Abtak Media Google News

જમીન મકાનના ધંધાર્થી, કોન્ટ્રાકટર, વેપારી સહિતના છ શકુનીઝડપાયા: રોકડા 3 લાખ અને કાર મળી રૂ.9 લાખનો મુદામાલ કબ્જે

ભીમનગરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ત્રણ મહિલા સહીત ર0ની ધરપકડ: રૂ.2.11 લાખનો મુદામાલ કબ્જે તિરૂપતિનગરમાં ચાર મહિલા સહિત 30 શખ્સો ઝડપાયા

શ્રાવણ માસમાં જુગારની મોસમ પુરબહાર ખીલીછે. ત્યારે કાલાવડ રોડ પારીજાત કોમ્પ્લેકસની ઓફીસમાં વેપારી દ્વારા સંચાલીત જુગાર ધામ પર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા જમીન મકાનના ધંધાર્થી કોન્ટ્રાકટર સહિત 6 શખ્સોની ધરપકડ કરી રોકડા 3 લાખ અને કાર મળી રૂ. 9 લાખનો મુદામાલ કબ્જે કર્યો જયારે ભીમનગરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ત્રણ મહિલા સહીત ર0ની ધરપકડ કરી રૂ. 2.11 લાખનો મુદામાલ કબ્જે કર્યો તિરૂપતિનગરમાં જુગાર રમતી ચાર મહીલા સહિત 30 શખ્સોની ધરપકડ કરી હતી.પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પરના પારીજાત કોમ્પ્લેકસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમતાં સુરેશ સવદાસ કાલરીયા, રાજુ વિનોદ જટણીયા, મીહીર બાબુ કનેરીયા, પ્રિયાંક રમેશ ડઢાણીયા, મનવીર નાગદાન ચાવડા અને પ્રશાંત ભુપત વાઘેલાની ધરપકડ કરી. 3 લાખ રોકડા અને કાર મળી કુલ 9 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

જયારે બીજા દરોડામાં નાના મૌવા મેઇન રોડ જય ભીમનગર શેરી નં. 8 માં રહેતા રવિ બાબુ વધેરી ના મકાને જુગાર રમતા હોવાની બાતીમના આધારે ક્રાઇમ બ્રાંન્ચે દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમતાં રવિ બાબુ વધેરા, રઉફ ઉર્ફે મુનો ગફાર ફુફાર, રહિમ હાસમ ભાઉદિન, એજાજ સાજીદ અનંતરીયા, હિરેન રસિક આડેસરા, સોહિલ મજીત સોરા, અલ્પેશ ઉર્ફે બાબો રમણીક ગોટેચા, સંજય પ્રશાંત ખમાર, ભાવીન મનોજ સારેસા, અશોક મનોજ સોલંકી, મુસ્તાક બાઉદિન પીપરવાડીયા, મયુર ભરત  કુકાવા, પ્રદિપ જોરસંગ જાદવ, બાબુ લખમણ વધેરા, પ્રવિણ નાગજી પરમાર, ભાવના જેન્તી ચાવડા, શીલાબા હરદેવસિંહ જાડેજા અને નસીમ રઉફ ફફારની ધરપકડ કરી એક લાખની  કિંમતના 10 મોબાઇલ અને 1.06 લાખ રોકડ સહિત 2.11 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.જયારે ત્રીજા દરોડામાં તિરૂપતિનગર શેરી નં.પ મા રહેતા ધારાબેન ગોસ્વામીના મકાને ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી જુગાર રમતી ધારાબેન  ગોસ્વામી, પીનલબેન ગોસ્વામી, જાનકીબેન સોલંકી, વીમળાબેન ગોસ્વામી અને પંકજ દેવકુ મેણીયાની ધરપકડ કરી રૂ. પ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.