Abtak Media Google News

કુવા-બોર સહિતના પાણીના સ્ત્રોત પણ ખૂટી ગયા: અનેક ખેતરોની જમીનો પણ બંજર થઇ ગઇ: છેલ્લા 20 વર્ષથી પ્રદુષણ વિભાગે એક પણ ખનીજ માફિયા સામે કાર્યવાહી નથી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના થાન મૂળી પંથકમાં પેટાળમાં કાર્બોસેલ નો અખૂટ જથ્થો આવેલો છે ત્યારે ખનીજ માફીઆઓ દ્વારા આ પેટાળમાં રહેલા કાર્બોસેલના જથ્થાની ચોરી કરવામાં આવી રહી છે અને કરોડો રૂપિયાની આવક ઉપાર્જન કરવામાં આવી રહી છે અત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલી ગૌચર જગ્યાઓમાં પણ ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને કાર્બોસેલ જમીનમાંથી બહાર કાઢી અને વેચાણ કરી અને કરોડો રૂપિયાની આવક મેળવવામાં આવી રહી છે.

ત્યારે સરકારી જગ્યાઓ તથા ખરાબો હોય ત્યાં ખોદકામ માટે સૌપ્રથમ વખત કુવો ખોદવો પડે છે અને આ કૂવો ખોદવા આ વિસ્તારમાં પથ્થરની જગ્યાઓ આવેલી હોય એટલે વિસ્ફોટ કરવા પડતા હોય છે એક ખાડો ખોદવા પાછળ પાંચથી સાત લાખ રૂપિયા નો ખર્ચો ખનીજ માફિયાઓ કરતા હોય છે એવા ખાસ કરીને ખાડો ખોદવા માટે જિલેટિન નામના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. જિલેટિન એટલે એક પ્રકારનો વિસ્ફોટ. આ વિસ્ફોટ જમીનમાં કરવામાં આવતા જમીનમાં એક વખત વિસ્ફોટ બાદ પાંચથી સાત ફૂટ જેટલો ખાડો પડે છે.

ત્યારે આ વિસ્ફોટ વારંવાર કરવામાં આવતો હોય છે અને તે ખાડામાંથી ખનીજ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ખનીજ માફીઆ આ ખાડામાં આ પદાર્થ ફોડી અને વિસ્ફોટ કરવામાં આવે છે જ્યારે આ ખનીજ બહાર આવે ત્યારે ખોદકામ કરવામાં આવે છે ત્યારે આ જીલેટીન પદાર્થ ફોડવાના કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે ખાસ કરીને આ જીલેટીન ફોડવા માટે જિલ્લા પ્રશાસન વિભાગની પરવાનગી લેવી જરૂરી છે પરંતુ જિલ્લા પ્રશાસન વિભાગે આવા પદાર્થ ફોડવાની છેલ્લા 20 વર્ષથી પરમિશન નથી આપી તે છતાં પણ ખનીજ માફીઆઓ આવા પદાર્થો ફોડી અને બેફામ રીતે જિલ્લામાં ખનીજ ચોરી કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પર્યાવરણમાં આ જીલેટીન ફોડવાના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે ખાસ કરીને થાન અને મૂડી પંથકમાં જે કાર્બોસેલના ખાડાઓ આવેલા છે ત્યાં આવા પદાર્થો ફોડવાના કારણે આજુબાજુના વિસ્તારોના મકાનો ધણધણી ઉડતા હોય છે રાત્રિ દરમિયાન ખનીજ માફિયાઓ આવા પદાર્થનો ઉપયોગ કરતા હોય છે ત્યારે બે કિલોમીટર સુધી આ ધડાકો સંભળાતો હોય છે ત્યારે આવા પર્યાવરણને નુકસાન કરતા પદાર્થના વિસ્ફોટ થઈ રહ્યા છે છતાં પણ પર્યાવરણ વિભાગે છેલ્લા 20 વર્ષમાં એક પણ ગુનો દાખલ ન કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

