Abtak Media Google News

પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા પાંચ લોકોને સહી સલામત બહાર કાઢયા

હાલમા અતીભારે વરસાદની આગાહી હોવાથી નીચાણવાળા વિસ્તારો તેમજ હાઇવે રોડ રસ્તાઓ તેમજ પુરની સ્થીતી સર્જાવાની સંભાવના હોય તેવા વિસ્તારોમા સઘન પેટ્રોલીંગ કરવા સુચના કરેલ હોય હાલમા ગારીયાધાર તાલુકા વિસ્તારમા ગત મધ્ય રાત્રીથી અવિરત વરસાદ શરૂ હોય જે અનુસંધાને ગારીયાધાર પોલીસ સ્ટેશના પો.સબ.ઈન્સ. વી.વી.ધ્રાંગુ  તથા પોલીસ સ્ટાફના માણસો નદી કાઠા વાળા ગ્રામ્ય વિસ્તારોમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ નાઓને ભંડારીયા ગામેથી ગ્રામજનો તેમજ મામલતદારગારીયાધાર દ્વારા ફોનથી જાણ કરેલ કે ભંડારીયા ગામે સીમ વિસ્તારમા સોલાર પ્રોજેકટનુ કામ શરૂ છે.

ત્યાં ભંડારીયાથી સારીંગપુર વાડીવિસ્તારના રસ્તામા એકજ પરીવારના પાંચ વ્યકતી પાણીના પ્રવાહમા ફસાય ગયેલ છે અને પાણીનુ પ્રવાહનુ જોર વધારે હોવાથી બહાર નીકળી શકે તેમ નથી તેવી જાણકારી મળતા અમો તથા પોલીસ સ્ટાફ સ્થળે પહોચી ગામના સ્થાનીક તરવૈયાઓની મદદ લઇ ભંડારીયા થી સારીંગપુર જતા રસ્તા ઉપર નદીના પુરમા પાણીના ધસમસતા પ્રવાહમા એક પરીવાર બાળકો સહીતનો ફસાયેલ હોય અને પાણીના પ્રવાહનુ જોર વધારે હોય જેથી સાથેના સ્થાનીક તરવૈયાઓની મદદ લઇ પાણીના પુરમા ફસાયેલા ત્રણ બાળકો તથા તેના માતાપિતા એમ કુલ પાંચ વ્યકતીઓને સલામત રીતે રેસ્કયુ કરી સલામત સ્થળે મોકલવામા આવેલ હતા

*રેસ્કયુ કરવામા આવેલ પરીવારમાં – આણંદભાઇ બટુકભાઇ ઉવ.33 નું નાથુબેન આણંદભાઇ ઉવ.30, , કિસ્મતભાઇ આણંદભાઇ ઉવ.8,  મીતભાઇ આણંદભાઇ ઉવ.10 અને  સાક્ષીબેન આણંદભાઇ ઉવ.13 રહે. તમામ ચકમપર તા.જી.બોટાદ  પોલીસ દ્વારા બચાવી લેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.