Abtak Media Google News

તું કિતની અચ્છી હૈ, સઝદા તેરા બીના… તેરે વાસ્તે જેવા હિન્દી ફિલ્મો ગાતા લોકો બન્યા મંત્રમુગ્ધ

રાજકોટમાં  નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે ત્યારે રાજકોટની પ્રખ્યાત હોટેલ ટીજીબી સીઝન  ખાતે વાઈપીસી ઇવેન્ટ ઓર્ગનિઝેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યોજાયેલા  ગરબા મહોત્સવમાં  પાંચમા  નોરતે   પ્રખ્યાત સિંગર  અને જેમને કચ્છની કોયલ તરીકે પણ ઓરખવામાં આવે છે તે ગીતા રબારીએ ખેલૈયાઓ સાથે પોતેજ સ્લેફી લઈને નવરાત્રીમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું

Advertisement

રાજકોટ માં આદ્યશક્તિ નવરાત્રી ૨૦૧૮ નું પ્રથમ વખત આયોજન  વાઈપીસી ઇવેન્ટ ઓર્ગનિઝેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ત્રીજા નોરતે જ  સીઝન હોટેલનું વિશાલ મેદાન પણ ટૂંકું પડ્યું હતું અને યુવા ધન હિલોરે ચઢ્યું હતું  અનેગીતા રબારી દ્વારા ફોક ગીતો અને હિન્દી ફિલ્મો ની જમાવટ કરવાં આવી હતી પણ આ વખતે ખુદ ગીતા રબારીએ લોકોની વચ્ચે લોકોનો મોબાઈલ પોતાના હાથમાં લઈને તેમના જ મોબાઈલમાં સેલ્ફી લઈને  ભારે જમાવટ કરી હતી.ગીતા રબારી દ્વારા સેલ્ફી લેવામાં આવતા ખેલૈયામાં પણ ભારે ઉત્સાહ છવાયો હતો.Vds 9666દરમિયાન આજે ચોથા  દિવસે પણ  હાીની અંબાડી અને વિન્ટેજ કારમાં સિંગર ગીતા રબારીએ  મેદાન અને સ્ટેજ પર પોતાની એન્ટ્રી મારી હતી ત્યારે તેમના ચાહકોએ તેમની સાથે સેલ્ફી પાડવાની તક ગુમાવી ન હતી.ગીતા રબારીએ પણ જણાવ્યું હતું કે રાજકોટમાં આ મારી પ્રથમ નવરાત્રી છે અને રાજકોટના લોકો બહુ જ પોતાના માનવંતા ગાયક કલાકારોને માં આપે છે અને માતાજીના આશીર્વાદી આ વખતની નવરાત્રી મને રાજકોટમાં કરવાની તક મળી છે તેબહુ ખુશીની વાત છે ગીતા રબારીએ માનો ગરબો રે પાટણી પટોળા મોંઘા લાવજો રે ,સાયિા પુરાવો રાજ જેવા ઓરીજીનલ નવરાત્રી ગીતો ઉપરાંત હિન્દી ફિલ્મોના ગીતો જેવા કે તું કિતની આછી હે,સઝદા તેરા બીના ,,,તેરે વાસ્તે જેવા ગીતો પણ ગાઈને  ખેલેયાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા

નવરાત્રીના ગરબા દરમિયાન  રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા પણ મતદાર સુધારણા યાદી નો લાભ લેવા વિનંતી કરી હતી અને ખુદ ગીતા રબારી દ્વારા  મતદાન કરવું આપણી પવિત્ર ફરજ છે અને એ માટે આપણી વોટિંગ કાર્ડમાં કોઈપણ સુધારણા કરવાના  હોઈ તો તે કરી લેવા જોઈએ તેમ જણાવ્યું હતું

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.