રાષ્ટ્રિય પક્ષીના કલરવથી ગુંજતું પાંચાળમાં આજે મોર ગાયબ

થાન અને મૂળી સહિતનો જે વિસ્તાર છે તે પાંચાળ પ્રદેશ ગણવામાં આવી રહ્યો છે ત્યારે એક સમયે આ વિસ્તારમાં ઘટાઘોર વૃક્ષોની વચ્ચે રાષ્ટ્રીય પક્ષી મોર ના કલરવો ગુંજતા હતા પરંતુ ખનીજ માફીઆઓ દ્વારા વૃક્ષોના નિકંદનો કરવામાં આવ્યા અને ત્યારબાદ જમીનોમાં ખોદકામ માટે બ્લાસ્ટિંગ કરવામાં આવ્યા અને જમીનોમાં ખોદકામ કરી અને પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એક સમયમાં પાંચાળ પ્રદેશમાં રાષ્ટ્રીય મોરના કલરવ થી ગુંજી ઉઠતું હતું હવે માત્ર આ એક સ્વપ્ન રહી ગયું છે સતત બ્લાસ્ટિંગના કારણે આ વિસ્તારમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર પણ ગાયબ થઈ ચૂક્યા છે આ સમગ્ર બાબતના જવાબદાર પણ માત્ર ખનીજ માફીઆઓ છે.

જિલેટિનનો જથ્થો થાન અને મુળી પંથકમાં ગેરકાયદે ઘુસાડવામાં આવે છે

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે તંત્ર પણ આ ખનીજ ચોરો સાથે સંકળાયેલા હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. ત્યારે જે ખાડો ખોદવા માટે વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ થાય છે તે વિસ્ફોટક પદાર્થ રોજની ચાર બોલેરો પીકપ કારમાં જિલ્લામાં ઘુસાડવામાં આવી રહ્યો છે જિલ્લા પ્રશાસન વિભાગ આમને કોઈ પણ પ્રકારની પરમિશન નથી આપી પરંતુ આખ ખાડા કાન કરીને જિલ્લામાં આ પદાર્થ ઘુસાડવામાં આવી રહ્યો છે

રોજની ચાર બોલેરો પીકપ વાંકાનેર ના બે વેપારીઓ થાન અને મૂડી પંથકના ખનીજ માફિયાઓને પૂરી પાડી રહ્યા છે. આ જીલેટીનો જથ્થો એટલો વિસ્ફોટક હોઈ શકે મહદ અંશે જો તેમાં બ્લાસ્ટ થાય તો અનેક લોકોના જીવ જઈ શકે તેમ છે પરંતુ ખનીજ માફી આવો ખનીજ ચોરી કરવા માટે જમીનમાં આ વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરી રહ્યા છે અનેક લોકોના જીવ પણ અત્યાર સુધીમાં જઈ ચૂક્યા છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

થાન અને મુળી પંથકના પેટાળમાં પાણીના તળ બદલાઈ ગયા: તળાવો અને કુવાઓ પણ લીકેજ

થાન અને મૂળી પંથકમાં ખનીજ માફીઆઓ બેફામ બનતા જઈ રહ્યા છે ખાસ કરીને ખનીજ ચોરી કરવા માટે ખાડો ખોદવાની જરૂર પડતી હોય છે. આ ખાડો ખોદવા માટે વિસ્ફોટનો ઉપયોગ ખનીજ માફી આવો કરતા હોય છે જીલેટિન નામનો પદાર્થ જમીનમાં ફોડતા હોય છે. ત્યારે આવા પદાર્થો સતત જમીનમાં ફૂટતા હોવાના પગલે અને બ્લાસ્ટિંગ થતું હોવાના કારણે થાન અને મૂડી પંથકમાં આવેલા પેટાળના પાણીના તળ બદલાઈ ગયા છે હાલની પરિસ્થિતિ મુજબ પેટાળ ના પાણીનો સંગ્રહ પણ થાન અને મૂડી પંથકમાં ભાગ્યે જ નીકળી રહ્યો છે. સતત વિસ્ફોટના કારણે આ પંથકમાં આવેલા તળાવો કુવા પણ લીકેજ થઈ ગયા છે હાલમાં વિકટ પાણીની સમસ્યા આ બંને ગામોમાં સર્જાય છે જવાબદાર માત્ર ખનીજ માફિયાઓ છે કારણ કે તેમના દ્વારા જ વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે અને પાણીના તળ અને વેણ બદલાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.