Abtak Media Google News

૧લી જુનથી ડોમેસ્ટિક ફ્લાઈટની ટિકિટના ભાવમાં ૧૫%નો વધારો

સરકારે ભાડાની ન્યૂનતમ મર્યાદા વધારી: નવા પ્રાઈઝ બેન્ડ કરાયાં જાહેર

હવે વિમાન મુસાફરી પણ મોંઘી થશે. હકિકતમાં સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડાની લોઅર લિમિટને ૧૩થી ૧૬ ટકા વધારવાનો નિર્ણય લીધો છે. આની પહેલા માર્ચમાં સિવિસ મિનિસ્ટ્રીએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડાની લોઅર લિમિટને ૫ ટકા વધારવાનો નિર્ણય કર્યો હતો. ફેબ્રુઆરીમાં લોઅર પ્રાઈસ બેન્ડમાં ૧૦ ટકા અને હાયર બેન્ડમાં ૩૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

વિમાની મુસાફરીમાં આ વધારો એક જૂનથી અમલમાં આવી રહી છે. વિમાની ભાડાની ઉંચી મર્યાદાને જો કે પૂર્વવત રાખવામાં આવી છે. સરકારના આ પગલાથી એરલાઈન્સ કંપનીઓની મદદ મળશે. કોવિડ-૧૯ની બીજી લહેરના કારણે હવાઈ પ્રવાસીની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે. જેના કારણે આવક ઘટી છે.

ડોમેસ્ટિક વિમાની સેવાને લોકડાઉન અને આકરા નિયંત્રણને કારણે માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે યાત્રિકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ત્યારે હવાઈ સેવાને માઠી અસરમાંથી બહાર કાઢવા માટે સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જો કે, હવે પેટ્રોલ-ડીઝલ થકી જમીની મુસાફરી માટે લોકોના ખિસ્સા પર પડતો જોર આસમાન સુધી પહોંચી ગયો છે. હવાઈ મુસાફરી માટે પણ લોકોએ વધુ ચૂકવણી કરવી પડશે.

કોઈ પણ વિમાની મુસાફરી માટે રૂ. ૨૬૦૦ તો ચૂકવવા જ પડશે!!

૪૦ મિનિટ સુધી ઉડાન માટે ઓછામાં ઓછા ૨૬૦૦ રુપિયા ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના શુક્રવારે જારી સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે ૪૦ મિનિટ સુધીના સમયમાં હવાઈ મુસાફરીના ભાડાને નીચલી મર્યાદાને ૨૩૦૦ રુપિયાથી વધારીને ૨૬૦૦ રુપિયા એટલે કે ૧૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ જ પ્રકારે ૪૦ મિનિટથી લઈને ૬૦ મિનિટ સુધીના સમય માટે નીચલી મર્યાદા ૨૯૦૦ રુપિયાથી માંડી ૩૩૦૦ રુપિયા પ્રતિ વ્યક્તિ કરી દેવામાં આવી છે.

સરકારે ૭ નવા ફેર પ્રાઇસ બેન્ડ કર્યા જાહેર

દેશમાં વિમાની મુસાફરીના સમયના આધાર પર વિમાની યાત્રાની નીચલી અને ઉપરની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદા ગત વર્ષ ૨ મહિના ચાલેલા લોકડાઉનના ૨૫ મે એ ખુલવાના સમય પર નક્કી કરવામાં આવી હતી. ડીજીસીએએ ગત વર્ષ મેમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સમ માટે કુલ ૭ ફેર બેન્ડની જાહેરાત કરી હતી. આ ૭ પ્રાઈડ બેન્ડ યાત્રાના સમય પર આધારિત છે. પહેલા બેન્ડ તે ફ્લાઈટો માટે છે. જે ૪૦ મિનિટ સુધીનો પ્રવાસ કરે છે. બાકીના બેન્ડ ક્રમશઃ ૪૦-૬૦ મિનિટ, ૬૦-૯૦ મિનિટ, ૯૦-૧૨૦ મિનિટ, ૧૨૦-૧૫૦ મિનિટ, ૧૫૦-૧૬૦ મિનિટ અને ૧૮૦-૨૧૦ મિનિટના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.