Abtak Media Google News

ટોક્યો ઓલિમ્પિક -2020માં ઇન્ડિયન હોકી ટીમની ઐતિહાસિક જીત બદલ ઘણા દિગ્ગજ ક્રિકેટરો તેમજ ઘણા સેલિબ્રિટીઓ એ તેમજ સમગ્ર દેશવાસીઓએ શુભકામના પાઠવી હતી. સચિન તેંડુલકર સહીત ઘણા ખેલાડીઓએ ઇન્ડિયન હોકી ટીમને શુભેચ્છા પાઠવી હતી. ઓલિમ્પિક ચાલુ થતા જ ભારતવાસીઓને મન માં એક જ પ્રાર્થના હતી કે કોઈ પણ રમતમાં ભારત એક ગોલ્ડ મેડલ લઇ આવે પરંતુ ઘણી બધી કોશિશો બાદ પણ તે થોડું દૂર રહી ગયું તેવું લાગી રહ્યું છે.

ગૌતમ ગંભીરે ભારતીય મેન્સ હોકી ટીમે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી પોતાના અંદાજમાં અભિનંદન પાઠવ્યાં હતાં, પરંતુ તેના ટ્વીટ પછી સોશિયલ મીડિયામાં હડકંપ મચી ગયો હતો. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમે 41 વર્ષ પછી પહેલીવાર મેડલ જીત્યો છે. ભારતીય હોકી ટીમે જર્મની સામેની રોમાંચક મેચમાં 5-4થી જીત દાખવી બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો હતો, જેને પરિણામે સોશિયલ મીડિયામાં વિવિધ ક્રિકેટર્સે પણ ભારતીય મેન્સ હોકી ટીમની પ્રશંસા કરી હતી. એવામાં ગૌમત ગંભીરના એક ટ્વીટને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થયા હતા.

Mahila Hockey

જો કે ગૌતમ ઘણી વાર એવા ટ્વિટ કરે છે જેનાથી લોકો રોષે ભરાય જાય છે, હાલ માં જ એક ટ્વિટ કરેલું હતું જેમાં ફરી તે વિવાદોમાં ઘેરાય ગયો હતો.
ગૌતમ ગંભીરના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં ફેન્સ ગુસ્સે થયા હતા. તેમણે ગૌતમ ગંભીરને લગતી વિવિધ પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. વળી, ગૌતમ ગંભીર પણ જ્યારથી નિવૃત્ત થયો છે ત્યારથી આડકતરી રીતે ધોની અંગે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરતો રહેતો હોય છે.

કોઇપણ ઘટના ઘટે એમાં એ વર્લ્ડ કપ દરમિયાન ધોનીને વધુ મહત્ત્વ અપાયું હોવાની વાતનો દરેક વેળાએ વિરોધ કરે છે. એવામાં ભારતીય હોકી ટીમની જીત બાદ પણ ગંભીરની આવી પોસ્ટ જોતાં ધોનીના ફેન્સે તેને આડે હાથ લીધો હતો. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી ભારતીય પુરુષ હોકી ટીમને ક્રિકેટર્સે શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયામાં ઘણા દિગ્ગજ ક્રિકેટર્સે પોતપોતાના એકાઉન્ટથી હોકી ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં.

2011માં જયારે વોર્લ્ડકપમાં ભારતની જીત થઇ હતી ત્યારે તે મેચમાં ગૌતમ ગંભીરે મેચમાં ઘણું યોગદાન આપેલું હતું, પરંતુ ભૂતપૂર્વ ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોની જયારે બેટિંગમાં આવ્યા પછી તેની અને યુવરાજ સિંઘની પાર્ટનરશીપ ચાલી રહેલી હતી ત્યારે ધ બેસ્ટ ફિનિશર ધોનીએ સિક્સ મારી મેચને ઐતિહાસિક જીત અપાવી હતી. ત્યાર બાદ ટિમ ઇન્ડિયા અને મહેન્દ્રસિંહ ધોનીને ઘણી શુભેચ્છા મળી રહી હતી, ત્યારે બધા ને ગંભીરનું યોગદાન ભુલાય જ ગયું હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારથી જ ગંભીર અને ધોની વચ્ચે ઘણા કટાક્ષો ઉભા થયા હતા. આ બાદથી ગંભીર કોઈ પણ ભારતની જીત પર વારંવાર આ વાત લોકો ને યાદ દેવડાવતો રહ્યો કે હું પણ એ મેચમાં રમ્યો હતો મેં પણ વોર્લ્ડકપ જીતાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.