Abtak Media Google News

200 જેટલા ટેસ્ટની કેપીસિટી ધરાવતા અતિ આધુનિક મશીનમાં થશે ચોક્કસ તારણ

સેન્ટ્રલ પેથોલોજી લેબોરેટરીમાં કાર્યરત તબીબો પોતાની કામગીરીમાં છે સ્પેશિયાલિસ્ટ

રાજકોટના ભાગોળે આકાર લઈ રહેલી મેડિકલ ક્ષેત્રે આશીર્વાદરૂપ એઇમ્સ હોસ્પિટલ માત્ર દર્દીઓની સારવાર માટે જ નહિ પરંતુ તેની લેબોરેટરીમાં પણ અતિ આધુનિક સાધનો અને સ્પેશિયાલિસ્ટ તબીબો પણ ફરજ બજાવી રહ્યા છે. અબતક મીડિયા દ્વારા એઇમ્સ ખાતે કાર્યરત સેન્ટ્રલ પેથોલોજી લેબોરેટરીમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી લોકોને તેના વિશે માહિતગાર કર્યા હતા.

એઇમ્સ ખાતે કાર્યરત સેન્ટ્રલ પેથોલોજી લેબ અદ્યતન સાધનો સાથે નિષ્ણાતો દ્વારા લોહી અને કેન્સરના સચોટ નિદાન કરવામાં આવે છે. એઇમ્સમાં કાર્યરત પેથોલોજી લેબોરેટરીમાં ઇએસઆર જેવા આધુનિક મશીનરી દ્વારા લોહીના નમુના સહિતનાઓની સચોટ સારવાર માટે રિપોર્ટ કરવામાં આવે છે.

200 ટેસ્ટ જેટલી કેપેસીટી ધરાવતા મશીનમાં લોહીના નમૂનાની સચોટ જાણકારી આપવામાં આવે છે.

માત્ર રૂ.10ના ઓપીડી કેસ પર દર્દીઓને સચોટ સારવાર માટે એઈમ્સમાં હાલ અનેક વિભાગો કાર્યરત છે. એટલું જ નહિ સચોટ સારવાર માટે સચોટ રિપોર્ટ પણ જરૂરી બની રહે છે. તેના માટે પણ એઇમ્સ ખાતે જુદી જુદી લેબ હાલ કાર્યરત છે. તેમાંથી સેન્ટ્રલ પેથોલોજી લેબમાં લોહીના અને કેન્સરના રિપોર્ટ કરવામાં આવે છે. હિમોગ્લોબીન, ડબલ્યુબીસી કાઉન્ટ, પ્લેટ રેટ જેવા રિપોર્ટ કરવામાં આવે છે.

પેથોલોજી લેબમાં હર એક રિપોર્ટ માટે નિષ્ણાત હાજર હોય છે: ડો.ગરિમા (પેથોલોજી લેબ)

Aiims

અબતક સાથેની વાતચીતમાં એઇમ્સ ખાતે કાર્યરત સેન્ટ્રલ પેથોલોજી લેબોરેટરીના ડો.ગરિમાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, પેથોલોજી લેબમાં સીબીએસ ઓટો એનેલાઇસિસ, લોહીના ટકા, ડબલ્યુબીસી, પ્લેટ રેટ્સને લગતા તમામ રિપોર્ટ કરવામાં આવે છે. એટલું જ નહિ હિમોગ્લોબીન અને કેન્સરને લગતા રિપોર્ટ પણ લેબમાં કરવામાં આવી રહ્યા છે.લેબમાં કાર્યરત ઇએસઆર મશીનમાં હાર્ટને લગતા રિપોર્ટ કરવામાં આવે છે. જેથી હાર્ટ લગતી તકલીફોનો ખ્યાલ આવે છે.

આ તમામ પ્રકારના ટેસ્ટ 15-20 મિનિટમાં થઈ જાય છે. જ્યારે અન્ય ટેસ્ટમાં એક-બે કલાક જેટલો સમય લાગે છે. આ મશીનરીના એકસાથે 20 ટેસ્ટ કરવાની ક્ષમતા છે. જ્યારે એક દિવસમાં 200 જેટલા ટેસ્ટ કરી શકાય છે.

વધુમાં ડો.ગરિમાએ જણાવ્યું હતું કે પેથોલોજી લેબોરેટરીમાં હર એક રિપોર્ટ માટે નિષ્ણાત તબીબોની ટીમ કાર્યરત રહે છે. હર એક ડોકટરે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટમાં પોતાનો અભ્યાસ કર્યો હોય છે. પેથોલોજી લેબોરેટરીમાં એફએનએસસી દ્વારા કેન્સરને લગતા રિપોર્ટ પણ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.