Abtak Media Google News

Table of Contents

શિવજીના પુત્ર અને રિધ્ધિ-સિધ્ધિના દાતા

હિન્દી કેલેન્ડર અનુસાર ભાદ્રપદ મહિનાની શુકલ  ચતુર્થીથી દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ જાય છે,  આ તહેવાર 10 દિવસ ચાલે છે, મૂળ મહારાષ્ટ્રનો તહેવાર છેલ્લા દશકાથી વધુ સમયથી  આપણાં રાજયોમાં રંગેચંગે ઉજવાય રહ્યો છે.  ભકતજનો આ દિવસે   ઢોલ નગારા વગાડતા અને શાસ્ત્રોકત પૂજા સાથે બાપ્પાને ઘરે સ્થાપન કરે છે.ધાર્મિક   માન્યતાઓ મુજબ  આ તહેવાર  ગણેશના  જન્મ દિવસ તરીકે ઉજવાય છે. શુભ મુહુર્તમાં પૂજા સ્થાન પર પીળા કે લાલ કપડાનુંસ્થાપન,   મંત્રોજાપ કરાય છે. ગણેશને હળદર, ચંદન,   સિંદૂર,  કુમકુમ, નાડાછડી,  દુર્વા, ફળ, ફુલ અને માળા અપર્ણ કરાય છે. મોદક અથવા લાડુ અપર્ણ કરીને અંતે  આરતી સાથે પૂજાની સમાપ્તી થાય છે. આ ઉત્સવનો   પ્રારંભ  1892માં મહારાષ્ટ્ર રાજયમાં લોક માન્ય   બાલ ગંગાધર  તીલક દ્વારા કરવામાં આવ્યો હતો.

Advertisement

ગણપતીના અવતાર વિશેની વિવિધ માન્યતાઓ, તે આદિદેવ ગણાતા હોવાથી દરેક યુગમાં અવતાર ધારણ કરેલ છે: સતયુગમાં ઋષી  કશ્યપ અને અદિતિ, ત્રેતા યુગમાં ઉમાને ત્યાં ગણેશ અને દ્વાપર યુગમાં પાર્વતીને ત્યાં ગણેશના રૂપમાં જન્મ લીધાની કથા જાણીતી છે

ગણેશ જી શા કારણે કહેવાયા એક દંત, ગણપતિ બાપ્પાનું વાહન ઉંદર જ કેમ..? આ બધી વાતો ખુબજ રસપ્રદ અને રોચક છે.મહારાષ્ટ્રમાં વર્ષોથી ઉજવાતો ગણેશ ઉત્સવ હવે આપણાં ગુજરાત અને કાઠીયાવાડમાં પણ રંગે ચંગે ઉજવાય છે. આજે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવનો પ્રારંભ થાય છે. આ દિવસે ગણેશ પુજન સાથે ઘરે ઘરે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર પર્વે છ ગ્રહોનો સંગમ જોવા મળી રહ્યો છે. આ ભાદ્રપદના શુક્લપક્ષની ચતુર્થીતિથીએ શરૂ થનાર ગણેશ ચોથનું આપણી સંસ્કૃતિમાં અનેરૂ મહત્વ છે.

ભગવાન ગણેશના વાહનની ઘણી કથાઓ જોવા મળે છે. એક કથા પ્રમાણે ગજમુખાસુર નામના એક અસુર સાથે યુધ્ધ કરવું પડ્યું. આ રાક્ષસને કોઇ અસ્ત્રથી ન મરે તેવું વરદાન હોવાથી ગણેશજીએ એને મારવા પોતાનો એક દાંત તોડ્યો અને તેના પર ઘા કર્યો. આનાથી ભયભિત થયેલ ગજમુખાસુર મૂષક (ઉંદર) બનીને દોડવા લાગ્યો. બાદમાં ગણેશજીએ તેને પકડી લીધો તેનાથી રાક્ષસે ભગવાનની માફી માંગી અને પોતાનું વાહન બનાવીને જીવનદાન આપ્યું હતું. આ સમય બાદ ગણેશજી એકદંત પણ કહેવાયા તો ગણેશજીના વાહન તરીકે મૂષક પણ ગણાયો.

ગણેશનો પ્રિય ભોગ મોદક સાથે લાલરંગનું  પુષ્પ પ્રિય હતુ: જલતત્વના તે આધિપતિ કહેવાય છે: તેમનું મુખ્ય અસ્ત્ર અંકુશ અને પારા હતા: ઘણા રાજયોમાં આ તહેવારને વિનાયક ચતુર્થી કહે છે: 10 દિવસ  ચાલતા આ મહોત્સવનું સમાપન  અનંત ચર્તુથીના દિવસે તેનું નદીમાં વિસર્જન કરવાની આપણી પ્રાચિન  પરંપરા છે

ગણોના સ્વામી હોવાતી તેને ગણપતિ કહેવાય છે. જ્યોતિષની દ્રષ્ટિએ તે કેતુના અધિપતિ દેવતા મનાય છે. હાથી જેવા શિશને કારણે તેને ગજાનન પણ કહેવામાં આવે છે. આપણા ધર્મશાસ્ત્રમાં કોઇપણ શુભ કાર્યના પ્રારંભે તેનું પુજન-અર્ચન કરવામાં આવે છે. ગણેશજી કષ્ટ વિનાશક અને સિધ્ધી વિનાયક પણ કહેવાય છે.

વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ , નિર્વિધ્નમ કુરૂમેદેવ સર્વ કાર્યેસુ સર્વદા…..શું તમે જાણો છો ભગવાન ગણપતિના આ 12 નામ ?  અને અલગ-અલગ રાજ્યોમાં ગણેશ ચતુર્થી  અલગ-અલગ નામે  ઉજવાય છે.મહારાષ્ટ્રમાં વર્ષોથી ઉજવાતો ગણેશ ઉત્સવ હવે આપણાં ગુજરાત અને કાઠીયાવાડમાં પણ રંગે ચંગે ઉજવાય છે. આજે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવનો પ્રારંભ થાય છે. આ દિવસે ગણેશ પુજન સાથે ઘરે ઘરે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે આ પવિત્ર પર્વે છ ગ્રહોનો સંગમ જોવા મળી રહ્યો છે. આ ભાદ્રપદના શુક્લપક્ષની ચતુર્થી તિથીએ શરૂ  થનાર ગણેશ ચોથનું આપણી સંસ્કૃતિમાં અનેરૂ  મહત્વ છે.આજે ગણપતિજીને જળ, ફૂલ, અક્ષત, ચંદન, ધૂપ, દીપ, ફળ અને મોદકનો નૈવેદ્ય ધરાવવો, આજે ઘરે-ઘરે ગણેશ સ્થાપના થશે:,છ ગ્રહોનો શુભ સંયોગ પણ આજે જોવા મળે છે.

ગણેશ ઉત્સવની શરૂઆત 1892માં મહારાષ્ટ્ર રાજયમાં લોક માન્ય  બાલ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી, આઝાદીની લડાઈ વખતે લોકામેાં એકતા અને દેશભકિતની ભાવના જાગૃત  કરવાના હેતુથી આ તહેવારની  જાહેરમાં  સામૂહિક  રીતે ઉજવણીની પ્રથા શરૂ કરી હતી.

શિવજીના પુત્ર અને રિધ્ધી-સિધ્ધીના દાતા ગણપતિ દેવને ગણવામાં આવે છે. તેમનું વાહન ઉંદર છે. ભગવાન ગણેશનું શિર્ષ હાથીનું છે. સમગ્ર વિશ્ર્વમાં ભગવાન ગણેશ પ્રચલિત દેવતા છે. વિદેશોમાં પણ તેના ભક્તો જોવા મળે છે. ગણોના સ્વામી હોવાતી તેને ગણપતિ કહેવાય છે. જ્યોતિષની દ્રષ્ટિએ તે કેતુના અધિપતિ દેવતા મનાય છે. હાથી જેવા શિશને કારણે તેને ગજાનન પણ કહેવામાં આવે છે. આપણા ધર્મશાસ્ત્રમાં કોઇપણ શુભ કાર્યના પ્રારંભે તેનું પુજન-અર્ચન કરવામાં આવે છે. ગણેશજી કષ્ટ વિનાશક અને સિધ્ધી વિનાયક પણ કહેવાય છે.

ભગવાન ગણેશજીના આ મુખ્ય 12 નામ છે. સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિધ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન જેવા મુખ્ય નામ સાથે અનેક નામો પ્રચલિત છે.

ભગવાન ગણેશ અવતાર વિશેની અલગ-અલગ માન્યતા લોકવાયકા છે. તે આદિદેવ ગણાતા હોવાથી દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાયું છે. સતયુગમાં ઋષિ કશ્યપ અને અદિતિ, ત્રેતાયુગમાં ઉમાને ત્યાં ગણેશ અને દ્વાપરયુગમાં પાર્વતીને ત્યાં ગણેશના રૂપમાં જન્મ લીધાની કથા જાણીતી છે. કળિયુગમાં પણ ધૂમ્રકેતુ કે ધુમ્રવર્ણાના અવતારની કથા ભવિષ્ય પુરાણમાં વર્ણવી છે. તેમના મુખ્ય 12 નામોમાં સુમુખ, એકદંત-કપિલ-ગજકર્ણક-લંબોદર-વિકટ-વિધ્નહર્તા-વિનાયક-ગણાધ્યથી- ભાલચંદ્ર-ગજાનન અને ધૂમ્રકેતુ જેવા નામો છે.

પિતા શિવજી અને માતા પાર્વતીના પુત્ર ગણેશજીના ભાઇનું નામ કાર્તિકેય હતું. તેમના બે પુત્રો લાભ-શુભ હતા. તેમનો પ્રિયભોગ મોદક સાથે લાલ રંગનું પુષ્પ પ્રિય હતું. જલતત્વના તે અધિપતિ કહેવાય છે. ગણેશજીના મુખ્ય અસ્ત્ર અંકુશ અને પાશ હતા. ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ ઉજવણી કરાય છે. આ દિવસે ગણેશજીનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. આપણાં ગણેશ ચોથના તહેવાને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી કહેવાય છે તો કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે ઓળખાય છે. આ તહેવાર સમગ્ર દેશમાં લોકો ભક્તિભાવથી ઉજવે છે.

ગણેશ ચોથથી શરૂ  થતો ગણેશોત્સવ સતત દિવસ ભવ્ય તહેવાર તરીકે ઉજવાય છે. આ તહેવારની પૂર્ણાહૂતિ 10 દિવસ બાદ  અનંત ચતુર્થીના દિવસે થાય છે. ઘરે સ્થાપના કરેલા ભગવાન ગણેશજીનું નદીમાં વિસર્જન કરવાની આપણી પ્રાચીન પરંપરા છે. ગણેશોત્સવમાં ભક્તો તેને રીઝવવાના અનેક પ્રયાસો, કાર્યો, પૂજન-અર્ચન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.