Abtak Media Google News
  • ચાર વર્ષથી શેત્રુંજી નદીથી ગોખરવાળા ગામ સુધીમાં અનેક જગ્યાએ લીકેજ , ખેડૂતોની સેંકડો વીઘા જમીનમાં પાણી ભરાયું: લાખોનું નુકશાન

અમરેલી સાવરકુંડલા રોડ ઉપર ગુજકો મર્શોલ સામે મહી નદીની લાઈન માં ભંગાણ થવાથી પાણી ના ધોધ વહી રહ્યા છે , છેલ્લા એક મહિનાથી અહી અવિરત પાણીનો પ્રવાહ વહી રહ્યો છે સરકાર દ્વારા લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકાર લાખો કરોડો રૂપિયાની યોજનાઓ ચલાવી રહી છે ત્યારે અમરેલીના ફતેપુર પાટિયા પાસે 900 એમ એસ લાઇનમાં છેલ્લા પચીસ દિવસથી લીકેજ થવાથી દરરોજ હજારો લીટર પાણી નદીમાં વહી રહ્યું છે.

આમતો આ એક જગ્યાએ નહિ પરંતુ અમરેલી સાવરકુંડલા રોડ ઉપર શેત્રુંજી નદી પાસે છેલ્લા ચાર વર્ષથી એક નદી ચાલી જાતિ હોય તેમ પાણી વહી રહ્યું છે જેના કારણે ખેડૂતોની સેંકડો વીઘા જમીનમાં તળાવની માફક પાણી ભરેલું રહે છે અને ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે શેત્રુંજી નદીથી ગોખરવાળા ગામ સુધી બે કિલોમીટરના અંતરમાં અનેક જગ્યાએ પીવાના પાણીની નિરંતર ધારાઓ વહી રહી છે તંત્રને અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ નીંભર તંત્ર જાણે કુંભકર્ણ નિંદ્રામાંથી જાગવાવાનું નામજ નથી લેતું ! ત્યારે સરકારના કરોડો રૂપિયાની યોજનાઓ લોકોને પીવાનું પાણી મળી રહે તેવા આશ્રયથી  ખર્ચ કરી રહી છે જે તંત્રના પાપે આમજ વેડફાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.