Abtak Media Google News

કાઠીયાવાડી વાનગી અને શિયાળુ ડીસની ખુશ્બુ વાતાવરણમાં વ્યાપી

જેસીઆઇ  રાજકોટ યુવા મહિલા વીંગ દ્વારા કીચન હેવન્સ કુકીંગ કોમ્પીટીશન સ્પર્ધાનું કિગ્સ ક્રાફટ, રંગોલી પાર્ક પાસે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ જેટલી મહીલાઓએ ભાગ લીધો હતો. આ કુકીંગ કોમ્પીટીશન બે કેટેગરીમાં રાખવામાં આવ્યો હતો. એક કાઠીયાવાડી  ડીશ અને શીયાળુ પાક ભાગ લેનાર મહીલાઓએ ઘરેથી વાનગી બનાવીને લાવવાની હતી. અને ત્યાં તેમને ૧પ મીનીટનો ડેકોરેશનનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં મહીલાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

અબતક સાથેની વાતચીત દરયિમાન જેસીઆઇ રાજકોટ યુવા જેસીરેટ ચેરપર્સન ર૦૧૮ના ક્રિના માંડવીયા એ જણાવ્યું હતું કે અમે છેલ્લા પાંચ વર્ષથી કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરીએ છીએ. અને આજે ૬૦ જેટલી મહીલાઓએ કુકીંગ કોમ્પીટીશનમાં ભાગ લીધો છે. અને આ વખત કાઠીયાવાડી ડીશ તેમજ શીયાળુ પાકની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમને ખુબ જ આનંદ થાય છે કે મહીલાઓ ઉત્સાહભેર ભાગ લે છે.

અબતક સાથેની વાતચીતમાં કોમ્પીટીશનમાં જજ બનેલ શેફ અમી ગણાત્રાએ જણાવ્યું કે આજે મહીલાઓ દ્વારા સરસ મજાની કાઠીયાવાડી  ડીશ તેમજ શીયાળુ પાક તૈયાર કરવામાં આવ્યા છે. જેસીઆઇ દ્વારા મહીલાઓને જે પ્લેટફોર્મ મળ્યું છે. અને તેઓ પોતાની અંદર રહેલ ક્ષમતાને ઉજાગર કરી આગળ વધે.

અબતક સાથેની વાતચીત દરમિયાન સ્પર્ધક ઉર્જા કારીયાએ જણાવ્યું કે તેને કુંકીગનો બહુજ શોખ છે તેથી તે ઘણી વખત કુકીગ કોમ્પીટીશનમાં ભાગ લે છે મહીલાઓને પોતાનું કુકીંગનું આર્ટ બતાવવા માટે જેસીઆઇ એ અમને પ્લેટ ફોર્મ આપ્યું છે. અને મને તેનો ખુબ જ આનંદ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.