Abtak Media Google News

ગુરૂવાર રાજકોટ અને અમરેલી જયારે શુક્રવારે દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે

ગીરગઢડાના થોરડી અને ભાખા ગામમાં ભારે પવન સાથે વરસાદ પડતા સપ્તાહના ડોમ ધરાશાયી

સુર્યનારાયણ એક તરફ આકાશમાંથી અગ્ની વર્ષા કરી રહ્યા છે. બીજી તરફ આવતીકાલથી રાજયમાં ફરી માવઠાની મહોંકાણ સર્જાશે બુધવારથી સતત ત્રણ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે પણ રાજયના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

સોમવારે રાજકોટ અને ભુજ 41 ડિગ્રી તાપમાન સાથે રાજયના સૌથી ગરમ શહેર રહ્યા હતા. બપોરના સમયે અંગ દગાડતી ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. આ ઉપરાંત અમરેલીનું તાપમાન 39.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 37.8 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 30.8 ડિગ્રી, ઓખાનું તાપમાન 32.4 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 35.12 ડિગ્રી, રાજકોટનું તાપમાન 41 ડિગ્રી, વેરાવળનું તાપમાન 31.6 ડિગ્રી, દિવનું તાપમાન 32 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 40.4 ડિગ્રી, મહુવા 35.8 ડિગ્રી, કેશોદનું તાપમાન 39.4 ડિગ્રી, અમદાવાદનં તાપમાન 39.7 ડિગ્રી, ડિસાનું તાપમાન 38.1 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 38.7 ડિગ્રી, વડોદરાનું તાપમાન 40 ડિગ્રી, સુરતનું તાપમાન 38.2 ડિગ્રી, નલીયાનું તાપમાન 37.2 ડિગ્રી અને કંડલાનું તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું હતું. આજે પણ તાપમાનનો પારો ઉંચો રહેશે.

દરમિયાન આવતીકાલથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. કાલે બુધવારે દાહોદ, તાપી, નર્મદા અને ડાઁગ જિલ્લામાં, ગુરૂવારે દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, કચ્છ, અમરેલી અને રાજકોટ જયારે શુક્રવારે પાટણ, બનાસકાંઠા, સારબકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ વર્ષ ઉનાળો સતત અવરોધાય રહ્યો છે.ગઇકાલે સોમવારે ગીર ગઢડાના થોરાડી અને ભાખા ગામે ભારે પવન સાથે વરસાદ પડતા ભાગવત સપ્તાહના મંડપ ધરાશાયી થઇ જવા પામ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.