Abtak Media Google News

અમદાવાદ બાદ હવે રાજકોટ આઉટલેટ ખાતે પણ જૂના ચશ્મા દાનમાં સ્વીકારાશે

સમાજમાં કંઇક સાર્થક યોગદાન કરવાના ઉદેશથી અને વંચિતો સુધી પહોચવા માટે ગંગર આઇનેશને ‘આપકા પુરાના ચશ્મા કિસી કા નયા નઝરિયા ’નામનું એક રસપ્રદ અભિયાન શરુ કર્યુ છે. જેનુ લક્ષ્ય જે લોકો ચશ્માનું દાન કરવાની ઝુંબેશમાં જોડાઇ શકે તેમ છે તેમનામાં આ અંગે જાગૃતિ લાવવાનો અને તેઓ ગંગર આઇનેશનના કોઇપણ આઉટલેટ ખાતે જૂના ચશ્માનુ દાન કરે તેવો છે.

Advertisement

લોકોને જુના ચશ્માનું દાન કરે છે તેને રિપેર કરીને તેમાં ઇચ્છિકત લેન્સ ફિટ કરી ગંગર આઇનેશન સીએસઆર ટીમ દ્વારા વંચિતોને દાનમાં આવપવામાં આવે છે.

દેશના વિવિધ હિસ્સાઓમાંથી ગંગર આઇનેશન આઉટલેટસ ખાતે આવી લોકો પોતાના જુના ચશ્માઓનું દાન કરી રહ્યાં હોવાથી હાલમાં ચાલી રહેલા આ અભિયાનને સુંદર પ્રતિભાવ મળ્યો છે. ચશ્માનું દાન કરવાની પોતાની પહેલ મારફતે વંચિતો માટે ટાળી શકાય તેવા અંધત્વને નિવારવામાં મદદરૂપ થવાના આ અભિયાન સાથે કંપની ઘણા સમયથી સંકળાયેલી છે અને આ વખતે તેમણે આ ઝુંબેશનો વ્યાપ પણ વધાર્યો છે.

ગંગર આઇનેશનના સી.ઇ.ઓ. પ્રજ્ઞેશ ગંગર સાથે ભારતમાં આંખના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે વાત કરતાં તેમણે ગુણવત્તાસભર આઇકર સર્વિસ ખૂબ જ મર્યાદીત હોવા પર અને આ સેવાઓ મોટાભાગના વંચિતો અને જરુરીયાતમંદોને અપ્રાપ્ત હોવા પર ઘ્યાન દોર્યુ હતું. યુવાન અને બીજી પેઢીના ઉત્સાહી વ્યકિત પ્રજ્ઞેશ ગંગર જણાવ્યું હતું કે, આપણે જો ભૌગોલિક પ્રસાર અને વસતી ગીચતાને લઇએ તો મોટા વિસ્તાર તેમની જરુરીયાતોથી વંચિત હોવાનું ઉજાગર થશે. જો આપણે બધાં ભેગા મળીને શકય એટલા વધુ લોકોનું અંધત્વનું જોખમ ઘટાડી શકીએ અને તેમની દ્રષ્ટિ બચાવી શકીએ તો એક ખુબ સારી બાબત ગણાશે. અમારુ યોગદાન જો વંચિતો માટેના આ અભિયાનમાં ઈચ્છિત પરિવર્તન લાવી પ્રભાવ પાડી શકાશે તો અમને ખૂબ આનંદ થશે.

વાસ્તવિકતા તો એ છે કે, જો સમયરસર નિવારક પગલાં લેવામાં આવ્યાં હોત તો ભારતમાં ૮૦ ટકા પ્રજ્ઞાચક્ષુઓ પોતાની દ્રષ્ટિ બચાવી શકયા હોત, પ્રજ્ઞેશ પાસેથી આપણને જે જાણવા મળે છે તે મુજબ, જયાં સુધીમાં આવા વંચિતોને તબીબી સારવાર મળે ત્યાં સુધીમાં તુમની દ્રષ્ટિને ગંભીર નુકશાન થઇ ગયું હોય છે. ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞેશે ચશ્માનું દાન કરવાની પોતાની ઝુબેશને ધમધમતી કરવા સ્ટ્રીટ એકિટવેશન, સોશિયલ મીડીયા કેમ્પેઇન અને આઇ ચેક અપ કેમ્પ્સનું આયોજન કરવા બાબતે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કેમ્પેઇન આંખોના સ્વાસ્થ્યનું મહત્વ ઉજાગર કરવા, નિવારી શકાય તેવા અંધત્વ સામેની લડતમાં લોકોને જોડવા અને ગંગન આઇનેશન્સના પ્રયત્નોને ઉજાગર કરવા માટે કરવો. અમે તેમના પ્રયત્નોની સરાહના કરીએ છીએ. એક એવી કંપનીના વિશિષ્ટ અને ઉમદા પ્રયાસો કે જેણે વંચિતોને મદદરુપ થવા જ પોતાના પ્રયત્નો નથી કર્યા પરંતુ દરેકને પોતાની આંખોની નિયમિતપણે તપાસ કરાવવા પ્રોત્સાહિત કર્યા છે અને આ માટે દરેકને વિનંતીઓ પણ કરી છે, જેથી કરીને તેઓ ઈજા સામે પોતાની આંખનું રક્ષણ કરી શકે. આ સાથે જ આંખોને થતાં નુકશાનને ટાળી શકાય તે માટે લોકોને સનગ્લાસિસ પહેરવાની અને આંખોની કોઇપણ સ્થિતિને ગંભીરતાથી લેવાની સલાહ આપવામાં આવે છે,  કારણ કે આંખોના સમયસર ચેકઅપની અવગણના કોઇને પણ અંધત્વ આપી શકે છે. લોકો ચેકઅપ માટે કોઇપણ સમયે ગંગર આઇનેશનની મુલાકાત લઇ શકે છે.

