રોડ  હુડકો ચોકડી પાસે વૃધ્ધાનું અજાણ્યા શખ્સોએ ગળુ દાબી મોતને ઘાટ ઉતાર્યાનું પોલીસમાં નોંધાયું છે. નજીવી બાબતે મારામારી અને હત્યાના બનાવ વધતા પોલીસમાં દોડધામ થઇ ગઇ છે.

નવા થોરાળા વિસ્તારના રામનગરમાં રહેતા સલીમ જુસબ વણપરા નામના 36 વર્ષના યુવકની ગંજીવાડા મહાકાળી ચોક પાસે આબીદ ગની ઓડીયા, અવેશ અયુબ ઓડીયા, શાકીર આબીદ ઓડીયા, અનિશ આબીદ ઓડીયા, શબ્બીર ઉર્ફે બોદુ સતાર ઓડીયા, ઇમરાન શબ્બીર ઓડીયા અને બે અજાણ્યા શખ્સોએ તલવારથી   હુમલો કરી કરપીણ હત્યા કર્યાની જાકીર જુસબે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક સલીમ જુસબને અવેશ ઓડીયાની માતા રશીદાબેન સાથે પ્રેમ સંબંધ હોવાથી રશીદાબેનને  2017માં સલીમ ભગાડી ગયો હતો અને પાંચ દિવસ બાદ પર મુકી ગયો હોવાથી સલીમની હત્યા કરવા માટે લાંબા સમયથી પ્લાન બનાવી રહ્યો હતો. બે માસ પહેલાં અવેશે મધ્ય પ્રદેશમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને સાત કારતુસ મગાવ્યા હતા. સલીમની હત્યા કરે તે પહેલાં અવેશની પોલીસે હથિયાર સાથે પકડાયો ત્યારે પણ તેને માતા રશીદાબેનના પ્રેમીની હત્યા માટે હથિયાર લાવ્યાની કબુલાત આપી હતી. તાજેતરમાં જ હથિયારના ગુનામાં જામીન પર છુટેલા અવેશ ઓડીયાએ પોતાના ભાઇ અને કાકાની મદદથી તલવારથી હુમલો કરી હત્યા કર્યાનું બહાર આવતા પોલીસે હત્યાના ગુનામાં ત્રણની ધરપકડ કરી અન્ય શખ્સની શોધખોળ હાથધરી છે.

થોરાળા પોલીસ મથકના પી.આઇ. કે.એલ.જેઠવા સહિતના સ્ટાફે સલીમ જુસબની હત્યાના ગુનામાં સંડોવાયેલા અવેશ યુબ, આબીદ અને અરબાઝ નામના શખ્સોની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે.

જ્યારે હત્યાનો બીજો બનાવ જયુબીલી નજીક ગુમાનસિંગ શોપિંગ સેન્ટર પાસે બન્યો હતો. બજરંગવાડી પાસે રાજીવનગરમાં રહેતા સાજીદભાઇ ઇશાકભાઇ અંતરીયા નામના 50 વર્ષના પ્રૌઢ પર સંજયનગરમાં રહેતા શબ્બીર ઉર્ફે ગની રફીક શેખ, રફીક શેખ, તૌફિક ઉર્ફે રામો રફીક શેખ અને આરિફ નામના શખ્સોએ લાકડી અને ધોકાથી હુમલો કરી ઢીમ ઢાળી દીધાની અનિશ ફારુક મેમણે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક સાજીદભાઇ ઇશાકભાઇ પાસે શબ્બીર ઉફેઈ ગની શેખ પૈસા માગતો હોવાથી તે અવાર નવાર ઉઘરાણી કરી ઝઘડો કરતો હતો. ગઇકાલે સાંજે બંને વચ્ચે ઉઘારણીના પ્રશ્ર્ને ઉગ્ર ઝઘડો થતા શબ્બીર ઉર્ફે ગની તેના બે પુત્રો સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો ત્યારે તેને છોડવવા વચ્ચે પડેલા અનિશ ફારુક મેમણ ઘવાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા સાજીદ મેમણના માથામાં ગંભીર ઇજા થતા મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પી.આઇ. કે.એન.ભુકણ સહિત ચારેય શખ્સો સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

કોઠારિયા રોડ પર આવેલા મારુતિનગરમાં રહેતા સુનિતાબેન ઇશ્ર્વરભાઇ છંછરીયા નામના 65 વર્ષના વૃધ્ધાની અજાણ્યા શખ્સોએ ગળુ દાબી હત્યા કર્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જે સ્થળે હત્યા થઇ ત્યાં આઠ જેટલા અન્ય ભાડુઆત રહે છે. તેમ છતાં હત્યા કોને અને શા માટે કરી તે અંગેની મૃતકના પરિવારને કે પોલીસને હજી સુધી સુરાગ મળ્યો નથી હત્યા અંગે પોલીસને સીસીટીવી ફુટેજ કે અન્ય કોઇ  કડી ન મળતા હત્યાનો ભેદ બે દિવસ બાદ પણ અકબંધ છે.

કોઠારિયા રોડ પર હુડકો ચોકડી નજીક આવેલા મધુવન પાર્કમાં રહેતા પરાગભાઇ નગીનભાઇ ગોંડલીયા નામના 39 વર્ષના પટેલ યુવાન પર ગત તા.5 એપ્રિલના રોજ કાર પાર્કીંગના પ્રશ્ર્ને ઇસ્માઇલ મુનાફ કાદરી નામના શખ્સે માથામાં દસ્તો મારતા ગંભીર રીતે ઘવાયેલા પરાગભાઇ ગોંડલીયાનું સારવાર દરમિયાન બે દિવસ પહેલાં મોત નીપજ્તા બનાવ હત્યામાં પલ્ટો છે. પોલીસ ઇસ્માઇલ મુન્નાફ કાદરીની ધરપકડ કરી જેલ હવાલે કયો છે.

આશરે 17 થી 21 વર્ષની અજાણી યુવતીના કટકા કરી બાચકામાં પેક કરેલા બે બાચકા લાલપરી નદીમાંથી મળી ્રઆવ્યા હતા. બી ડિવિઝન પોલીસે અજાણી યુવતીની અજાણ્યા શખ્સોએ હત્યા કરી લાશ ફેંકી ગયાનો ગુનો નોંધી મૃતક યુવતીની ઓળખ મેળવવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે. મૃતકની ઓળખ મળ્યા બાદ જ હત્યા કોને અને શા માટે કરી તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.