Abtak Media Google News

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની એકમાત્ર બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ છેલ્લા 20 વર્ષથી કિડનીની સારવારમાં કાર્યરત છે. કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ધરાવતી કિડનીની સંપૂર્ણ સારવાર માટેની હોસ્પિટલમાં, સરકાર દ્વારા ડાયાલીસીસ ચાર્જમાં કરવામાં આવેલ ઘટાડાના કારણે કિડનીના નિષ્ણાંત ડોકટરોનાં આંદોલનને કારણે દર્દીઓને તકલીફ ના પડે તે માટે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં રજીસ્ટર થયેલાં આયુષ્માન ભારત યોજનાના દર્દીઓને કામચલાઉ ધોરણે ડાયાલીસીસની સારવાર માનવતાનાં ધોરણે વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

Advertisement

સંસ્થાના ચેરમેને ડો.વિવેક જોષીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના ડાયાલિસિસ દર્દીઓને શ્રેષ્ઠ ડાયાલિસિસ સારવાર આપવામાં આવે છે અને પહેલેથી જ ખુબ રાહત દરે ડાયાલિસિસ સારવાર પૂરી પાડવામાં આવે છે. હોસ્પિટલ દર્દીના હિતને હંમેશા અગ્રસ્થાને લઇ કોઇપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વગર ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડી રહી છે. હોસ્પિટલને સારવારમાં ગુણવત્તા માટે એન.એ.બી.એચ.ની માન્યતા પણ મળેલ છે.

હોસ્પિટલના આ નિર્ણયનો ડાયાલિસિસ દર્દીઓએ સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ હડતાળ દરમિયાન અમને મફત ડાયાલિસિસ સારવાર મળવાથી અમે ખૂબ જ રાહત અનુભવીએ છીએ અને હોસ્પિટલના આ નિર્ણયની પ્રશંસા કરી તેમને આભાર વ્યક્ત કર્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.