શ્રી ગંગર સાથેની અમારી વાતચીતમાં ઉજાગર થયું હતું કે, જયારે આપણે આંખોની કાળજી લેવાની વાત કરીને ત્યારે બાળકો ઉપર સૌથી મોટું જોખમ રહેલું છે. બાળકોમાં વહેલા નિદાનનું અને દ્રષ્ટિની ક્ષીણતાની સારવારનું મહત્વ એ ખુબ જ દેખીતી બાબત છે. મોટાભાગના દેશોમાં નિયમિતપણે સ્કુલ સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ થતા રહેતા હોય છે. આ સ્કૂલ સ્ક્રીનીંગ સ્ક્રીનીંગ પ્રોગ્રામ ઉદ્દેશ્ય રીફ્રેક્ટિવ એરર, મંદદ્રષ્ટિ, ફાંગી દ્રષ્ટિ અને અન્ય નેત્ર રોગોના કિસ્સાઓ શોધી કાઢવાનો છે. રીફેકિટવ એરરને વહેલી તકે દુરસ્ત કરી લેવાથી નબળી દ્રષ્ટિ ધરાવતા શાળાના બાળકોની સંખ્યા ઘટી જાય છે.

અસ્તિત્વમાં રહેલા કોઇપણ દ્રશ્યવિકારને શોધી કાઢવા માટે અમે શાળાના બાળકોમાં નિયમિતપણે આઇ એકઝામ્સ વિઝન સ્કીનિંગ હાથ ધરીને છીએ. શાળાઓએ તેમને સ્વાસ્થ્ય વ્યવસ્થાના ભાગરુપે વિઝન ટેસ્ટને પ્રોત્સાહિત કરવા જોઇએ. માતા-પિતાઓએ નિયમિતપણે થતાં ચેકઅપની જરુરીયાતો પ્રત્યે જાગૃક થવું જોઇએ અને પોતાના બાળકોને આઇ એકઝામ માટે સક્રિય થઇ લઇ આવવા જોઇએ. આ તેમના બાળકોને ખુબ જ મદદરુપ થશે કારણ કે તેમનું મોટાભાગનું શિક્ષણ આંખોની મદદથી થતું હોય છે અને ભવિષ્યમાં કોઇપણ બીમારીને નિવારવા તેમના વિકાસના પ્રત્યેક તબકકે યોગ્ય દ્રષ્ટિ હોવી ખુબ જ જરુરી છે.

અહીં એ બાબત નોંધવી અગત્યની બની જાય છે. સુધારી ન શકાયેલી રીફેકિટવ એરરને કારણે નબળી પડી ગયેલી દ્રષ્ટિએ શાળાએ જતાં ભારતીય બાળકોમાં રહેલી જાહેર સ્વાસ્થ્યની ઘણી મોટી સમસ્યા છે. અસંદિગ્ધ ઉપચાર- યોગ્ય પરિસ્થિતિ ધરાવતા બાળકોને ઓળખી કાઢવા વિઝન સ્કીનિંગ થવું જોઇએ. શાળાઓમાં આઇ સ્કીનીંગ દરયિમાન સામાન્ય રીતે જે બીમારીઓની જાણકારી મેળવવામાં આવે છે તેમાં અન્ય કેટલીક નેત્ર બીમારીઓ સિવાય રીફેકિટવ એરર્સ, માયોપિયા, દ્રષ્ટિવૈષમ્ય, હાઇપરમેટ્રોપિયાનો સમાવેશ થાય છે. સમયસર અને યોગ્ય સારવાર કાયમી અપંગતાથી બચાવે છે.

પોતાના જૂના ચશ્માનું દાન કરવા માટે ઈચ્છુક વ્યકિતઓ ગંગર આઈનેશન આઉટલેટસ યાજ્ઞિક રોડ ૦૨૮૧૨૪૬૦૨૪૪ અને ક્રીસ્ટલ મોલ ૦૨૮૧-૨૫૬૨૬૩૨ની મુલાકાત લઈ શકે છે. ચશ્માનું દાન, આઇ હેલ્થકેર અને ચેકઅપ સંબંધિત પુછપરછ માટે ઈન્ફોલાઈન ૦૨૨ ૨૪૧૯૫૫૫૫ www.gangareyenation. facebook.com/ gangar eyenation.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.