Abtak Media Google News

શ્રી રામ પધાર્યા મારે ઘેર દિવ્ય  મહોત્સવમાં

રામ મેદાન’માં ભવ્ય આતશબાજી સાથે પ્રભુ શ્રીરામની પધરામણીની ઉજવણી કરવામાં આવી

જે  આપણા પ્રભુ શ્રીરામ જયારે અયોધ્યા મધ્યે બિરાજમાન થઇ છે  ત્યારે રાજકોટના આંગણે ’શ્રી રામ પધાર્યા મારે ઘેર’ પાંચ દિવસીય દિવ્ય અને ભવ્ય મહોત્સવના પાંચમા દિવસે ગીરના સાવજ રાજભા ગઢવીનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો જેમાં રામભક્તોનું ઘોડાપુર આવ્યું હતું અને આશરે 15 થી 20 હજાર રામભક્તોએ એકસાથે અને એકસૂરે ’જયશ્રી રામ’નો જય જયકાર કરતા આખુ મેદાન ગુંજી ઉઠ્યું હતું.

Advertisement

અયોધ્યા મધ્યે નિજ મંદિરમાં આપણા પ્રભુ મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ લલ્લા બિરાજમાન થાય તે પૂર્વે રાજકોટના ’રામ મેદાન’ ખાતે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા ’શ્રી રામ પધાર્યા મારે ઘેર’ પાંચ દિવસીય દિવ્ય અને ભવ્ય મહોત્સવનું ગત તા. 17મી જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં ગત તા. 21 જાન્યુઆરીની રાત્રીએ સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને સૌરાષ્ટ્રના ઘરેણાં સમાન ગીરના સાવજ રાજભા ગઢવીનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો.

T2 41

લોકડાયરામાં રાજભા ગઢવી સાથે માલદેભાઈ આહીર(ઉપલેટા), રવિ આહીર (ગજડી) અને પુનશ્રીબેન ગઢવી (કચ્છ) હાજર રહ્યા હતા. તમામ સાહિત્યકાર અને લોક ગાયકોએ મંચ સંભાળતાની સાથે જ આખુ ’રામ મેદાન’ જયશ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. લોક સાહિત્યની સાથે ડાયરામાં આપણા પ્રભુ શ્રીરામનો દિવ્ય મહિમાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. રાજભા ગઢવી સહિતના લોક સાહિત્યકારોને સાંભળવા માટે આશરે 15 થી 20 હજાર જેટલાં રામભક્તો ઉમટી પડ્યા હતા.

લોક ડાયરા દરમિયાન રાત્રીના 12 વાગ્યાંના ટકોરે 22મી જાન્યુઆરીના પવિત્ર દિવસની શરૂઆતના સુમારે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા ’રામ મેદાન’માં ભવ્ય આતશબાજી કરી પ્રભુ શ્રીરામની પધારમણીની ઉજવણી કરવામાં આવી હતી. આતશબાજીથી આખુ આકાશ રંગબેરંગી કલરથી ઢંકાયું હતું અને રામ મેદાનમાં હાજર આશરે 15 થી 20 હજાર રામભક્તોએ જયશ્રી રામનો નાદ કર્યો હતો.

ડાયરામાં ગીરના સાવજ રાજભા ગઢવીની પુસ્તકતુલા કરવામાં આવી હતી. ગુજરાતના લોકસાહિત્યના ગૌરવ સમાન રાજભા ગઢવીને ત્રાજવામાં બેસાડી પુસ્તકો થકી તેમની તુલા કરવામાં આવી હતી. તેમજ માલદેભાઈ આહીર, રવિ આહીર અને પુનશ્રીબેન ગઢવીનું સત્કાર કરવામાં આવ્યું હતું.

T3 13

લોક ડાયરાની કમાન રાજભા ગઢવીએ સંભાળતાની સાથે જ રામભક્તોમાં અલગ જ ખુમારી વ્યાપી હતી અને સતત એક કલાક સુધી રાજભા ગઢવી, વિજયભાઈ વાંક, ભરતભાઈ દોશી પર ચલણી નોટોનો વરસાદ થયો હતો. લખો રૂપિયા નો વરસાદ થતાં આખુ સ્ટેજ ચલણી નોટોથી છલકાઈ ગયું હતું

લોક ડાયરામાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડો. ભરતભાઈ બોઘરાએ શ્રી રામલલ્લાના દર્શન કરી સાહિત્યરૂપી ડાયરાનું રસપાન કર્યું હતું. દ્વારકા ખાતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં એકસાથે 45 હજાર આહીરાણીઓએ મહારાસ લઇને વિશ્વ વિક્રમ સર્જયો હતો. સમસ્ત આહીર સમાજને એક તાંતણે બાંધનારી શ્રી આહીરાણી મહારાસ સંગઠન – ગુજરાત પ્રદેશનું પ્રતિનિધિ મંડળ પણ હાજર રહ્યું હતું. વિશ્વ વિક્રમ સર્જનાર આહીરાણીઓએ ભગવાન શ્રીરામની મહાઆરતીનો લ્હાવો લીધો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.