Abtak Media Google News

ધ્વજાજીના પૂજન-અર્ચનમાં સમાજના5 હજારદંપતીઓ જોડાશે

અબતકની શુભેચ્છા મુલાકાતે  સમસ્ત  પ્રજાપતિ સમાજની ટીમ

પ્રજાપતિ સમાજના શ્રધ્ધા અને આસ્થાના સ્તંભ સમી આપા ગીગાની જગ્યા – સતાધાર ના શિખરે સૌરાષ્ટ્ર ઝોનના સમસ્ત પ્રજાપતિ સમાજ ના ઉપક્રમે આગામી તા .30 ને રવિવારે ધ્વજારોહણ મહોત્સવનું આયોજન થયેલ છે .

પ્રજાપતિ સમાજના વજારોહણ મહોત્સવ અંતર્ગત અબ તક કાર્યાલયે આયોજક સમિતિના સંયોજક રતિભાઇ ગોરવાડીયા, ચંદુભાઇ જાદવ, અશોકભાઇ હળવદીયા, અરવિંદભાઇ પરમાર, રમેશભાઇ સોરઠીયા, ચેતનભાઇ ભલગામા , મહેન્દ્રભાઇ મચ્છોયા કરશનભાઇ ઉપરા , દિલીપભાઇ લખતરીયા સહીત પ્રજાપતિ સમાજના અગ્રણીઓ શુભેચ્છા મુલાકાતે આવેલ હતા .

અબતકની શુભેચ્છા મુલાકાતે

ધ્વજાજી મનોરથ મહોત્સવ અંગે માહિતી આપતા રતિભાઇ ગોરવાડીયા એ જણાવ્યુ હતુ કે , ધ્વજારોહણ મહોત્સવમાં સહભાગી થવા માટે સૌરાષ્ટ્રના રાજકોટ , મોરબી , જામનગર , દ્વારકા , પોરબંદર , જૂનાગઢ , ગીર સોમનાથ , અમરેલી , ભાવનગર , બોટાદ અને સુરેન્દ્રનગર જીલ્લાના તમામ તાલુકાઓમાં વસતા 30 હજાર પરિવારો પૈકી 20 હજાર પરિવારોને રૂબરૂ અને 10 હજાર પરિવારોને ડીઝીટલ માધ્યમથી નિમંત્રણ પત્રિકા પાઠવી સતાધાર ખાતેના સમાજના ધ્વજારોહણ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

ધ્વજારોહણના  તા.29 ને શનિવાર ના રોજ રાત્રે હેલીપેડ ગ્રાઉન્ડ સતાધાર ખાતે , પરસોતમપરી ગોસ્વામી , લાખણશીભાઇ ગઢવી , શૈલેષ મહારાજ , ધીરૂભાઇ સરવૈયા અને દેવદાન ગઢવી જેવા ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ નિર્ધારિત થયેલ છે . સતાધારના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે તા .30 મી ના સવારે 7 કલાકે બાવનગજની ધ્વજાજીની શાસ્ત્રોત્કત મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ થશે . ધ્વજાજીની પૂજામાં પ્રજાપતિ સમાજના 5000 દંપતિઓ નિર્ધારિત ડ્રેસકોડમાં જોડાશે અને પૂજન અર્ચનનો લાભ લેશે . આ તકે મહોત્સવમાં ખાસ ઉપસ્થિત પીપળીધામનાં 5.પૂ.મહંત  વાસુદેવ મહારાજ , શકિતનગર (હળવદ) ના પ.પૂ.મહંત  દલસુખ મહારાજ, થોળના પૂ.મહંતથી સાંઇચરણબાપુ , અલખ આશ્રમ સતાધારનાં પ.પૂ.મહંત  મનસાગીરી બાપુ સહિત સંતો મહંતો પ્રજાપતિ સમાજને આર્શિવચન પાઠવશે.

સવારે 8.30 કલાકે ગાજતે – વાજતે શણગારાયેલા 50 થી વધુ વાહનો સાથે ધ્વજાજીની શોભાયાત્રાનો પ્રારંભ થશે જેમાં 30 હજારથી વધુ પ્રજાપતિ ભાવિકો શોભાયાત્રામાં જોડાશે . ધ્વજાજીની શોભાયાત્રા આપા ગીગા મંદિર પરિસરમાં 11 કલાકે પહોંચશે . સતાધારના પ.પૂ.મહંતશ્રી વિજયબાપુના વરદ હસ્તે 11.30 કલાકે બાવનગજની ધ્વજા ચડાવાશે . ત્યારબાદ સૌ પ્રજાપતિ ભાવિકો મહાપ્રસાદ ભોજનનો લાભ લેશે . પ્રજાપતિ સમાજના ધ્વજારોહણ મહોત્સવમાં સૌરાષ્ટ્ર ઉપરાંત આંતર રાજયના પ્રજાપતિ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે . આયોજન સમિતિના 200 સદસ્યોના માર્ગદર્શન હેઠળ 1000 થી વધુ યુવાનો ધ્વજારોહણ મહોત્સવને નિર્ધારીત રૂપરેખા મુજબ સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.