Abtak Media Google News

આયુષ્યમાન યોજનાનો જબરજસ્ત પ્રચાર કરાશે

ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજાએ પ્રદેશ કારોબારીમાં નિર્ધારિત થયેલા કાર્યક્રમોની વિગત આપતા જણાવ્યુ છે કે, ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે કાર્યાંજલિ સપ્તાહમાં સ્વછતા અભિયાન અને મેડિકલ કેમ્પના કર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આયુષ્માન ભારત યોજના વડાપ્રધાને લોન્ચ કરી છે તેના લાર્ભાથીઓને યોજનાનો લાભ કેવી રીતે સરળતાથી મળી શકે તે માટેનું આયોજન ભાજપ સંગઠન કરશે. પૂજ્ય બાપુની જન્મજયંતિ નિમિત્તે ૨જી ઓક્ટોબર થી એક સપ્તાહ સુધી ખાદી ખરીદવાના કાર્યક્રમો ભાજપ દ્વારા યોજાશે. ૪ થી ઓક્ટોબર થી ૮મી ઓક્ટોબર દરમ્યાન ૫ જિલ્લાઓમાં ૧૦  સ્થળોએ નગરપાલિકાના સભ્યોના અભ્યાસ વર્ગ યોજવામાં આવશે.

૧૦મી ઓક્ટોબરથી શરુ નાર વિશ્વના સૌથી મોટા મહોત્સવ નવરાત્રી મહોત્સવ દરમ્યાન સ્વચ્છતા સહિતના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ૧૫મી સપ્ટેમ્બર થી શરુ થયેલ દેશવ્યાપી સ્વચ્છતા હી સેવાના પખવાડિયાના કાર્યક્રમો ચાલુ જ છે અને સાથે મેડિકલ કેમ્પનું આયોજન પણ હાથ ધરવામાં આવેલ છે. ૭ ઓક્ટોબર થી ૧૫મી ઓક્ટોબર દરમ્યાન ભાજપ કિસાન મોરચા દ્વારા ભાજપ સંગઠન સાથે મળીને સમગ્ર રાજ્યમાં જિલ્લા-તાલુકા પંચાયત સ્તરે ખાટલા બેઠકો કરવામાં આવશે અને કિસાનો માટેની વિસ્તારક યોજના કી ભાજપ દ્વારા ખેડૂત હિત અને ખેતી લક્ષી કરવામાં આવેલ વિવિધ કાર્યોની વિગત રજુ કરવામાં આવશે. પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ભાજપના ૧૫૦ કાર્યકરો ૧૫૦ કિલોમીટરની પદયાત્રા કરીને ગાંધીજીના સંદેશ ભાજપની વિકાસની વાતો લોકો સમક્ષ રજુ કરશે.

દિવાળી – બેસતા વર્ષના સ્નેહ સંમેલનો દરેક જિલ્લામાં ૧ સપ્તાહમાં યોજાશે. પ્રદેશના અગ્રણીઓ વિશેષ રૂપે સ્નેહ સમારોહમાં ઉપસ્થિત રહેશે. દરેક વિધાનસભા બેઠકદીઠ પણ સ્નેહમિલનના કાર્યક્રમો હાથ ધરાશે. બુથ અને શક્તિકેન્દ્રને વધુ મજબૂત બનાવવા લોકસભા બેઠક દીઠ નિમાયેલા પ્રભારીઓનો સતત પ્રવાસ જિલ્લા-તાલુકામાં હાથ ધરવામાં આવશે. સદસ્યતા વૃધ્ધિની કવાયત હાથ ધરવામાં આવેલ છે તેને વધુ સક્રિય રીતે કરવામાં આવશે અને દરેક બૂમાં ૨૫ નવા કાર્યકર્તાઓને ભાજપમાં જોડવામાં આવશે. ૨૫ ઓક્ટોબરના રોજ પંડિત દીનદયાલજીની જન્મતિથી નિમિત્તે સેવાકીય કર્યો હાથ ધરાશે અને અંત્યોદયના વિચાર સાથે છેવાડાના માનવીને બળ આપવાનું કામ કરશે.

આમ, ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમોની હારમાળા સર્જીને આગામી ત્રણ મહિના સુધી જુદા જુદા સ્તરે વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે અને ભાજપ વધુ સશક્ત બની અજય ભારત નું નિર્માણ કરવા કટ્ટીબદ્ધ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.